________________
: ૩૮ : હું” કહીને હું થોડી વાર ચૂપ રહે. અત્યાર સુધી અમે લોકે ઊભા જ હતા. મેં કહ્યું. તે બેસે. મેં એમને આસન બતાવ્યું. હું પણ એક આસન પર બેસી ગયે. બેઠા પછી મેં પૂછયું કાલે આ૫નું પ્રવચન કયા વિષય પર થયું હતું ?
વિષ્ણુઃ વિષય હતો ગર્ભગના સમન્વયને. એમાંરાજર્ષિ જનક અને શ્રીકૃષ્ણનાં ઉપાખ્યાન કહેવામાં આવ્યાં હતાં.
હું બહુ જ સારે અને ઉપયોગી વિષય હતે. વિષ્ણુ શું આપ કર્મવેગને માને છે ? હું માનું છું.
વિષણુ પણ મેં તે સાંભળ્યું છે કે આપ સંન્યાસની તૈયારી કરી રહ્યા છે.
સમજી તે હું પહેલાં જ ગયો હતો કે શર્માજી કેમ આવ્યા છે? જ્યારે એમને મેકલવામાં યશદાદેવી અને માતાજીનો હાથ હતો ત્યારે આવવાને ઉદ્દેશ સ્પષ્ટ જ હતું, પણ જ્યારે એમણે મારા સંન્યાસની વાત ઉઠાવી ત્યારે રહ્યોસ સદેહ પણ દૂર થઈ ગયે. એમ છતાં મેં મારે મનેભાવ દબાવીને કહ્યું: કર્મવેગની સાધના માટે જે સંન્યાસની જરૂર પડે છે તે જ સંન્યાસની તૈયારી હું કરી રહ્યા છું, જીવનની થકાવટની પછી પેદા થવાવાળા સંન્યાસની નહિ અથવા સંસારમાં શાન્તિપૂર્વક રહેવાની અસમર્થતાથી પેદા થવાવાળા સંન્યાસની નહિ.
શર્મા શું આપ માને છે કે સંન્યાસ પણ કર્મયોગની ભૂમિકા બની શકે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com