________________
: ૨૧ કુંભારના નિભાડાની આગની પેઠે અન્દરને અન્દર જ બળતી રહી શકે છે, પણ માતા તો જ્વાલાની જેમ બળવાની. એમ લાગે છે કે મારે આ માટે કેટલાંક વર્ષ રેકાઈ જવું પડશે. છવ્વીસ વર્ષની ઉમ્મર થઈ ચુકી છે, માટે અમુક જ વર્ષ વધુ શેકાઈ શકું તેમ છું, પણ ન માલુમ ક્યાં સુધી રોકાવું પડે.
ઠીક તે છે, મારા સંકલ્પની પરીક્ષા પણ તે થવી જોઈએ. એ પણ તે માલૂમ પડવું જોઈએ કે તે ક્ષણિક આવેગ નહોતે. એ દરમ્યાન મારા વિચાર પત્નીના મનમાં પણ ઉતારવા જોઈએ. યા તો મારે વિવાહ કરવો જ નહોતું અને કર્યો છે તે ઝટકે મારી તોડવાની નિર્દયતા ન કરવી જોઈએ. અને આ રાહ જોવામાં એક લાભ એ પણ છે કે ભવિષ્યની તૈયારી માટે મને પુરત અવસર મળે છે.
હા, એ ખરું છે કે આજકાલ મારી જેવી મનોવૃત્તિ છે એ જોતાં આ વસન્ત ફીક જઈ રહ્યો છે. મને પિતાની ચિન્તા નથી; મને જે તે વસન્ત એ ગ્રીષ્મ; છતાંય હું ચાહું છું કે મારા કારણે દેવીને વસન્ત ફીક ન જાય. હું એમને કહી દેવાનું છું કે મારા તરફથી તેઓ નિશ્ચિત્ત રહે. જ્યારે હું તેમને મારા ધ્યેય અને કર્તવ્યની સચ્ચાઈ સમજાવી દઈશ અને તેમની અનુમતિ લઈ લઈશ ત્યારે જ નિષ્ક્રમણ કરીશ. તેઓ પ્રસન્ન રહે, ઉન્મુક્ત રહે, પિતાના વસન્તમાં ફીકાપણું ન લાવે.
૪ આંસુઓનું દ્વન્દ્ર વિચાર કર્યો હતો કે આજ દેવીને આશ્વાસન આપીશ. એમની સાથે આજે ઠીકઠીક વાતચીત પણ થઈ, પરતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com