________________
( ૭ ) છે એટલું જ નહીં, પણ તમારે ગુરૂ, માર્ગદર્શક, અને પ્રેમી છે, અને તેનામાં મનુષ્યના જે સર્વ ગુણ હોઈ શકે તે બધા એકઠા થયા છે. એને માટેના તમારા પ્રેમથી તમારા જીવનમાં કેવો હોટ ફેરફાર થઈ ગયા છે તે જુઓ. તેના તેજમાં વસ્તુમાત્રનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. હવે આવા માનુષી પ્રેમની પરાકાષ્ટારૂપ ભાવના સ્વર્ગ પર્યત પહોંચાડે ઉંડામાં ઉંડા સમુદ્ર કરતાં પણ તેને ઉંડે બનાવે; પ્રેમની વસ્તુ સર્વાશે સંપૂર્ણ ધારો અને તેમાંજ સર્વનો સમાસ થયેલો સમજે. કલ્પના કરો કે તેથી કાંઈ કંટાળો આવતો નથી, તેને જોઈ બસ થયું એમ થતું નથી, આવી ભાવના આવશે ત્યારે જ સમજાશે કે સત્ય ભક્ત પિતાના પ્રેમ અને ભકિતના સ્વરૂપને કેવી ભાવનાથી જુએ છે.
ખરેખરૂં જોઈએ તો મનુષ્યને, ઈશ્વરને મળવાની ઈચ્છા કેટલી થોડી છે, તે બરાબર સમજાવવા માટે સ્વામી વિવેકાનન્દ અમેરીકામાં ભાષણ આપતાં જે વાત કહી હતી તે ઘણી જ અસરકારક હતી. એક દિવસ એક યુવાન કોઈ ગુરૂ પાસે ગયે અને કહ્યું કે મહારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે. તે સાંભળી ગુરૂ હસ્યા, પણ કાંઈ બોલ્યા નહીં. તે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com