________________
વનમાં પિતાની સાથે રહેવાની અનુમતિ દેવી પડી ત્યારે દેવીએ ધીરેથી મારી જાંઘમાં ચુંટી ભરી.
તાત્પર્ય સ્પષ્ટ હતું. દેવીને એ નિશ્ચય થઈ ગયો હતો કે આજે નહિ તે કાલે હું વનગમન કરનારો છું, માટે દેવીની ઈચ્છા છે કે હું એમને વનમાં સાથે રાખું. જે રામની સીતાદેવી રામની સાથે વનવાસ કરી શકે છે, તો વર્ધમાનની યશદાદેવી વર્ધમાનની સાથે શું કામ ન કરી શકે ? આ જ વાત સમજાવવા માટે દેવી અત્યધિક અનુરોધથી મને રામલીલા દેખાડવા લાવ્યાં હતાં. રામના વનગમનમાં અને વર્ધમાનને વનગમનમાં જે અન્તર છે, ઉદેશ અને પરિસ્થિતિને જે ભેદ છે તે દેવીના ધ્યાનમાં નહોતો આવતો. અસ્તુ.
રામલીલા આગળ ચાલી. રામની સાથે લક્ષ્મણ પણ તૈયાર થયા. રામે ઘણું મના કરવા છતાં લક્ષ્મણ ન માન્યા. લક્ષ્મણને આવેશ, જોશ, રાજમહેલનાં ષડ્યુંન્ને પ્રત્યે ઘણા, કૈકયીના નામ પર દાંત પીસવા, દશરથના નામ પર રેષાવેશ ઠાલવવો વગેરે લક્ષમણને અભિનય બહુ સુન્દર બનવા પામ્યો હતું. આ વિષયમાં પણ રામને પ્રેમપરાજય થયો. એમને લક્ષમણને સાથે રાખવાની અનુમતિ દેવી પડી.
નિઃસંદેહ, રામાયણમાં લક્ષમણનું સ્થાન ઘણું ઊંચું છે. એ લક્ષમણ જ હતા જેમણે પિતાની ઉદારતાથી બતાવી આપ્યું કે બે ભાઈ મળીને નરકને સ્વર્ગ બનાવી શકે છે, જંગલમાં પણ મંગલ કરી શકે છે.
એ પછી તે પરમ કરુણ દશ્ય આવ્યું જેમાં લક્ષ્મણ પિતાની પત્ની ઊર્મિલાદેવીથી વિદાઈ લે છે. લક્ષમણે રામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com