________________
ધાને કહ્યું
થી કઠિન છે. તમારે
રામને અગર ન્યાયમૂર્તિ હેવાના કારણે વનવન ભટકવું પડે અને તે વખતે આ જગત્ લક્ષમણ જેવો એક તુરછ સેવક પણ એમની સેવામાં ન રાખી શકે તે સાચું કહું છું, દેવી ! કે વિધાતાનાં આંસુઓથી આ જગત્ વહી જશે, આ કૃતઘ જગત્ સત્યેશ્વરના કેપથી રસાતલમાં ધસી જશે. સત્યેશ્વરને પ્રસન્ન રાખવા માટે મારે આ સાધના કરવી જ જોઈએ અને જગના કલ્યાણને માટે તમારે પણ મારે વિયોગ સહે જોઈએ.
ઊર્મિલાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. કઠેર-હૃદય લક્ષમણની આંખેમાં પણ આંસુ આવી ગયાં. એમણે ઊર્મિલાને છાતીએ લગાવીને કહ્યું. હું જાણું છું, દેવી! કે મારી સાધના કરતાં તમારી સાધના કેટલી કઠિન છે ! મારાં તે સેવા કરતાં કરતાં બાર વર્ષ એમ જ નિકળી જશે, પણ તમારે એક યુગને પ્રત્યેક ક્ષણ ગણીગણીને વિતાવવાને છે, છતાં દુનિયા મારી તપસ્યા જશે અને તમારી તપસ્યાની એને જાણ નહિ થાય. નીચેના પત્થર પર મન્દિર ઊભું થાય છે, પણ એને ( એ પત્થરને) કેણ જુએ છે?
આટલું કહીને લક્ષમણે ઊર્મિલાનાં આંસુ લંડ્યાં. ઊર્મિલાએ ગદ્ગદ સ્વરમાં કહ્યું જાઓદેવ! જાઓ ! સત્ય અને ન્યાયના સિંહાસનને સુરક્ષિત રાખવા માટે જંગલમાં સાધના કરે! તમારી કર્તવ્યનિષ્ઠા તમને રાજમન્દિરમાં રહેવા દેવા નથી ચાહતી, તે ભલે ન રહેવા દે, પણ મારા હૃદયમન્દિરમાંથી ખસેડવાની શક્તિ કેઈમાં પણ નથી, વિધાતામાં પણ નથી.
લક્ષમણે કહ્યુંઃ દેવી! તમારી આ તપસ્યાને કેઈ પિછાને કેન પિછાને, પણ એક હૃદય જરૂર એવું છે જે તમારી આ
મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com