________________
પક્ષ
: ૧૬ : એથી જ તેઓ આવી દલીલ મૂકી શક્યાં. પણ મેં પિતાના પક્ષના સમર્થન માટે કહ્યું: આત્મકલ્યાણને માટે પણ જગત કલ્યાણ કરવાની જરૂર છે. જ્યારે ચારે બાજુ અનીતિ, અશાન્તિ અને જડતા ફેલાયેલી હોય ત્યારે આપણી નીતિ, શાન્તિ અને બુદ્ધિમત્તા સફલ થઈ શકતી નથી. | દેવીએ ઠીક છે. આપ પિતાના સ્વજનો અને પરિજનોને તપાસે કે એમાં ક્યાંય અનીતિ, અશાન્તિ અને જડતા તે નથી? જે હોય તે આપ એમની ચિકિત્સા કરે. એથી આપને પણ સન્તોષ થશે અને એમને પણ ઉદ્ધાર થશે.
એહ! એમની આ વાત સાંભળીને તે મને એવું લાગ્યું કે દેવી બહારથી વિનીત અને શાન રહીને પણ અન્દર ને અન્દર મારી સાથે બૌદ્ધિક મલ્લયુદ્ધ કરી રહ્યાં છે અને નવા નવા પેચ નાખી રહ્યાં છે. આમાં એમને વાંક નથી. એમની વેદનાને હું અનુભવ કરું છું. પણ કરું શું ? મને જે સમ્યગ્દર્શન થયું છે એની સાર્થકતા આ નાનાસરખા ક્ષેત્રમાં ચેન કરવામાં નથી, કિન્તુ બધાની પ્યાસ છિપાવવામાં છે. ધરાતલની અન્દર બધી જગ્યાએ પ્રવાહ વહી રહ્યા છે, પણ ઉપર દુનિયા માસથી તડફડી રહી છે, મારું કામ કૂપ ખેદી અન્દર છુપાયેલું જળ બહાર લાવવાનું છે અને બધાને જળ પીવાને રાહ બતાવવાનું છે અથવા રાહ બનાવવાનું પણ છે. આ જ વાત જરા બીજા ઢંગથી સમજાવવા માટે મેં દેવીને કહ્યું: એક કૂતરે
જ્યારે કયાંય બેસવા ચાહે છે ત્યારે પગથી એકાદ હાથ જગ્યા સાફ કરી લે છે, અને એટલી સફાઈથી સંતુષ્ટ થઈ બેસી જાય છે, પણ એક આદમી એટલાથી સન્તુષ્ટ નથી થત; તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com