________________
: ૩પ : ન જાણે, શું શું કરી નાખે છે અને માતાજી તો માતાજી છે. આવા અવસર પર એમના શરણે જવામાં મને શું શરમ આવતી ? હું મારી અન્તર્વેદના આપને શી રીતે બતાવું? અગર હૃદય ચીરીને બતાવવા જેવી ચીજ હોત તો હું બતાવી દેત કે આપના મુખથી નિષ્કમણની વાત સાંભળ્યા પછી એની અન્દર કે હાહાકાર મચે છે !
આમ કહેતાં કહેતાં એમનાં આંસુઓથી મારા પગ દેવાવા માંડ્યા. ' કહ્યું. માતાજીની પાસે જવા માટે ઓળભે નથી આપી રહ્યો દેવી ! એ તમારે અધિકાર હતું, અને ઉચિત પણ હતું. હું તો ફક્ત મારા મનની અધૂરી વાતને પૂરો ખુલાસે કરી દેવા ઈચ્છું છું.
આમ કહેતાં કહેતાં મેં દેવીને ઉઠાડી ઊભાં કર્યા. તેમણે પિતાનું મસ્તક મારા વક્ષસ્થલ પર ટેકવી દીધું. મેં મારા ઉત્તરીયથી એમનાં આંસુ લૂછયાં. ક્ષણભર શાન્ત રહીને મેં કહ્યું. હું ત્રણ દિવસ પહેલાં તમને જે વાત કહેવા ચાહતે હતો તે હું કહેવા પામ્યું નહોતું. તે દિવસે ચર્ચા અકસ્માત્ જ કયાંયથી કયાંય જઈ પહોંચી હતી.
દેવીએ કહ્યું. તે દિવસે ખરેખર ચર્ચા કઢંગી થઈ ગઈ. મેં જ મારી મૂર્ખતાથી એક અટપટો પ્રશ્ન પૂછી નાખ્યો. ' કહ્યું. પ્રશ્ન તે અટપટે નહેતે, પણ ન જાણે કેમ વાત કયાંયથી કયાંય જઈ પહોંચી. ખેર, હવે કહી દઉં. યદ્યપિ હવે હું માતાજીને વચન આપી ચુક્યો છું, પણ અગર ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com