________________
: ૫૦ પડી ગયે છે. તેણે પિતાનું કામ પૂરું કરવા માટે ઠીક-ઠીક તપસ્યા કરવાની છે.
નિષ્કમણની વાત સાંભળી દેવીનું મુખમંડલ ફિક્કુ પડી ગયું. ઘણી કઠિનતાથી એમણે ધીરજ સંભાળીને કહ્યું. જે નરની સાધનાનું કામ બાકી પડયું છે અને નારી પિતાની સાધનાનું કામ પૂરું કરી રહી છે તો નારીનું એ કર્તવ્ય થઈ પડે છે કે નરની સાધનામાં સાથ આપે.
હું અવશ્ય. એ જ માટે તે મેં પ્રિયદર્શનાને જગદુદુધારિણી થવાને આશીર્વાદ આપે હતે. છતાં સાધારણતઃ એ વાતનું તે ધ્યાન રાખવું જ પડશે કે નારી પિતાની સાધનાનું કામ પૂરું કરીને જ નરની સાધનામાં સાથ આપી શકે છે. વિશેષતઃ તે પિતાની સાધના અધૂરી તે નથી છોડી શકતી. એની સાધના અધૂરી રહી તે નરની સાધનાનું કામ પણ અટકી જશે. નારી જે કપડું નહિ વણશે તે નર રંગશે કોને?
દેવી એની તે મતલબ એ થઈ કે માનવતાની વિશેષ સાધનાને અવસર નારીને કયારે પણ મળી જ નથી શકતે.
હુંઃ હા, આજકાલ કઠિનતાથી મળે છે, પણ હું ચાહું છું કે માનવતાની વિશેષ સાધનાનો અવસર નારીને પણ મળે. ઋષિ7, મુનિત્વ, તીર્થકર અને મુક્તિ એ નરનું જ બાપીકું ન રહે. વાસ્તવમાં નરનારીને અધિકાર સમાન છે અને મૌલિક યોગ્યતામાં પણ કોઈ અન્તર નથી. પણ વિશેષ-સાધનાનું કામ નારી ત્યારે જ કરી શકે છે કે જ્યારે સામાન્યસાધનાનું કામ પૂરું કરી લેવાય યા પ્રારંભથી જ વિશેષ સાધનાની તરફ વધવામાં આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com