Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 68
________________ વાંધો નથી; પણ અચાનક જ આપ લૂખું-સૂકું ખાવા લાગે છે, એથી જે દિવસે જે રસ આપ નથી લેતા તે હું પણ નથી લેતી, મારી જ થાળીમાં ભેજન કરવા પ્રિયદર્શના બેસે છે એટલે તે લૂખું-સૂકું ભેજનું પેટ ભરી ખાવા નથી પામતી; મારે માટે નહિ, કિન્તુ તે બચ્ચીને માટે તે આ અભ્યાસમાં કમી કરે. એ જ વાત શયનને અંગે છે. આ અભ્યાસને માટે સૂવામાં વસ્ત્રને ઉપયોગ નથી કરતા, હું પણ નથી કરતી, પ્રિયદર્શના મારા વગર બીજી જગ્યાએ નથી સૂતી; અડધી રાત સુધી તે ઠીક, પણ પછી ઠંડી વધી જાય છે, તે વખતે હું બચીને છાતી સાથે વળગાડી દઉં છું અને એની પીઠ પર મારે અંચલ ફેલાવી દઉં છું; છતાંય તે ઠંડીથી અકડાઈ જાય છે, એને નીંદ નથી આવતી. તે વારવાર પૂછે છે કે મા, તું કપડા કેમ નથી ઓઢતી ? પણ હું તેને શું સમજાવું ? કેમ સમજાવું ? આ કહીને દેવી ચૂપ થઈ ગયાં. એમનું મસ્તક એકદમ ઝુકી ગયું. થોડીવારમાં જમીન પર ટપકેલાં આંસુ દેખાઈ રહ્યાં. ' દેવીનું ઝુકેલું મસ્તક બને હાથેથી ઊંચું કર્યું અને કહ્યું: મારી સાધના અને તમારી સાધનાની દિશાઓ ભિન્નભિન્ન છે યા બિલકુલ ઊલટી છે; છતાં હું તમારી સાધનામાં બાધા નાંખવા નથી ચાહતે. આજથી જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં છું ત્યાં સુધી કાર્યોત્સર્ગ, ધ્યાન આદિ સુધી જ મારે અભ્યાસ સીમિત રહેશે.......... જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં છું ત્યાં સુધી ત્યાંની મર્યાદાને ખ્યાલ રાખ પણ જરૂરી છે. તે યુગ હજી દૂર છે, અતિદુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88