________________
પણ આપત તો પણ જ્યાં સુધી તમને હું મારા નિષ્ક્રમણની ઉપયોગિતા ન સમજાવી દેત ત્યાં સુધી નિષ્ક્રમણ ન કરત. હા, એ સંભવિત ખરું કે ધીરે ધીરે મારી મનોવૃત્તિ અને દિનચર્યા એવી બદલાઈ જાય કે શાયદ તમારે માટે મારું જીવન ઉપયોગી રહે નહિ.
દેવી ડીવાર વિચારમાં પડ્યાં, પછી ત્યાં આપનાં નિત્ય દર્શન જ મને પર્યાપ્ત છે દેવ ! આપને હાથ મારા મસ્તક પર રહે, આપના વક્ષસ્થલ પર કયારેક ક્યારેક શિર ટેકવી શકું એટલી જ ભિક્ષાની હું ભિક્ષુ છું. જાણું છું કે આપ કેવલ એક રાજકુમાર જ નથી, એક રાજકુમારીના પતિ જ નથી, કિન્તુ લેકેત્તર મહાપુરુષ છે. આવા મહાન લેકેત્તર મહાપુરુષની પત્નીના ગૌરવને યોગ્ય હું નથી. જ્યારે કેઈ વખત મારા દિલમાં આ વિચારો આવે છે ત્યારે મારી ક્ષુદ્રતાને ખ્યાલ કરી હું સંકેચાઈ જાઉ છું. છતાંય આપની પત્ની નહિ, તે આપની દાસીનું સ્થાન સુરક્ષિત રાખવા ચાહું છું.
આમ કહીને દેવીએ મને જોરથી જકડી લીધા. એમનાં આંસુઓથી મારું વક્ષસ્થલ ભીંજાવા લાગ્યું. આખર આજે પણ વાત અધૂરી જેવી રહી. હું સાત્વના આપી ચાલ્યા આવ્યા.
૭. સંન્યાસ અને કમલેગ હવે ગરમી વધારે પડવા માંડી છે, એથી આજ શા પ્રાસાદની છત પર લગાવવામાં આવી હતી. દેવીની શય્યા પણ અનતિદ્દર હતી. પશ્ચિમમાં લાલિમા લુપ્ત થતાં જ હું છત પર ચાલે ગયે. બધા લોકો કામકાજમાં હતા એથી છત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com