________________
( ૮૨ ) સતસંગ પણ આ માર્ગનું એક સાધન છે. વિષયાલુબ્ધ અને કેવળ સંસારી મનુષ્યોના સહવાસમાં રહેવા કરતાં, ભક્તિમાર્ગમાં આગળ વધેલા, આધ્યાત્મિક વિષયનું શ્રવણ મનન, અને નિદિધ્યાસન કરનાર અને કરાવનાર, અને ધ્યાનનિષ્ઠ પુરૂ
ને સંગ કરવો એ ઘણું જરૂરનું છે. માટે સંત સમાગમ શોધે. મનુષ્યને જેમ સંગતિદોષ લાગે છે તેમ સંગતિથી લાભ પણ થાય છે. બીજા મનુષ્યના વિચારની અસર તેના પર થાય છે, તેથી કરી જેવા મનુષ્યના સહવાસમાં આપણે રહેતા હોઈએ તેવા મનુષ્યના જેવાજ આપણા વિચાર પણ થાય છે. તેથી જે મનુષ્ય સર્વદા વિષયાસક્ત અને સ્વછંદાચારી મનુષ્યના સહવાસમાં રહે, તેણે ધ્યાનનિષ્ટ થઈ આત્માનુસંધાન કરવાની ઈચ્છા રાખવી વ્યર્થ છે. તેને ઈશ્વર પ્રાપ્તિ કેમ સંભવે ? એથી ઉલટું તેણે શાંત રહેવું જોઈએ, સર્વદા પિતાને ધર્મ બજાવતા રહેવું જોઈએ; પણ કાંઈ કરવું જોઈએ માટે જ કરવું એવી મુદ્ર પ્રવૃત્તિ કરવી નહીં. સાધુ, સંત, અને પવિત્ર પુરૂષોને સમાગમ કરી તેમની ઉચ્ચ ભાવના અને વિચારનું અનુકરણ કરવું જોઈએ. ભક્તોને સમાગમ કરવાથી ભક્તિમાર્ગના પ્રવાસીઓને ઘણું ઉત્તેજન મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com