Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૮
ભગવાન મહાવીરે પાતાનુ શાસન સ્વયં લગભગ ૩૨ વર્ષી ચલાવ્યું. જ્યારે ભગવાન પાર્શ્વનાથે પેાતાનું શાસન સ્વયં લગભગ ૭૦ વરસ ચલાવ્યું. પાર્શ્વનાથજીના નિર્વાણ પછી ભગવાન મહાવીરની હયાતિ સુધી તે પાર્શ્વનાથજીનું શાસન પ્રવર્ત્તંતું હતું, એમ જૈનગમેામાં મળતા અનેક ઉલ્લેખાથી નિર્વિવાદ પૂરવાર થાય છે. ખુદ મહાવીરના જ માતા–પિતા પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય હતા, એમ આચારાંગ નામના જૈન આગમમાં સ્પષ્ટ જણાવ્યું છે. રેસૂત્ર કૃતાંગ આગમના નાલંદીયા અધ્યયનમાં ઉદકપેઢાલની ગૌતમ સ્વામીજી જોડે જે પ્રશ્નોત્તરી થઈ, તેમાં પ્રશ્નકાર શ્રાવક ઉદકને શ્રી પાર્શ્વનાથના સંધના શ્રાવક તરીકે સૂત્રકારે ઓળખાવ્યા છે.
ભગવતીજીમાં અનેક સ્થળેાએ વિવિધ હકીકતા—ચર્ચાના પ્રસંગેા સધરાયા છે. ત્યાં વ્યક્તિને પરિચય આપતા વસાયન્તિને, *પાસાવનિષા વગેરે વિશેષણા દ્વારા પ્રસ્તુત વ્યક્તિ શ્રી પાર્શ્વનાથ સંધની છે, એમ સૂચિત કર્યું" છે.
ભગવતીજીમાં ૪કાલાસવેસી' નામના અણુગાર અને અન્ય પસ્થવિરાની પ્રશ્નોત્તરી આવે છે. ત્યાં ગાંગેયનેા તથા તુ ંગિયા નગરીના ૫૦૦ શ્રાવકોને અધિકાર આવે છે. તેમને પાર્સ્થાપત્યકા તરીકે જ ઓળખાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં કેશી ગણધર અને ઈન્દ્ર૧. જૂએ-આચારાંગ–ર, ભાવચૂલિકા ૩, સૂત્ર ૪૦૧. ૨. જૂએ-સૂત્રકૃતાંગ-૨, શ્રુત, નાલંદીયા અધ્યયન.
૩. ભગવતી શતક ૧, ૫, ૯ વગેરે. સ’સ્કૃતમાં ‘પાર્શ્વપત્નીય’ કહેવાય.
૪. ભગવતી શતક ૧, ઉ. ૯, સૂ. ૭૬.
૫. ભગવતી શતક ૫, ૭. ૯, સુ. ૨૨૬ ૬. ભગવતી શતક ૯, ઉ. ૩૨, સૂ. ૩૭૧
૭. ભગવતી શતક ૨, ૩. ૫, સૂ. ૧૧૧
૮. કેશી ગૌતમીયા અધ્યયન ૨૩ મું, ગાથા ૨૩ થી ૩૨