________________
* પર 1
દેવીઃ સામાન્ય-સાધનાનું કામ પૂરું કરીને તે વિશેષસાધનાની તરફ કેમ વધી શકાશે ? આપે જ તે તે દિવસે વિષ્ણુશર્માને કહ્યું હતું કે જીવનની થકાવટથી પેદા થવાવાળા સંન્યાસને આપ નથી ચાહતા.
હું એ પણ ઠીક છે, પણ એવા પણ માન હોઈ શકે છે કે જેઓ સામાન્ય-સાધનાનું કામ પૂરું કરીને પણ ન થાકે, તનથી વૃદ્ધ હોવા છતાં મનથી યુવા રહે.
દેવી. પણ આ હરેકના વશની વાત નથી.
હું પણ આ હરેકના વશની વાત છે કે તે વિશેષ સાધનાને માટે માનવ બનાવીને દઈ દે. તમે પ્રિયદર્શનાનું નિર્માણ કરતાં કરતાં જે થાકી જાઓ તે પણ તમે તેને વિશેષ સાધનાને યોગ્ય તે બનાવી જ શકે છે. તમારી આ સાધનાનું મૂલ્ય કંઈ ઓછું નહિ હશે, વિશેષતઃ એ અવસ્થામાં જ્યારે કે મારી સામાન્ય-સાધનાને બેજે પણ તમે પિતાના ઉપર લઈ લો.
અત્યાર સુધી પ્રિયદર્શના વારાફરતી અમારા બંનેના મેં તરફ જોયા કરતી હતી. જ્યારે હું બેલ ત્યારે મારી તરફ અને દેવી બેલતાં હતાં ત્યારે દેવીની તરફ. એ બચ્ચી ગંભીર ચર્ચા તે શું સમજતી, પણ મુખમુદ્રાને વાંચવાની ચેષ જરૂર કરતી હતી. મારી વાત સાંભળીને જ્યારે દેવીના મુખમંડલ પર ચિન્તા છવાઈ ગઈ ત્યારે એણે માતાની વેદના વાંચી અને
એ દેવીને ગળે હાથ નાખી છાતીએ બાઝી ગઈ. | દેવીએ પણ એના કપેલ ચૂમી એને બને હાથએ જકડી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com