Book Title: Mahavir Devno Gruhasthashram Author(s): Satyabhakta Publisher: Mandal Jain Sangh View full book textPage 6
________________ : ૪ : રાકયાં છે, જેમાં વાચકના હૃત્યને દ્રવિત કરી મૂકે એવે કરુણ રસ તે વહે જ છે, ઉપરાંત, યશેાદાદેવી પ્રત્યે મૃદુ, સ્નિગ્ધ અને વિવેકી વ્યવહાર રાખવામાં મહાવીર કેવા શાલીન દેખાય છે એનું ચિત્રણ લેખક તરી ખૂબ સરસ બનવા પામ્યું' છે. પેાતે મહાન સૌભાગ્યશાલી સંજોગે વચ્ચે હાતાં પણ મહાવીર જગતની દુ:ખાર્તા દશા પર કેટલા વ્યથિત રહે છે અને એના ( જગના ) કલ્યાણની જાજ્વલ્યમાન ભાવનાએ પેાતાના સમગ્ર ભૌતિક સુખના ત્યાગ કરી સન્યાસના અતિવિકટ કષ્ટપૂર્ણ ત્યાગધર્મ પર ચડવાને એ કારુણિક પુરુષ કેટલેા ઝ ંખે છે એ બધુ અસરકારક રીતે આલેખીને લેખકે મહાવીરની વાસ્તવિક મહત્તા વાસ્તવિક રીતે પ્રદર્શિત કરી છે. આપણે યાદ રાખીએ કે કોઈ પણ સન્તને જીવનમહિમા વિકાસક્રમે ઊર્ધ્વગામી બને છે અને ઉત્કર્ષની પરાકાષ્ઠાએ પહોંચે છે, તદ્નુસાર આ પુસ્તકમાં મહાવીરના વાસ્તવિક જીવનમહિમા-ગૃહસ્થાશ્રમ, સંન્યાસ, વીતરાગ સાધના અને તીર્થ"કરવરૂપે-ખીલતે જાય છે અને એવે ખીલવા પામ્યા છે કે આજ સુધીના સમગ્ર ગ્રન્થેાની તુલનામાં નવી ભાત પાડતા માલૂમ પડે છે, જે, જૈન પર’પરાની અન્દરના કે બહારના કાઈ પણ બુદ્ધિજીવી વિચારકેાનાં, તટસ્થ મેધાવીએનાં અન્ત:કરણને અવશ્ય આકર્ષી શકશે એમ માનુ છેં. એ મહાત્ પુસ્તક જૈન કે અ–જૈન દરેક સત્યજિજ્ઞાસુએ અવલેાકવા લાયક છે એમ મારી નમ્ર અભિપ્રાય છે. } વિ. સ. ૨૦૧૦-વૈશાખ પાટણ (ગુજરાત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —ન્યાયવિજય www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 88