Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૯
ભૂતિને। મનેાહર સંવાદ આપ્યા છે, એમાં કેશીને શ્રી પાર્શ્વનાથની પર ંપરાના અણુગાર તરીકે ઓળખાવ્યા છે.
શું મહાત્મા બુદ્ધ જૈન સાધુ હતા?
આ બધા ઉલ્લેખેાથી એમ સમજાય છે કે ભગવાન મહાવીરની હયાતિમાં પાર્શ્વનાથના સંધ વિદ્યમાન હતા અને આ સંધની પરપરા તે। મહાવીરના નિર્વાણ પછી ઘણા લાંબા સમય સુધી રહી હતી અને એ પરંપરામાં મહાન આચાર્યાં થયા હતા. ખુદ મહાત્મા ‘મુદ્દ’ પાર્શ્વનાથની જ નિગ્રંથપરંપરામાં અમુક સમય સુધી જૈન સાધુ તરીકે હતા. પાર્શ્વનાથ—સતાનીય કેશી શ્રમણના આજ્ઞાવતિ ૧પેહિત નામના જૈન સાધુથી પ્રતિબદ્ધ બની તેમની જ પાસે એમણે જૈન દીક્ષા લીધી હતી. ખુદ્દ રાજપુત્ર હતા.
જૈન નિશ્ર ંથ-પ્રવચન (શાસન) માં રેપ્રાર્થના, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, અનુષ્ઠાન વગેરે માટે જે જે શબ્દો યેાજાયા છે, એ જ શબ્દો બૌદ્ધ પિટકા અને અન્ય ગ્રંથેામાં સર્વથા સામ્ય કયાંથી ધરાવે ? જૈનાગમા સિવાય ખીજા કોઈ ધર્મ-પંથમાં આ શબ્દો છે પણ નહિ. વળી મુદ્દે કરેલું તપ, સાધના અને દિનચર્યાની વાતા ઔદ્ધ ગ્રંથામાં વવી છે, તે જૈન પરપરા અને માન્યતાને જ અનુસરનારી કયાંથી
૧. જીએ ગ્રન્થ-દશ નસાર’
૨. નમો અરિહંતાળ, નમો સદ્દાનં-બૌદ્ધોની આ પ્રાર્થના જૈન પ્રાર્થના સાથે ઘણું સામ્ય ધરાવે છે.
૩. પુગ્ગલ, આસવ, સંવર, ઉવાસગ, સાત્રગ, અણુગાર, સમ્યકત્વ, ખેાધિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિરતિ વગેરે. જોકે કેટલાક શબ્દોનુ અ સાથે સામ્ય નથી. આ બધા શબ્દે દીધનિકષ, મજિઝમ– નિકાય, મહાવગ્ન વગેરેમાં નાંધાયા છે..