________________
: ૪૦ :
ઈન્કાર કરી દે?
હું પણ ધર્મચકવતની છાયામાં રહેવા માટે વિરલા જ તૈયાર થાય છે.
શર્માજી આશ્ચર્યથી મોટું દબાવી રહી ગયા, ડીવાર સ્તબ્ધતા રહી, પછી એમણે કહ્યું: શું ધર્મચકના દ્વારા આપ દિગવિજય કરવા ચાહો છે? પણ એથી શું લાભ?
હું કોને લાભ? મારે યા સમાજને ?
શર્માઃ આપને અને સમાજને પણ? આ કામમાં જિન્દગી નિકળી જશે, પણ સફળતા ન મળવાની. જીવનભર કષ્ટ ઉઠાવતા રહેવું પડશે, તે આપને શું લાભ મળ્યો? રહી સમાજની વાત. સમાજ તો કૂતરાની પૂંછડી જે છે. તે કદિ સીધી ન થવાની. જુઓને, વેદનાં નિરર્થક ક્રિયાકાંડના વિરેાધમાં ઉપનિષત્કાએ કેવાં કેવાં વાક્ય લખ્યાં, વેદને અપરા વિદ્યા કહી નાખી, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા કરી દીધી, પણ યજ્ઞકાંડે જરા પણ ન ઘટ્યાં. સમાજ રૂઢિઓને દાસ બને જ છે; અને અમે લોકો પણ એ દાસત્વથી છૂટવા પામતા નથી, છૂટીએ તે ભૂખે મરી જઈએ.
હું પણ અગર આપ ભૂખે મરવાની હિમ્મત કરી શકત તે ભૂખે પણ ન મરવું પડત; આ દાસત્વથી પણ છૂટત અને સમાજને પણ છોડાવત.
શર્મા પણ સ્ત્રી-બચ્ચાંનું શું થાત?
હું: હા, એક બળદ બે ગાડીઓમાં એકીસાથે નથી જોડાઈ શકતે, અને એ જ કારણ છે કે મારે માટે ક્રાન્તિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com