________________
ચિંતન કરવા યોગ્ય છે? ઈશ્વર જ્યારે પોતાના દાસને પ્રત્યક્ષ થાય છે ત્યારે તેના દિવ્ય સ્વરૂપના તેજમાં વસ્તુમાત્રને લેપ થઈ જાય છે. આવું દર્શન થયા પછી વિશ્વ પણ કાંઈક જુદા જ પ્રકારનું ભાસે છે. આમ થયા પછી પણ તેને કદી કદી ઝાંખ વળે છે. કદી તે કાંઈ ભૂલ કરી દે છે, છતાં એકવાર તેને દિવ્યદર્શન થઈ ચૂક્યું છે, તેને જ્ઞાન થયું છે, તેનું તેને ભાન છે, અને એજ સ્મૃતિ તેને ત્યારપછી એક મહાન થંભરૂપે ઉપયોગમાં આવે છે. આમ થાય છે ત્યારેજ શ્રીકૃષ્ણ ભ. ગી. અ. ૧૮ લેક ૫૩ માં કહે છે તે પ્રમાણે મનુષ્ય,
अहंकारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्यति निर्ममः शांतो ब्रह्मभूयाय कल्पते ॥५३॥ ક્રોધ પરિગ્રહ દર્પ બળ, અહંકાર ને કામ; મૂકી બ્રહ્મજ થાય કે, નિર્મમ શાંત અકામ. ૨૩
અહંકાર, દુરાગ્રહ, કપટ, માયામાં પ્રવૃત્તિ, કામ, ક્રોધ, સંગ્રહબુદ્ધિ છેડી દઈ, મમતા રહિત થઈ બ્રહ્મભાવને પામવાને, બ્રહ્મત્વ પ્રાપ્ત કરવાને તે યુગ્ય થાય છે. ત્યારે જ તે બ્રહ્મભાવમાં સ્થિર થાય છે. મમતા રહિત અને શાંત ચિત્તવાળો તે બ્રહ્મના દર્પણરૂપ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com