________________
એમના પર વિજય પ્રાપ્ત કરી શકાય છે યા અહિંસા, સત્યને વ્યાવહારિક બનાવી શકાય છે, અને એને માટે બાહ્યાચારને કેવું રૂપ આપવું જોઈએ, આચારને શ્રેણ–વિભાગ કેવા પ્રકારે કરે જોઈએ? આ બધી બાબતે આજે કઈ પુરાણ મૃતથી નથી જાણી શકાતી, એ તો હરતા-ફરતા સંસારથી જ જાણી શકાય છે; અને ઘરમાં રહેતાં હું જાણું પણ રહ્યો છું. ઘર છોડ્યા પછી અનુભવે તો થવાના, પણ ઘરાઉ અનુભવે જે ઘરમાં થઈ રહ્યા છે તે વનમાં નહિ થવાના. માટે દેવીએ મને રે તે પણ એક પ્રકારે સાર્થક થઈ રહ્યું છે.
અને હવે તે હું ઘરની પ્રત્યેક ઘટનાનું સૂમ નિરીક્ષણ કરું છું, એનું વિશ્લેષણ કરું છું. પ્રાસાદ પર ઊભે ઊભે પથિકની ચેષ્ટાઓ અને એમના પરસ્પરના સંઘર્ષો પર દષ્ટિ રાખું છું, એમના કલહ-પ્રેમ-સહગની વાત સાંભળું છું. એથી માનવ-પ્રકૃતિને ઠીકઠીક ગહરો અનુભવ થઈ રહ્યો છે. આજે મને વિચાર આવે છે કે જે મેં આ અનુભવેને સંગ્રહ ન કર્યો હતો અને શીવ્ર જ નિષ્ક્રમણ કરી લીધું હેત તે હું જગતને વિદ્યા બનવા માટે ઘણે અગ્ય હેત.
એ ઠીક છે કે કેવળ આ જ અનુભવથી કામ ન ચાલશે, ગૃહત્યાગની પછી પણ મારે ઘણા અનુભવ કરવા પડશે, અને એ અનુભવને નિષ્કર્ષ ખેંચી એને વિતરણ કરવા માટે એક પૂરી સેના લાગશે. એ માટે નિષ્ક્રમણ જરૂરી છે, પણ આજે જે અનુભવોને સંગ્રહ થઈ રહ્યો છે તે પણ જરૂરી છે. એને પણ સર્વજ્ઞતાની સામગ્રી કહેવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com