________________
: ૨૮ : જગનાં આંસુ મને પોતાની તરફ ખેંચી રહ્યાં છે અને ઘરનાં આંસુ મને કેદ કરી રહેલ છે. આંસુઓમાં કદ્ધ મચ્યું છે. ક્યારે કેને વિજય થશે, કોને ખબર?
૫. માની શક્તિ આજે માતાજીએ મને બોલાવ્યું હતું એટલે હું એમના ઓરડામાં ગયા. માતાજીની વત્સલતાનું શું પૂછવું? પણ એની સાથે આજે તેઓ પણ કંઈ આદર જેવું કરવા લાગ્યાં. વત્સલતા અને આદરનો મેળ કંઈક વિચિત્ર જે બને છે, એથી એ કંઈક અસ્વાભાવિક જ લાગે. આજ હું એમને ચરણસ્પર્શ પણ કરવા ન પામ્યું કે એમણે વચમાં જ પકડીને મને પિતાની બરાબરીએ શય્યા પર બેસાડ્યો. એક દાસી આવી પંખે કરવા લાગી, બીજી સુવર્ણઝારીમાં સુગન્ધિત જળ લઈ ઊભી રહી. આ પ્રકારની સગવડ છે કે માતાજીને ત્યાં મને પહેલાં પણ મળતી રહી છે, પણ આજ જે શીવ્રતા હતી, જે સભ્રમ હતો તે પહેલાં નહેતાં થતાં. સમજી ગયો કે યશેાદાદેવીના દ્વારા મારા માનસસમાચાર અહીં પહોંચી ગયા છે.
માતાજીએ મારા ચિબુક (હડપચી)ને હાથ લગાવી કહ્યું: બેટા, સાંભળું છું કે આજકાલ તમે બહુ ઉદાસ રહે છે. અગર કોઈના તરફથી કઈ અપરાધ થઈ ગયે હોય તો તમે ઈચ્છાનુસાર દંડ આપી શકે છે, પણ આ પ્રમાણે ઉદાસ બનવાની શી જરૂર ? ' મેં કહ્યું–અપરાધ બદલ જે લેકેને હું દંડ દઈ શકું છું તેમાંથી કેઈએ કોઈ અપરાધ કર્યો નથી; બલકે એમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com