________________
( ૮૪ ) વિષેના આપણા અજ્ઞાનથી. ભક્તશિરોમણું નારદજીએ પણ એજ ઉપદેશ કર્યો છે કે નિરૂપયોગી પુસ્તકો અને મિથ્યાવાદ છોડી દેવાં શાસ્ત્રોનું અને ભક્તોના પ્રસાદરૂપી પુસ્તકનું જ મનન કરવા યોગ્ય છે.
ઉપર બતાવેલાં સાધને ધીમે ધીમે પ્રાપ્ત કરતાં કરતાં, બુદ્ધિપૂર્વક, આગ્રહપૂર્વક અને પૂજ્યભાવથી ભક્તિ કરતાં, ઈશ્વર જે પ્રથમ અદશ્ય હતો તેને સાક્ષાત્કાર થાય છે. આમ થયા પછી તેનું જીવન જ પલટાઈ જાય છે, તેના હૃદયમાં કાંઈક નવિન તત્વ ઉમેરાય છે, અને તેનામાં કાંઈક નવી ઉર્મીઓને એવો વેગ થાય છે કે તે હતો તેના કરતાં કાંઈક જુદેજ થઈ જાય છે. ઈશ્વર સાક્ષાત્કારની ઝાંખી માત્ર થવાથી, મનુષ્યને અંતરાત્મા કેવળ બદલાઈ જાય છે, તેનું હદય કેવળ પલટાઈ જાય છે, બાહ્યસૃષ્ટિને ત્યાગ કરીને તે અંતર્મુખ થઈ રહે છે અને પ્રયત્ન સિવાય તે ઈશ્વરપરાયણ થઈ રહે છે. શ્રીમદભગવદગીતા અ. ૨ ક. ૫૯ માં કહ્યું છે કે – विषया विनिवर्तते निराहारस्य देहिनः ।
रसबर्ज रसोऽप्यस्य परं दृष्वा निवर्तते ॥ ५९॥ Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Soratagyanbhandar.com