________________
: ૧૫ : જેટલા વધુ દુખી આપણે થઈશું, પરોપકારને માટે એટલે જ વધુ પ્રયત્ન આપણે થશે. ગંભીર બેચેની વિના પ્રયત્ન પણ ગંભીર બની શકતું નથી. પ્રિયદર્શનાના કષ્ટને દૂર કરવા માટે તમે જેટલો પ્રયત્ન કરી શકે છે એટલે જ પ્રયત્ન શું કઈ બીજી કન્યાને માટે કરી શકો છે?
દેવી ક્ષણભર અટક્યાં, પછી બેલ્યાં-નથી કરી શકતી.
હું એનું કારણ એ જ તે છે કે પ્રિયદર્શનાના કષ્ટથી જેટલી બેચેની તમને પેદા થઈ શકે છે તેટલી બીજાના કષ્ટથી નહિ.
દેવીઃ આપ બરાબર કહો છે.
પછી મેં ચહેરા પર જરા સ્મિત લાવીને કહ્યું હવે તે તમે મારી બેચેનીનું કારણ સમજી ગયાં હશે.
શિષ્ટતાવશ દેવીએ મુસ્કાઈ દીધું, પણ મને એ સમજવામાં વાર ન લાગી કે એ મુસ્કાવાના રંગની નીચે ચિન્તાને રંગ હતો, જે એ મુસ્કાવાના રંગથી ગાઢ હતો. થોડીવાર ચિંતા કરીને દેવીએ કહ્યુંઃ આપનું કહેવું ઠીક છે, પણ મનુષ્ય અધિકથી અધિક આત્મકલ્યાણ જ કરી શકે છે. જગતને સુધારવાની ચિંતા કરીને પણ થવાનું શું? જગત્ તો અપાર છે. આપણે એની ચિંતા કરીને પણ પાર પામી શકતા નથી, તે પછી આપણું જ કલ્યાણ કેમ ન કરીએ?
દેવીની આ તાર્કિકતા જોઈ મને આશ્ચર્ય ન થયું. વાત એમ છે કે દેવીએ કળી લીધું છે કે મારે માર્ગ સર્વસ્વત્યાગનો છે, અને એનાથી બચવા માટે તેઓ પોતાની બધી શક્તિ લગાવી રહ્યાં છે, બુદ્ધિ પર પણ જોર લગાવી રહ્યાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com