________________
: ૪૮ : ગયાં હતાં ત્યારથી હું સમજે કે નિષ્ક્રમણ સંબંધી કોઈ વાત ન નિકળે એ જ ઠીક છે. એમ છતાં દેવી નિશ્ચિત્ત નથી. હા! પ્રસન્નતા પ્રદર્શિત કરવાની પૂરી ચેષ્ટા કરતાં રહે છે. પણ આજ દેવીના કારણે જ કંઈક ચર્ચા છેડાઈ પડી.
પ્રિયદર્શન હવે ઠીક હેશિયાર થઈ ગઈ છે, છ વર્ષની થઈ ચુકી છે, એને આજ સાતમો જન્મદિવસ હતો, એ માટે આજે એને વિશેષ રૂપથી નવાં કપડાં પહેરાવવામાં આવ્યાં હતાં. ભેજન પણ કંઈક વિશેષ બનાવવામાં આવ્યું હતું. એક નાનેસર ઘરાઉ ઉત્સવ મનાવ્યો હતો. ભેજન થયા પછી દેવી પ્રિયદર્શનને લઈ મારા ઓરડામાં આવ્યાં અને મને લક્ષ્ય કરી પ્રિયદર્શનને કહ્યું તારા પિતાજીને પ્રણામ કર બેટી ! અને વર માંગ કે તારે સંસાર સુખરૂપ બને.
મેં કહ્યું. આ સંસાર જ શું, બધાને સંસાર સુખરૂપ બને એ માટે આશીર્વાદ આપું છું કે આ જગઉધારિણી બને.
દેવીએ હસતાં હસતાં કહ્યું. પણ આટલા લાંબા-પહોળા આશીર્વાદને બજે આ ઉઠાવી પણ શકશે? એક નાનું સરખું વચન કેમ નથી દઈ દેતા કે એને આપ સારે વર શોધી આપશે ?
એને માટે વચન દેવાની શી જરૂર છે? એ તે આવશ્યક ર્તવ્ય છે જે એના પિતા ન કરવા પામશે તો એની માતા કરશે.
દેવી માતા કેમ કરશે? પિતાનું કર્તવ્ય પિતાએ જ કરવું પડશે. સન્તાનના પ્રત્યે નારીનું દાયિત્વ (જવાબદારી) જેટલું છે, નરનું દાયિત્વ એથી ઓછું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com