Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ તૃષ્ણાના કારણે માણસ પોતાને હમેશાં તરસ્યો (તૃષિત) અનુભવે છે અને બીજાનાં કષ્ટને જેતો નથી. ઈચ્છાપૂતિને આનન્દ ક્ષણભર જ ટકે છે, બીજી જ ક્ષણે ફરી હતી એવી જ તૃષા લાગી આવે છે, એવી જ વ્યથા પેદા થાય છે. આમ સફલતા પણ નિષ્કલતામાં પરિણમે છે. તૃષ્ણાને માર્યા વિના કઈ સાચી સફળતા મેળવી શકતો નથી. તૃષ્ણાને નષ્ટ કરવામાં આવે તે સ્વર્ગની જરૂર ન રહે અને મેક્ષ ઘટઘટમાં વિરાજ. માન થઈ જાય. હું આ મોક્ષ મેળવવા ઈચ્છું છું, કેવળ મેળવવા જ નહિ, કિન્તુ મેક્ષને માર્ગ જગતને બતાવવા ઈચ્છું છું, અને બતાવવા જ નહિ, પણ એ માર્ગ પર દુનિયાને ચલાવવા પણ ચાહું છું. વિચાર કરું છું કે આ બધું કેવી રીતે બને ? આ માટે મારે ડું નહિ, ઘણું કરવાનું છે, જીવન ખપાવવું જોઇશે. પચીસ વર્ષની ઉમ્મર થઈ ચુકી છે. પાછલા દિવસે આ જ વિચારમાં અથવા આન્તરિક તૈયારીમાં વીત્યા છે. પણ ન માલૂમ, હજુ બીજા કેટલા દિવસે વીતશે? કુટુંબીઓના પ્રત્યે પણ મારી જવાબદારી છે, એને કેવી રીતે પૂરી કરું? કેવી રીતે એમનાથી છુટ્ટી લઉં? સમજાતું નથી. હજુસુધી મારા મનની વાત કેઈને માલુમ નથી. માલુમ પડશે ત્યારે, ન માલુમ, શું થશે, કિકળ મચી જશે. મારી રહેણીકરણીથી કુટુંબીઓ કંઈક શંકિત તો છે, પણ એમને શું ખબર કે મારા મનમાં કેવી અશાન્તિ મચી છે. આમ તે મને કઈ વાતનું કષ્ટ નથી. માબાપને દુલારે છું, ભાઈ નન્દિવર્ધન મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 88