________________
ક પર ક
નારીની સાધના વાત્સલ્યના કારણે કેટલી રસમયી છે એની ઝાંખી મા-એટીના આર્લિગનમાં દેખાઈ રહી હતી.
૧૦. સજ્ઞતાની સામગ્રી
સમાજમાં ક્રાન્તિ કરવા માટે તથા જગને આ જ જન્મમાં મેાક્ષ-સુખના અનુભવ કરાવવા માટે વર્ષોથી હું નિષ્ક્રમણને વિચાર કરી રહ્યો છું. પણ દેવીના અનુરાધના કારણે મારે મારી ઈચ્છાને દમાવવી પડી છે. એ ઠીક છે કે નિષ્ક્રમણની અત્યન્ત આવશ્યકતા છે, પણ દેવીને અનુરાધ પણ ન્યાયેાચિત છે. અતઃ સાચું તે એ છે કે મારે વિવાહ જ નહેાતા કરવા જોઇતા; પણ જ્યારે કરી લીધા તે પછી અસમયમાં એમના શિર પર સૌભાગ્યવેષી વૈધવ્ય લાદવુ ઉચિત નથી. જ્યાં સુધી તેઓ આ ત્યાગના મ ન સમજી જાય ત્યાં સુધી હું અન્ધનમુક્ત થઈ શકતા નથી.
પણ મે' આ અન્ધનના સમયના પણ ઠીક-ઠીક સદુપયોગ કર્યાં છે. સાધુ–સંન્યાસી તે ગણ્યાગાંઠયા જ મનુષ્યા બનવા પામે છે, એમનું જીવન સુધારવું યા એમને મેાક્ષસુખના અનુભવ કરાવવે કઠિન નથી, પણ ગૃહસ્થાનુ જીવન જે સુધારવામાં ન આવ્યું તેા તી રચનાનું વાસ્તવિક પ્રયેાજન જ નષ્ટ થઈ જશે. સ’સાર તેા મુખ્યતયા ગૃહસ્થાના જ રહેશે, અને સાધુ પણ ગૃહસ્થાના સહારે ટકશે, આવી અવસ્થામાં ગૃહસ્થાની ઉપેક્ષા કરી શકાતી નથી. મારે એમની અવસ્થા સમજવી જોઇશે, એમની પરિસ્થિતિ અનુસાર એમને .ધના માર્ગ બતાવવે જોઇશે. પણ આ બધું ત્યારે જ થઈ શકે છે, જ્યારે હું અન્દરથી એમની કઠણાઇએ અને પરિસ્થિતિઓને સમજું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com