________________
ઃ ૨૫ :
ફૂટી લીધા છે અને કોઈ શક્તિ એને રોકવા પામતી નથી, માટે એનામાં મનુષ્યતાના ભાવ ભરવા માટે મારા જેવા જાતિ માણસે જીવન ખપાવવું જરૂરી છે.
વાતનીવાતમાં હું એક પ્રવચન જેવું કરી ગયા. દેવી પશુ ધ્યાન દઈ મારું વક્તવ્ય સાંભળતાં રહ્યાં અને એ પૂરું થતાં પણ કંઈ ન ખાલ્યાં, પણ એમના ચહેરા પરથી જણાઇ આવતુ હતું કે એ કંઇ કહેવા ચાહે છે. હું પણ ઉત્સુકતાથી એમના મુખ તરફ એવી રીતે જોતા રહ્યો કે જાણે હું કંઇક સાંભળવા ચાહું છું.
ઘણા સંકાચથી અને ધીમા સ્વરમાં એમણે કહ્યુ કે આપના પ્રયત્નથી જરૂર દુનિયાનાં ઘણાંખરાં દુઃખા દૂર થશે, પણ પ્રકૃતિએ જ પ્રાણીને શું કંઇ ઓછું દુઃખ દઈ રાખ્યુ છે ? એનુ' શું થશે ?
મેં કહ્યુંઃ મારા પ્રયત્નથી જ દુનિયાનાં બધાં પાપ દૂર નહિ થઇ જશે, અને પ્રાકૃતિક કષ્ટો પણ અન્યાં રહેવાનાં, એમ છતાં માણસને એમનાથી બચાવી શકાય છે. અને એ બધુ ખની શકે છે મનુષ્યને જીવન્મુક્ત બનાવીને. જીવન્મુક્તિ, મુક્તિ યા મેાના પાઠ પશુ મનુષ્યને આપવા છે. સભવ છે કે આ મેાક્ષ જ મનુષ્યનાં બધાં દુઃખા પર વિજય પ્રાપ્ત કરવાનુ અમેાધ અને અન્તિમ શસ્ત્ર હાય.
દેવી ચેડીવાર ગ્રૂપ રહ્યાં, પછી મુસ્કાયાં, પછી એમણે હસતાં હસતાં કહ્યું: ડીક છે મેાક્ષના જ પાઠ પઢાવેા ! અને એને માટે પહેલી શિષ્યા મને મનાવા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com