________________
: ૨૩ :
એમની જ તરથી ચર્ચા કઈક એવી છેડાઈ કે વાત કયાંનીકયાં જઈ પહેાંચી. વાત એમણે જ છેડી, પણ એક પત્નીની પેઠે નહિ, કિન્તુ એક જિજ્ઞાસુ શિષ્યાની જેમ. એલ્યાં કેઃ—
સંસારમાં એ પ્રકારના પ્રાણી શુકામ બનાવવામાં આવ્યાનર અને માદા ? શું એક જ પ્રકારના પ્રાણી બનવાથી કામ ન ચાલત?
પ્રશ્ન સાંભળી હું દેવીના સુખની તરફ એકીટસે જોઇ રહ્યો. એમની આંખેા નાચની તરફ હતી એથી આંખથી આંખ ન મળી. ક્ષણભર ચૂપ રહી મેં કહ્યું:
કામ ચાલત કે નહિ એ વાત જવા દો, પણ એ મતાવેા કે કામ ચાલત તેા શું સારું હેત ?
આમ કહીને હું' મુસ્કાવા લાગ્યા. એમણે આંખેા ઊચી કરી અને શરમાઈને કી નીચી કરી લીધી. મુસકાન એમના મુખ ઉપર પણ ખેલવા લાગ્યુ. એમણે શિર નીચે રાખીને જ કહ્યું: હું શું જાણું ? આપ જ બતાવેા.
મે કહ્યું તમે જાણા છે, પણ પેાતાના મનની વાત મારા મુખથી પણ કહેવરાવવા ઈચ્છા છે.
મારી વાત સાંભળતાં જ એમનું મુસકાન હાસ્ય ખની ગયું અને લજ્જાને ભાર એટલેા વચ્ચે કે એમનું મસ્તક ઝુકીને મારી જા'ઘ પર આવી ગયું.
મે પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું: તમારી મતલબ સમજું છું દેવી ! પણ પહેલાં શાસ્ત્રીય પ્રશ્નના શાસ્ત્રીય ઉત્તર જ
આપું છું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com