________________
આવતાં જ એમણે પિતાના ચહેરા પર મુસ્કાન લાવવાની ચેષ્ટા કરતાં કહ્યું: આર્યપુત્રને વધાઈ!
મેં પૂછ્યું કઈ વાતની ?
દેવીએ કહ્યુંએક દિગ્ગજ વિદ્વાનને ચપટીઓમાં પરાસ્ત કરવાની.
મેં હસતાં કહ્યું: યદિ દિગ્ગજ વિદ્વાન પરાસ્ત ન થયા હત, આર્યપુત્ર પરાસ્ત થયા હતા તે કેને વધાઈ આપત?
દેવીએ તરત નિઃસંકોચપણે હસીને કહ્યું. તે પિતાને. મેં મુસ્કાનને જરા વધારીને કહ્યું: વાહ રે! પતિપ્રેમ! દેવી બોલ્યાં પતિપ્રેમ છે માટે જ તે ! હું એ જ માટે તમે પતિને પરાજય પસન્દ કરે છે ?
દેવી અગર પરાજય મિલનને સ્થાયી બનાવી દેવાવાળે હોય તે એને પતિપ્રેમની નિશાની સમજવી જોઈએ.
એમ કહેતાં કહેતાં દેવી મારા મેળા ઉપર લેટી ગયાં અને વળી બેલ્યાં:
હું જાણું છું કે આપ ઘણી ઊંચાઈ પર છે, પણ ન તો મારામાં એટલી ઊંચાઈ સુધી ચડવાની તાકાત છે, ન આપને દૂર રાખવાની હિમ્મત, એ જ માટે આપને નીચે ખેંચવાની ધૃષ્ટતા કર્યા કરું છું. આ ધૃષ્ટતા સિવાય મને કેઈ બીજો ઉપાય જ નથી સૂઝતો.
પાછલું વાક્ય બોલતી વખતે દેવીને સ્વર બદલાઈ ગયો, અવાજ રુંધાયેલ ગળેથી આવ્યું અને મારી જાંધ પર એક આંસુ પણ ટપકયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com