________________
(૭૦ ) રીતે પ્રાપ્ત થાય? પરમ ભક્તની સ્થિતિએ તેમનાથી શી રીતે પહોંચાય ? આ અને આવા સવાલોને કાંઈક વિચાર હવે કરીશું.
બીજા માર્ગોનાં પ્રથમ પગથી આપણે આગળ તપાસ્યાં તેમ આ માર્ગમાં પણ તપાસીશું. પૂર્ણ પ્રેમને ચિતાર માત્ર આપીને બેસી રહેવું એ કેવળ નિરૂપગી છે. અપૂર્ણ પ્રેમ કેવો હોય છે તે જોયા પછી પૂર્ણ પ્રેમ શું છે તે જોવાથી એ અપૂર્ણતાને બદલે પૂર્ણતા કેવી રીતે લાવવી એ સહજ સમજાશે. સત્ય ભક્તિ અને અનન્ય પ્રેમની સ્વાભાવિક સૌંદર્યતાથી કદાચ આપણે મેહ પામીએ ખરા; પણ આપણો હેતુ એ છે કે એવી સત્ય ભક્તિ અને અનન્ય પ્રેમ આપણામાં કેવી રીતે ઉદ્દભવે તથા તેનું પોષણ શાથી કરવું તે જેવું, જેથી આપણું જીવન પણ સર્વાશે એ સત્ય ભક્તિ અને અનન્ય પ્રેમમય બની રહે.
આ દૈવી પ્રેમ કેવો હોય તેને કાંઈક ભાસ માનુષી પ્રેમ ઉપરથી આવી શકે છે. પ્રેમી મનુષ્યનાં લક્ષણો કેવાં હોય છે તે જાણવાથી ભક્તનાં કાંઈક લક્ષણ સમજાશે. તમારી આખી જીંદગી સુધીમાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com