________________
૧૪ : જોઈ અને એ દુર્દશાને દૂર કરવામાં મારા અસામને અનુભવ કર્યો એથી રાતના એ બેચેની ખૂબ વધી ગઈ. મને બેચેન જોઈ યશદાદેવીની બેચેની મારાથી પણ ઘણું વધી ગઈ એમણે ફરી ફરી મને મારી બેચેનીનું કારણ પૂછ્યું. પણ હું શું બતાવત ! હું મનમાં ને મનમાં અચકાઈ રહ્યા કે મારી બેચેનીના આ કારણ પર તે બધાં હસવા લાગશે. સાધારણ માણસને સ્વભાવ તે એ છે કે એના ઉપર જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે બેચેન બને છે; બીજાના દુઃખમાં તે ફક્ત સહાનુભૂતિ પ્રકટ કરી શકે છે, પણ સહાનુભૂતિ કરી શકતો નથી, દિનરાત બેચેની રહેવી એ તે ઘણું છેટી વાત. અતઃ મારી બેચેની એ શું સમજે ? એથી મારી બેચેનીની વાત યશદાદેવીને પણ કહેવાનું મન થતું નહતું. પણ એમના અત્યાગ્રહથી મારે બધી વાત કહેવી પડી.
દુનિયામાં ફેલાયેલી તૃષ્ણા, અનીતિ, હિંસા, ધર્માન્યતા, જાતિમદ વગેરેની વાત જ્યારે મેં કહી ત્યારે દેવી શિર નીચું રાખી બધું સાંભળતાં રહ્યાં. પછી એમણે કહ્યું: દેવ, આપની કરુણા અગાધ છે અને આવા કરુણાશાલી પુરુષની પત્ની હોવાનું મને ગૌરવ છે, એમ છતાં આપને પ્રાર્થના કરું છું કે આપ બેચેન ન થાઓ. આપણું દુઃખી થવાથી આપણું લુંટાયેલું સુખ સંસારમાં વહેંચાઈ નહિ જાય. લુંટાયેલું ધન વહેંચાઈ જઈ શકે છે, પણ લુંટાયેલું સુખ વહેંચાઈ જતું નથી. ' કહ્યું પણ જ્યાં સુધી બીજાઓનું દુઃખ આપણું દુઃખ ન બની જાય ત્યાં સુધી એને દૂર કરવાને ગંભીર પ્રયત્ન આપણે શી રીતે કરી શકીએ તેમ છીએ? બીજાઓના દુખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com