________________
: ૩૦ : આપી શકે છે? મનુષ્ય તે આપી જ નથી શકત, પણ દેવતા પણ નથી આપી શકતા. આવા અસંભવ કાર્યની શું કામ ચિન્તા કરે છે મારા લાલ !
પાછલી વાત બેલતાં બોલતાં માતાજીની આંખો ભીની થઈ ગઈ અને એમને અંચલ આંખે મસલવા લાગ્યા.
માતાજીની આ વેદના જોઈ મારું હૃદય પીડાવા લાગ્યું, છતાં મેં ધીરજથી ઉત્તર આપેઃ
માતાજી, ખરેખર દેવતા આ કામ નથી કરી શકતા, કેમકે દેવતા કૃતકૃત્ય હોય છે, પણ મનુષ્ય કૃતકૃત્ય નથી હોતે, તે કર્તવ્ય કૃત્ય હોય છે, કર્મઠતા જ એનું જીવન છે. તે અસંભવને સંભવ કરી શકે છે. હું જગતને જીતીશ અને એને બદલી નાખીશ.
મારાં ઓજસ્વી વાક્યો સાંભળી માતાજીના ચહેરા પર ફરી તેજ દેખાવા લાગ્યું. એમણે પ્રસન્નતાથી મારા મસ્તક પર હાથ ફેરવતાં કહ્યું: સારી વાત છે બેટા, તમે જગવિજયી બને ! ચક્રવતી બને ! દુનિયાને જીતી અનીતિ-અન્યાય બધા દૂર કરી દે ! આ ઉદાસીનતા છેડે. ' કહ્યું મા ! હું એથી જ તે ઉદાસીન બન્યો છું. ઉદાસીન બન્યા વિના તે જગને જોઈ પણ નથી શકતે.
માતાજી મારા મોં તરફ જતાં રહ્યાં. મેં કહ્યું ઠીક જ કહું છું મા ! ઉદાસીનને અર્થ છે –બાલન, અર્થાત્ ઉપર બેઠેલ. જે જેટલું વધારે ઉદાસીન અર્થાત્ ઉપર બેઠેલો હોય છે તે તેટલું જ વધારે દેખી શકે છે. ભૂતલ પરથી જેટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com