________________
: ૧૯ : દરણીય અતિથિ છું. હું કઈ અગવડના કારણે જરા પણ અપ્રસન્ન ન થવા પામું એની પૂરી ચેષ્ટાઓનું ફળ એ આવ્યું કે આ વર્ષને વસન્ત ફીકે પસાર થઈ રહ્યો છે.
ગત વર્ષે આ જ વસન્તના દિવસે હતા, દેવીએ તે દિવસે સખીઓની સાથે મળીને માળાઓ ગૂંથી હતી, એટલામાં પહોંચ્યો છું અને હસીને કહ્યું: આજ તો ફૂલોને હેર ભેગે કર્યો છે, કામદેવની આયુધશાળા પર છાપો માર્યો છે શું ? | મારી વાત સાંભળી બધી હસવા લાગી. કેટલીક શરમાઈ પણ. પણ બેલકણી વાસની બેલીપણ કુમાર, કામદેવની આયુધશાળા તૂટતાં લૂંટતાં સખીની આંગળીઓ થાકી ગઈ છે.
મેં કહ્યું તે તમે બધી શા માટે છે? તમારાથી એટલું પણ ન થયું કે સખીની આંગળીએ દબાવી એમની થકાવટ દૂર કરી દેતે ?
પણ વાસન્તી ન શરમાઈ, ન તે ચૂપ રહી. એણે તરત જ જવાબ આપે કે એ બધું અમે કરી ચુક્યા, પણ કોમલાંગીએના દબાવવાથી થકાવટ શી રીતે દૂર થઈ શકે, એ માટે તે કુમારસરખા અશક્ત હાથ જોઈએ.
બધાને અટ્ટહાસ હવામાં ગુંજી ઊઠો, અને મેં આગળ જઈ દેવીના બંને હાથ પકડી લીધા અને આંગળીઓ દબાવવા લાગ્યો. દેવી શરમાઈ ગયાં, એમણે આંગળીઓ છેડાવવાનું નાટ્ય કર્યું, પણ આંગળીએ છેડાવી નહિ. બધી મુસ્કાવા લાગી. ગતવર્ષને વસન્ત આ જ રસીલો હતો. આ વર્ષને વસન્ત ફીક છે. દેવીએ માળાઓ આ વખતે પણ બનાવી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com