________________
૪ ૫૮ : માનવજગતના મૌન પિકારનું મૂલ્ય ? સ્વર્ગની સામગ્રીથી નરકનું નિર્માણ કરવાવાળા મૂઢ માનવ-જગને સન્માર્ગ પર લઈ જવા માટે સત્યના પકારનું મૂલ્ય? આ બધાં મહામૂલ્યોને જવાબ મારી પાસે કંઈ નહતો. એ જ કારણ છે કે માતાજીની દષ્ટિ સાથે મારી દષ્ટિ હું ન મિલાવી શકે.
માતાજી ચાલ્યાં ગયાં. વાત્સલ્યની સર્વશ્રેષ્ઠ અને સર્વસુન્દર પ્રતિમા ટૂટી ગઈ. મારા વિરાગી હૃદયમાં પણ શેડી વારને માટે હાહાકાર મચી ગયે.
આજ દિનમાં કેટલીયે વાર ભૂલ્યો છું. વારવાર પગ માતાજીના ઓરડાની તરફ ગયા છે અને પ્રયત્નપૂર્વક યાદ કરીને ચંકી ઊઠ્યો છું-અરે! માતાજી તો છે જ નહિ. મેં જ તો એમના શરીરને દાહ–સંસ્કાર કર્યો છે.
જીવનની આન્તરિક રચના પણ કેટલી જટિલ છે! ભાવનાએના પૂરમાં બુદ્ધિ અને વિવેકના નિર્ણય તો વહી જ જાય છે, પણ આંખે દેખી વાતના સંસ્કારે પણ અમુક વખતને માટે લુપ્ત થઈ જાય છે. એ જ કારણ છે કે મારા પગેએ મને કઈ વાર દેખે દીધું છે અને મારી સૂકી આંખે પણ આજ વરસાદની વાવડી બનેલી છે.
૧૩–ભાઈજીને અનુરોધ કરીબ બે સપ્તાહ સુધી ઘરમાં ઠીક ઠીક ભીડ રહી. જે લોકોને પિતાજીના સ્વર્ગવાસના સમાચાર મળ્યા હતા તેઓ સહાનુભૂતિ પ્રકટ કરવા આવ્યા, પણ ઘણાઓના આવવાના પહેલાં તે માતાજીને પણ દેહાન્ત થઈ ગયે, એથી એ લેકેને કેટલાક દિવસ વધુ રેકાવું પડયું. અમારા બમણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com