________________
: ૧૩ : નહિ. ભય હતો કે રે કાયેલે “બાંધ” ફૂટી ન પડે. પણ આજે ત્રીજા પહોરના વખતે તેઓ મારી પાસે આવ્યાં અને મારા ખોળામાં માથું રાખી ધ્રુસકે ધ્રુસકે રેવા લાગ્યાં. રેકાયેલો બાંધ ભરાઈ જવાથી આપોઆપ ફૂટી વહેવા લાગ્યો. - થોડીવાર હું કાંઈ ન બોલ્યો, સ્નેહથી એમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો અને તેઓ મારા ખેાળામાં આંસુ વરસાવતાં રહ્યાં. રુદનનું પૂરું કંઈક કમ થતાં મેં નેહપૂર્ણ સ્વરમાં કહ્યું. દેવી, શું તમે એમ સમજે છે કે હું તમારાથી છ છું?
દેવીએ શિર ઉઠાવ્યું. એમની આંખે આંસુઓથી ભરી હતી. અમુક ક્ષણ એમણે ગળું સાફ કરવાની ચેષ્ટા કરી, પણ ગળું ભરાયેલું જ રહ્યું. ત્યારે રુંધાયેલ ગળે જ તેઓ બાલ્યાં આપ મહાન છે, આપને સમજવાની શક્તિ મારામાં નથી, એથી હું નથી કહી શકતી કે આપ રૂષ્ટ છે કે નહિ ? તે પણ એટલું તો જાણું છું કે આપને રુષ્ટ થવાને અધિકાર છે. આપની સાધનામાં મેં કદિ મદદ કરી નથી. જાણું છું કે આપનું મન કઈ તરફ છે, છતાં એ દિશામાં પ્રગતિ કરતાં આપને મેં પાછળ જ ખેંચ્યા છે, આપની સાધનાના માર્ગમાં કાંટાળી ઝાડી સરખી બનીને ખડી થઈ ગઈ છું અને એને જ ભયંકર અને અસહ્ય દંડ મને આપની તરફથી મળી રહ્યો છે. ' કહ્યું: ભૂલે છે દેવી! મારી સાધનાથી તમને વેદના પહોંચી રહી છે એટલું હું સમજું છું, પણ હું તમને દંડ આપી રહ્યો છું એ તમારે ભ્રમ છે. મારી સાધના સંસાર પર અહિંસાની છે, દયાની છે. હું તમને તે શું? એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com