________________
: ૪૯; હુ નર તે નિમિત્ત માત્ર છે, બધી સાધના નારીની છે. સાધારણુપ્રાણિજગતમાં સત્તાને પિતાને ક્યારે ઓળખે છે? ત્યાં માતા જ સન્તાનને માટે બધું છે. દેવી પણ મનુષ્ય તે સાધારણુપ્રાણિજગત્ જેવો નથી.
હું નથી. છતાંય અહીં લેકેક્તિ પ્રચલિત છે કે સો પિતાની બરાબર એક માતા હોય છે. તે અતથ્ય નથી. નારીનું જે આ શતગણું મૂલ્ય છે એનું કારણ સન્તાનના પ્રત્યે એની શતગુણ સાધના જ તે છે.
દેવીઃ પણ એની મતલબ તે એ જ છે કે પ્રકૃતિએ અન્ય જાતિની માદાઓ પર સાધનાને જે જે નાખે છે તે માનવી નારી ઉપર પણ નાખે છે. આ દષ્ટિએ માનવીનું પણ માતાના રૂપમાં સેગણું મૂલ્ય છે. પણ પ્રકૃતિપ્રદર આ સાધનાથી તે ફક્ત પ્રાણીનું નિર્માણ થવા પામે છે, માનવનું નહિ. માનવનું નિર્માણ તે ત્યારે જ થાય છે જ્યારે નારીની સાધનામાં નર પણ ખભેખભે મિલાવી આગળ વધે છે. પશુના બચ્ચાની અપેક્ષાએ મનુષ્યના બચ્ચાને જે અસંખ્ય ગણે વિકાસ થાય છે એમાં નારીની સાધના કરતાં નરની સાધનાને જ વિશેષ અંશ છે.
હું બહુ ઠીક કહ્યું તમે, એ જ વિશેષ અંશને પૂરે કરવા માટે જ તે મારે નિષ્ક્રમણ કરવાનું છે. આજ મનુષ્યના બચ્ચાને વિકાસ અટકી ગયો છે અથવા તે પશુતા યા દાનવતાની તરફ ઝુકી પડે છે. નારી પિતાની સાધનાનું કામ પૂરું કરી રહી છે, પણ નર પિતાની સાધનાના કામમાં પાછા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com