________________
કાર્યકારણની પરંપરાથી સૃષ્ટિ છે અને હરેક કાર્યને માટે નિમિત્ત અને ઉપાદાન બે કારણોની જરૂર છે. બે કારણેમાંથી એક પણ કમ થઈ જાય તે કાર્ય ન થાય, સૃષ્ટિ અટકી જાય, નષ્ટ થઈ જાય. પ્રાણિસૃષ્ટિમાં નારી ઉપાદાન છે અને પુરુષ નિમિત્ત. અતઃ બેમાંથી એકના વિના કામ કેવી રીતે ચાલત?
આ તે થઈ તત્ત્વજ્ઞાનની વાત અને સૃષ્ટિની અનિવાર્યતાની વાત; પણ સૃષ્ટિના સૌન્દર્ય અને રસની દષ્ટિએ પણ નરનારી આવશ્યક છે એ વાત કહેવાની તે જરૂર પણ જણાતી નથી.
મારી વાત સાંભળી દેવી ચૂપ રહ્યાં, એ માટે નહિ કે મારી વાતથી એમને સન્તોષ થઈ ગયે. પણ ફક્ત એ માટે કે વધારે ઉત્તર-પ્રત્યુત્તર કરવાથી કયાંય મારે અવિનય ન થઈ જાય. મિતુ હું એમના મનની વાત સમજતું હતું, અતઃ એમને બોલવાના સંકેચમાં ન નાખતાં મેં કહ્યું: - હવે તમે કહેશે કે જે આમ છે તે કઈ માણસે સંસા રના આ સૌન્દર્યને નષ્ટ કરવાની અથવા રસને સૂકવી દેવાની વાત શું કામ કરે છે? તેઓ શા માટે દુનિયાથી ભાગી નિમિત્ત-ઉપાદાનને સહયેાગ તેડી નાખે છે? આ જ છે ને તમારા મનની વાત ?
દેવીએ શિર ઉઠાવ્યું અને કરુણમિશ્રિત મુસકાનની સાથે શિર હલાવી સ્વીકૃતિ પ્રકટ કરી. ' કહ્યુંઆ જ હું તમને સમજાવવા ઈચ્છું છું. આજ સંસારને આ રસ લુંટાઈ ચૂક્યું છે, સૌન્દર્ય નષ્ટ થઈ ચુકયું છે. રસ અને સૌન્દર્યને છોડ ઊગે અને ફલે, ફળે એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com