________________
દરનું દેખાય છે. પ્રાસાદ ઉપર બેસીને જેવાથી એથી ઘણું વધારે દેખાય છે. ગિરિશંગ પર બેસી દેખવાથી એથી પણ વધારે. જે જેટલો વધારે ઉદાસીન, તે તેટલો જ વધારે દ્રષ્ટા.
માતાજી મારી વાત સાંભળી ચકિત તો થઈ ગયાં પણ સન્તુષ્ટ ન થયાં. એમણે સદેહના સ્વરમાં પૂછ્યું પણ ઉદાસીન થવાથી ચક્રવર્તી કેમ બની શકશે બેટા ?
મેં કહ્યું. મારે ચક્રવર્તી બનવાની જરૂર નથી મા ! ચકવર્તી બનીને પણ હું એ અપરાધીઓને દંડ નથી દઇ શકતે જેમને ઉલ્લેખ હમણાં હું કરી ચુકી છું. રામચન્દ્રજી ચકવતી હતા, સમ્રાટ હતા, પણ તેઓ શું કરી શકયા ? એક શૂદ્ધના તપસ્યા કરવા ઉપર એમને ઈચ્છા ન હોવા છતાં એને વધ કરવો પડે. ચક્રવર્તી લેકેના હૃદય પર શાસન નથી કરી શકો, અને હૃદયપરિવર્તન કાર્ય તે એને માટે અસંભવ છે. એ ચક્રવર્તી બનીને હું શું કરવાને?
માતાજી ફરી બેચેન બન્યાં, પણ તેઓ વધુ કંઈ ન બેલી શકયાં. ફક્ત એટલું જ કહ્યું તે પછી ? ' કહ્યું: મારે એને માટે બહુ ભારે સાધના કરવી પડશે મા ! નિષ્ક્રમણ કરવું પડશે, વર્ષો લગી તપસ્યા કરવી પડશે અને કલ્યાણને માર્ગ બનાવી દુનિયાને એની ઝાંખી બતાવવી પડશે. એક મહાન આધ્યાત્મિક જગતની રચના કરવી પડશે.
માતાજી કાતર સ્વરમાં બેલ્યાં એ ઠીક છે બેટા! તમે જગતનું કલ્યાણ કરશે, એને તાપ હરશે, પણ શું માના સંબંધમાં તમારું કે કર્તવ્ય નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com