________________
ક ૧૩ : છે.” કેટલા મર્મની વાત કહી તેણે. ખરેખર માણસ માણસ તરફ ધૃણા કરી કેટલો અધમ બની ગયો છે!
ઓહવૈદિક ધર્મની હવા કેટલી વિકૃત થઈ ગઈ છે ! એ વિકિયાએ મનુષ્યની મનુષ્યતા છીનવી લીધી છે, કેટલાકને એણે પશુ અને કેટલાકને એણે નારકી બનાવી દીધા છે.
શિવકેશીની ચિકિત્સા માટે જ્યારે મેં વૈદ્યને બોલાવ્યો ત્યારે વિદ્ય ઘા દેખવા માટે એને અડવાની ના પાડી. દૂરથી દવા બતાવી ચાલ્યો ગયો. મારું પદ, વ્યક્તિત્વ પણ એની પાસે આ કામ ન કરાવી શકયું. મારાં પદ અને વ્યક્તિત્વ કરતાં પણ વધી જાય એવી એની પાસે શક્તિ હતી લોકમતની. કેઈને વૈદ્યની બેપરવાઈ અનુચિત ન લાગી. ' ભાઈ નેન્દિવર્ધનને આ વાત જણાવી ત્યારે તેમણે પણ કહ્યું તે ચાંડાલને કેમ અડત?
તાત્પર્ય એ કે પાપ આજ મનુષ્યસમાજને સહજ સ્વભાવ બની ગયા છે. શાસનશક્તિ એનો કશ અવરોધ કરી શકતી નથી. હું રાજા યા સમ્રા બનીને પણ આ દિશામાં કંઈ કરી શકતું નથી. જગત્ની સેવા માટે જંગલમાં જવું પડશે. મહેલોમાં રહેવાથી નહિ ચાલે. પણ આ બધું બને કેમ ? અને ક્યારે ?
૨. ભીની આંખો (૧) યશોદાદેવીની ભીની આંખે મારી આંખોની સામેથી ખસતી નથી. દુનિયાનાં દુઃખે અને અધેરશાહી જોઈ મારું મન બેચેન તે પહેલેથી જ હતું, પણ કાલે શિવકેશીની દુર્દશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com