________________
: ૧૮ : હરેક ક્ષત્રિયાણીના પિતા, પુત્ર, પતિ યુદ્ધક્ષેત્રમાં જતા હોય છે અને ક્ષત્રાણી આરતી ઉતારી એમને વિદાય કરે છે. યુદ્ધ ક્ષેત્રમાં વિદાય કરવા માટે કેવા કઠેર હૃદયની આવશ્યકતા છે એ કહેવાની જરૂર નથી; અને એવું જ હૃદય ક્ષત્રિયાણીને મળેલું હોય છે. તે પછી તમારા હૃદયમાં આટલી કાતરતા કેમ? | દેવીએ કહ્યું: દેવ, ક્ષત્રાણી વિદાયની આરતી ઉતારે છે, પણ તે વખતે અન્ડર--અન્દર તે પિતાનાં આંસુઓને જે પી જાય છે તે કેવળ એ જ આશા ઉપર કે ફરી કઈ દિવસે તે સ્વાગતની આરતી પણ ઉતારશે. પણ નિષ્કમણમાં આ આશા ક્યાં ?
આમ કહેતાં કહેતાં દેવીનું ગળું ભરાઈ આવ્યું અને મારા ખોળામાં માથું છુપાવી તેઓ ધ્રુસકે ધ્રુસકે રેવા લાગ્યાં. | મારી આંખે પણ ભરાઈ આવી અને ગળું પણ ભરાઈ ગયું, એથી હું ફરી કંઈ કહી શક્યો નહિ. સ્નેહથી એમના શિર પર અને પીઠ પર હાથ ફેરવવા લાગે. ઘણીવારે એમણે માથું ઉઠાવ્યું અને ભીની આંખેથી મને જોવા લાગ્યાં. તે ભીની આંખે મને આ વખતે પણ દેખાઈ રહી છે.
૩. ફીકે વસન્ત પન્દર દિવસથી યશોદાદેવીના વ્યવહારમાં ઘણું અત્તર જોઈ રહ્યો છું. પ્રેમ એ છે થઈ ગયું છે એમ નથી, પણ એમાં ભય, આશંકા ભળવાથી આદર વધી ગયો છે. મારી સૂચનાઓનું તુરત શીધ્રાતિશીવ્ર અને ઠીક-ઠીક પાલન થાય એનું અધિકથી અધિક ધ્યાન રાખવામાં આવે છે.
જાણે કે હું ઘરને આદમી નહિ, પણ બહારને અત્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com