________________
: ૫૯ :
દુઃખના કારણે એમની સહાનુભૂતિ પણ બમણું થઈ. ચેટક રાજા તે ન જાણે કેટલીવાર સહાનુભૂતિ પ્રકટ કરતા હતા. તેઓ વારંવાર ગહરે શ્વાસ લઈ કહેતા હતા કે ત્રિશલા મારી પહેલાં જ ચાલી જશે એવી કેને કલ્પના હતી. તે સાચી સતી હતી. સિદ્ધાર્થની પછી જ ચાલી ગઈ. એ બંનેને પ્રેમ ઈન્દ્ર અને શચીથી પણ વધારે હતે. | મારા ઉપર તે એમનું અટૂટ વાત્સલ્ય માલુમ પડતું હતું. જે હું જરા નાને હેત તે શાયદ તેઓ મને ખેળામાં લઈ લઈને ઘૂમત. વારે વારે કહેતા કે તમારા ચહેરામાં મને ત્રિશલાનો ચહેરે દેખાઈ પડે છે. તમે જ તે મારું આશ્વાસન છે.
એમની સહાનુભૂતિ તથા અન્ય જ્ઞાતિજનોના નેહના કારણે મને એકાન્ત મળવું દુર્લભ થઈ ગયું હતું, છતાં મારે એકાન્ત મેળવવું પડતું હતું-ખાસ કરી દેવીને માટે.
યદ્યપિ મામી દેવીને ઘણે લાડ કરતાં હતાં, છતાં તેઓ દેવીની વેદનાને નહાતાં સમજી શકતાં. સાસુના મરવાથી કઈ વહુને જેટલું દુઃખ થઈ શકે છે એથી અધિક દુઃખની કલપના એમને નહોતી, એના જ અનુપાતમાં તેઓ સહાનુભૂતિ પ્રકટ કરતાં હતાં. પણ બાકી પૂતિ મારે કરવી પડતી હતી. પરિસ્થિતિએ શેકની જાણે અદલાબદલી કરી દીધી હતી. માતાજી મર્યાં હતાં મારાં, દેવીનાં તે સાસુ મર્યાં હતાં, પણ મારે વ્યવહાર એ કરે પડતે કે જાણે મારાં સાસુજી મર્યો હોય અને દેવીનાં માતાજી મર્યા હોય ! રાતમાં અને વખત કાઢી દિવસે પણ મારે દેવીને સાત્વન દેવાનું કામ કરવું પડતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com