________________
: ૧૦: પાપ ક્યાં ? આ યુક્તિને જવાબ એનું માથું ફાડીને આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે દૈતવાદમાં આત્મા અને શરીર ભિન્ન-ભિન્ન છે, માટે માથું ફેડવાથી આત્માનું શું બગડયું?
કેટલા મૂખ અને અવિવેકી છે આ પંડિતો ! કેવી વિવેકશૂન્ય એકાન્તદષ્ટિ છે આ માણસોની! અસંયમ, અત્યાચાર, અનીતિ પર ધર્મ અને દર્શનનું કેવું આવરણ નાખે છે આ લેકે ! છતાંય આ લોકોને જોઈ જનતા કિંકર્તવ્યવિમૂઢ છે. જનતા એમની સંસ્કૃત ભાષા સમજતી નથી. એ ભાષામાં કંઈપણ ભેળવી–ઘળી એઓ જનતા પર પિતાના પાંડિત્યની ધાક જમાવે છે. એ મેઘજીવી (હરામખોરે) પૃથ્વીને ભાર છે. પૃથ્વીને આ ભાર કોઈ પણ પ્રકારે ઊતરવો જોઈએ. | દર્શનના આ ઝઘડાઓને દૂર કરવા માટે એકાન્તદષ્ટિને ત્યાગ જરૂરી છે. અનેકાન્ત સિદ્ધાન્ત જ આ મિથ્યાત્વને નષ્ટ કરી શકે છે. તે એક એવી ચાવી છે કે જેનાથી સાધારણ જનતા પણું કર્તવ્ય-અકર્તવ્ય, સત્ય-અસત્યને નિર્ણય કરી શકે છે.
હા, ધર્મ અને જ્ઞાનને જનતાની પાસે પહોંચાડવા માટે જનતાની ભાષામાં બેસવું પડશે. પંડિતેની દુર્બોધ સંસ્કૃતને ત્યાગ કર પડશે. માગધી યા આસપાસની અન્ય બેલીઓથી મિશ્રિત માગધી અર્થાત્ અર્ધમાગધીમાં શાસ્ત્ર બનાવવું પડશે. ત્યારે જ સર્વસાધારણ જનતા ધર્મને મર્મ સમજશે અને આ મોઘજીવી પંડિતની પોલ ખૂલશે અને ધર્મના નામ પર થનારું અધર્મનું તાંડવ નષ્ટ થશે.
પણ આ બધું બને શી રીતે ? કહેવા–બાલવાથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com