________________
૩૯. જીવનની સુધારણા
જાતને સુધારવા માટે ઘણું સહન કરવું પડશે. અંતરમાં ડૂબકી મા૨વી પડશે. સુંવાળી વૃત્તિઓને ખસેડવી પડશે. પળેપળ સાવધાન રહેવું પડશે, પ્રલોભનો આવશે તેને ફગાવી દેવાં પડશે.
܀
૪૦. ઊનાં આંસુ
આજે જે હસતાં હસતાં પાપો કરી રહ્યાં છે, એ પાપો પછી રોતાં પણ નહિ છૂટે. જે કૂવામાંથી માણસો એ તુચ્છ આનંદનું પાણી ઉલેચી રહ્યા છે, એ કૂવો તો અંતે ઊનાં આંસુઓથી ભરવો પડશે.
૪૧. મૈત્રીની એકતા
દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે ! દૂધે પોતાનો ઉજ્વળ રંગ પાણીને આપ્યો અને પાણીએ જાતને દૂધમાં વિલોપન કરી. બન્ને એક બની ગયાં. આમ મૈત્રીભાવ એટલે જ એકતા.
૪૨. કર્તવ્યનો દીવડો
આજે શબ્દો સોંઘા બન્યા છે, કર્તવ્ય મોંઘું બન્યું છે. પણ યાદ રાખજો કે કર્તવ્યનો દીવડો પ્રગટશે તો જ પ્રકાશ મળશે. કર્તવ્ય વગરનાં ભાષણોથી તો, છે એના કરતાંય અંધારું વધશે.
૪૩. આચરણ
પંડિત વાતોડિયો ન હોય, પણ આચરણ કરનારો હોય. મીઠાઈઓની યાદી ગણાવવા કરતાં એકાદ સૂકો રોટલો પણ પીરસે તે સાચો પંડિત. એ વાણીવિલાસમાં નથી માનતો, પણ આચરણમાં માને છે.
Jain Education International
܀
મધુસંચય * ૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org