________________
થા
)
રેપ કર્યો તેમાં એમની ઈચ્છા કરતાં વધારે દેવીની ઈચ્છા હતી, અને આ ઘટનામાં દેવીને જ મુખ્ય હાથ હતો, આ બધું જાણવા છતાં પણ મેં એ વિષયમાં દેવીને એક શબ્દ પણ ન કહ્યો. તેઓ જે કરે છે તે બિલકુલ સ્વાભાવિક છે, એટલે એ વાતનો ઉલ્લેખ કરીને એમને લજિત કરવાથી શું લાભ? એમ છતાં મારી દિનચર્યા બદલાઈ ગઈ છે. હવે હું દિવસે અને રાત્રિએ કલાક સુધી ઊ ઊભું ધ્યાન લગાવું છું. આજકાલ સર્વરસજન ક્યારે પણ નથી કરતું. ક્યારેક નમક નથી લેતો, તો ક્યારેક ઘી નથી લેતે, ક્યારેક ગેળ નહિ, તે ક્યારેક ખાટી ચીજ નહિ, ક્યારેક મરચાં નહિઆમ જીભને જીતવાને અભ્યાસ કરી રહ્યો છું. ક્યારેક ક્યારેક કાણશય્યા પર સૂઈ રહું છું, જેના પર કઈ પ્રકારનું ગાદલું કે વસ્ત્ર નથી હતું. યદ્યપિ આ દિવસોમાં ઠીક ઠીક ઠંડી પડે છે, તેમ છતાં અનેકવાર હું રાતભર ઉઘાડે પડયે રહ્યો છું. ઉપવાસ પણ કરું છું, અર્ધ-પેટ પણ રહું છું.
| દેવી આ બધું જોઈ બહુ વિષણુ રહે છે. ભયવશ કંઈ કહેવા પામતાં નથી, પણ એમના મનની અશાન્તિ એમના ચહેરા પર ખૂબ વાંચી શકાય છે. હું વાંચતે રહ્યો છું, પણ મેં સ્વયં છેડવું ઠીક ન ધાયુ. હા, તેઓ પણ એટલું કરે છે કે જે દિવસે જે રસ હું નથી ખાતે તે રસ તે દિવસે તેઓ પણ નથી લેતાં. મારી ઈચ્છા થઈ કે એમને આ પ્રકારે અનુકરણ કરતાં કું, કેમકે હું આ સાધના કોઈ ઉદ્દેશથી કરી રહ્યો છું, જ્યારે એમના દ્વારા આ સાધનાનું અનુકરણ કેવલ મેહનું પરિણામ છે, એથી નિષ્ફલ છે. છતાં મેં રેર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com