________________
: ૨૦ : નૃત્ય પણ થયાં છે, શૃંગાર પણ થઈ રહ્યા છે, મને રિઝવવામાં પણ આવે છે, પણ તે ઉન્મુક્તપણું નથી જેવું હરસાલી રહ્યા કરતું હતું. દેવીના ચહેરા પર એ દેખાઈ રહ્યું છે કે એમને
આ વખતે આ કામમાં શ્રમ લાગે છે. પહેલાં તેઓ મને પિતાને સાથી સમજતાં હતાં, એથી મને બાંધી રાખવાને પરિશ્રમ એમને નહતો કરે પડતો; હવે એઓ સમજે છે કે હું ભાગી જવાને છું, એથી એ સેવાથી, શિષ્ટતાથી, વિનયથી મને બાંધી રાખવા ચાહે છે. હવે હું એમને સહચર નહિ, પણ આરાધ્ય છું. મારું સ્થાન હવે એમણે પહેલા કરતાં ઊંચું કરી દીધું છે, એટલું ઊંચું કે વસન્તને રસ એટલી ઊંચાઈ સુધી ચડવા પામતું નથી. આમ હમણાં વસન્ત ફીકે પડી ગયો છે.
હાલમાં દુવિધામાંથી પસાર થઈ રહ્યો છું. જગત પિતાની મૂંગી આહાથી મને બોલાવી રહ્યું છે, પણ અહીં હું આંસુઓથી ઘેરાયેલો છું. જગના પ્રત્યે મારું જે કર્તવ્ય છે તે મને દુવિધામાં નાખી રહ્યું છે. એક બુદ્ધિ કહે છે કે જગની સેવા માટે ઘરથી નિકળ! બીજી કહે છે કે એક નિરપરાધ પત્નીને અવૈધવ્યમાં પણ વૈધવ્યની યાતના દેવાને તને શે અધિકાર છે? કમમાં કમ તું ત્યાં સુધી ઘર નથી છેડી શકતે જ્યાં સુધી તેઓ તને દિલથી અનુમતિ ન આપે પણ તે કઈ પત્ની છે જે આવા કાર્યને માટે પતિને અન્તઃકરણથી અનુમતિ આપી દે. અને માતાજી ! એમનું શું પૂછવું ? તેઓ તે શાયદ મારા જવાની વાત સાંભળતાં જ આંસુઓની નદી વહાવવા લાગશે. પત્ની તે લજજાવશ, સંકેચવશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com