________________
: ૨૬ :
દેવીને માઠું ન લાગે એ માટે જવાબમાં મેં પણ હસી દીધું, પણ એ હાસ્ય વધુ વખત ન ટકી શકયું. મેં ગંભીરપ્રાય બનીને કહ્યું: મોક્ષને પાઠ પઢાવવાના પહેલાં તો મારે મોક્ષ પ્રાપ્ત કરવું પડશે અને એની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું પડશે. મુક્ત જ મુક્તિને પાઠ પઢાવી શકે છે, બીજાઓને મુક્ત બનાવી શકે છે.
દેવી થેડીવાર ચૂપ રહ્યાં, પછી બોલ્યાં સારું, મુક્તિને અભ્યાસ કરે! હું મુક્તિસાધકની સેવા કરીને જ પિતાને કૃતકૃત્ય સમજીશ.
હું: પણ વૈભવ અને વિલાસની સાથે સેવા કરાવતા રહીને મુક્તિની સાધના નથી થતી અને એની પરીક્ષા દેવી
એ તે વળી વધારે કઠિન છે. ઘેરાતિઘેર સંકટો ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના અને સંકટમાં સ્થિર રહ્યા વિના કેમ સમજી શકાય કે હું મુક્ત છું. એ પરીક્ષા ઘરમાં નહિ, વનમાં થશે.
સંભવતઃ ચર્ચા કંઈક વધુ આગળ ચાલત, પણ એટલામાં આવી ગઈ વાસતી. આજ એ હાંસીખોર યુવતીના ચહેરા ઉપર પણ હાસ્ય નહતું. આ તરફ અમારા બંનેની ગંભીર ચર્ચાએ પણ અમારા બંનેના ચહેરા ગંભીર બનાવી દીધા હતા. એથી એ આવીને ચૂપચાપ ઊભી રહી. મેં પૂછયું: કંઈ ખાસ વાત છે વાસન્તી !?
વાસન્તીએ કહ્યું. જી હા, ચાંડાલવસ્તીથી માધુરિક આવ્યું છે અને કહી રહ્યો છે કે આજ સવારે શિવકેશી મરી ગયે.
મરી ગયે !” આશ્ચર્ય પૂર્વક દોહરાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com