Book Title: Karmgyan Bhakti Author(s): Annie Besant Publisher: Gujarat Kathiawad Thiosophical Federation View full book textPage 9
________________ માટે પ્રાણી માત્ર જે જે ફાંફાં મારે છે તે પણ એ જ માટે; અને મનુષ્ય પણ ગમે તેવી આંધળી રીતે, ગમે તેવી મૂર્ખાઈથી, ગમે તેવી ભૂલ કરીને, પણ એ જ આત્માને શોધે છે. સૃષ્ટિની વસ્તુ માત્રમાં આ જે સામાન્ય ક્રિયા છે, અને જીવ માત્રની જે આ સત્ય પ્રવૃત્તિ છે તેને જ પ્રાચીન કાળમાં આત્મશોધ કહેતા હતા. અર્વાચીન શાસ્ત્રોને પણ સૃષ્ટિની આ પ્રવૃત્તિ માન્ય છે. તેઓ “ઇવોલ્યુશન” અથવા વિકાસકમ એવે નામે તેને ઓળખે છે. આ પ્રમાણે જ્યાં જોઈએ ત્યાં, પ્રાચીન કાળમાં કે અર્વાચીન કાળમાં, સર્વત્ર આ આંતર્રવૃત્તિ સ્પષ્ટ માલમ પડે છે. વસ્તુ માત્ર આત્માની શોધ શા માટે કરવી જોઈએ? આ સવાલ સહજ ઉઠે છે. પ્રયત્ન માત્ર એ આત્માને શેધી કાઢવા તરફ જ શા માટે થવો જોઈએ? એનો ઉત્તર એટલો જ છે કે એ આત્મા સર્વમાં વ્યાપી રહ્યો છે. સમુદ્ર, વનસ્પતિ, પથ્થર, જીવજંત તેમ જ મનુષ્ય એ સર્વમાં નામરૂપાદિ બાહ્ય માયાવી ઉપાધિનો અંતરાત્મા એ જ છે. જે આત્મા સૂર્યમાં છે તે જ આત્મા મનુષ્યના હૃદયમાં પણ છે, અને પ્રાણી માત્ર જે સુખ અથવા આનન્દ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98