________________
ઃ ૫૫ :
૧૧-પિતૃવિયાગ
એક સપ્તાહથી પિતાજીની તમિયત ઘણી ખરાબ હતી. માતાજીએ તે અહર્નિશ સેવા કરી. ચિન્તા અને જાગરણથી એમનું સ્વાસ્થ્ય લથડી ગયું. હું પણ સેવામાં ઉપસ્થિત રહ્યો. રાજ્યમાં જેટલા સારા વૈદ્યો મળી શકતા હતા તેટલા સારા વૈદ્યોને ખેલાવવામાં આવ્યા, પણ કઈ લાભ ન થયા, અને આજ ત્રીજા પહેારે એમના દેહાન્ત થઇ ગયા.
મૃત્યુનું દૃશ્ય દેખવાને
આ પહેલેા જ પ્રસંગ હતા. મૃત્યુ ! આહ ! કેટલું ભયંકર અને કેટલું મભેદી દૃશ્ય ! પણ જેટલુ ભયંકર, એટલુ જ અનિવાયૅ અને એટલું જ આવશ્યક પણ. મૃત્યુ ન હેાય તેા જન્મ પણ ન હોય. ક કરવા માટે નવું ક્ષેત્ર પણ ન મળે. બધા પૂજેને માટે ઘરમાં જગ્યા રહી પણ નથી શકતી, અને બધા રહે તે પ્રેમઆદરસ્નેહ નથી રહી શકતા. વિયાગ જ સ્નેહને સહુથી મેાટા ઉદ્દીપક છે. આ બધું જાણવા છતાં પિતાજીના વિયેાગથી હું વિષણું થઈ ગયા. માલૂમ નહિ, મારી વિષ્ણુતા કેટલી ગહરી અને સ્થાયી હાત, કિન્તુ માતાજીની વિવલતાએ મારી વિષ્ણુતાને ભુલાવી દીધી. મારે અને બધા કુટુંબીઓને પિતાજીના વિયેાગના વિષાદને ભૂલી માતાજીને સંભાળવામાં લાગી જવું પડયું. બધા લાકે તે રોઈ રહ્યા હતા, પશુ માતાજીની આંખામાંથી ન તે આંસુનું ટીપુ નિકળતું હતું, ન કાઈ રાડ. તેઓ કઇક વિક્ષિસ જેવાં દેખાવા લાગ્યાં અને પછી સૂચ્છિત થઈ ગયાં. પિતાજીના મૃત શરીરને અન્તિમ સંસ્કારને માટે લઇ જવાના વખતે માતાજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com