________________
( ૭૯ ) ધ્યાનના આનન્દને માટે જ ધ્યાનમાં મચા રહે એ સંભવ છે. પણ જે ખરો ભક્ત ધ્યાન કરે છે તે પિતાના લાભ માટે નથી, તે તે મનુષ્યમાત્રના સ્વભાવમાં જે સ્વાર્થબુદ્ધિ રહેલી છે તેને ઉછેદ કરવા માટે જ ધ્યાન કરે છે, તેને હેતુ પિતાને માટે છે જ નહીં. એટલા માટે બીજું જે કર્તવ્ય છે તે એ છે કે, તેણે જનહિત કરવામાં તત્પર રહેવું જોઈએ. ધ્યાનમાત્રથી તે કૃતાર્થ થાય છે એમ તેણે સમજવું જોઈએ નહીં. તેને પ્રેમ તેના જાતિ ભાઈઓ પ્રત્યે દેરવે જરૂર છે. પછી તેણે પિતાનું જીવન જનકલ્યાણ માટે અર્પણ કરવું જોઈએ. આ પ્રમાણે અર્પણબુદ્ધિ થાય નહીં, ત્યાં સુધી તે સ્વાર્થ બુદ્ધિથી છૂટતો નથી. એટલા માટે બીજાના સુખને માટે તે પોતાનું સર્વસ્વ સર્વદા અર્પણ કરતા રહે છે. અર્પણ બુદ્ધિ રાખવી, દાન કરવું, એજ પ્રેમનું રહસ્ય છે. પ્રેમી જને આવા અર્પણ સિવાય બીજા કશા પર પોતાને હક છે એમ કહેતાજ નથી. પિતાનું દ્રવ્ય, પિતાનું સર્વસ્વ જનહિતાર્થે અર્પણ કરવામાં જ પ્રેમીઓની પ્રેમભાવના વિરામે છે અને તેમને તેના બદલામાં કશું મેળવવાનું હોતું નથી. તેઓ માત્ર એટલું જ માગે છે કે તેમને પ્રેમ મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com