Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation
Catalog link: https://jainqq.org/explore/034919/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ kkbjlièk liks જૈન ગ્રંથમાળા 'ટlclello ‘છઠ્ઠાણ313 કેટheAe-2૯૦ : pIકે ૩૦૦૪૮૪૬ કમે શાન ભકત * જાવ ઉ ડૉ. ઍસન્ટના ભગવદ્ગીતા ઉs ઉપરના વ્યાખ્યાનોનું ભાષાંતર | ગુજરાત કાઠીયાવાડ થીઍીકલ ફેડરેશન ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Surratagyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મ જ્ઞાન ભકિત. ડો. બૅસન્ટના ભગવદ્ગીતા ઉપરના વ્યાખ્યાનનું ભાષાંતર. પ્રસિદ્ધ કર્યા ગુજરાત કાઠીયાવાડ થીઍસોફીકલ ફેડરેશન ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Unnaway. Surratagyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કિમત ૦–૫-૦ પાંચ આના centur~ ~-~-~Drunning પુસ્તક મળવાનું ઠેકાણું વેણીશંકર ગે. ભટ. ફેડરેશન મંત્રી. થીઓસોફીકલ સોસાયટી ભાવનગર. הרנסנסכם મુકઃશા. ગુલાબચંદ લલુભાઈ મહદય પ્રી. પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Suratagyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવિદ્યાથી થતા લાભ. માનસિક પ્રકરણમાં બ્રહ્મવિદ્યાથી જે લાભ થાય છે તે એ છે કે મનુષ્યના જીવન તથા તેના મન સંબંધી જે ગૂઢ સવાલો વારંવાર ઉઠે છે તેનું નિરાકરણ એમાંથી મળી શકે છે. સૃષ્ટિ તથા મનુષ્યના વિકાસને જે કમ બ્રહ્મવિદ્યામાં બતાવ્યા છે તે એવો છે કે તે પરથી આપણી હાલની સ્થિતિ સમજાઇ શકે છે, અને એ સ્થિતિમાંથી આગળ વધવાના સાધને પણ એજ બ્રહ્મવિદ્યામાંથી મળી શકે છે. સાધારણ મનુષ્યમાં જે શક્તિ હાલ અંતશ્ત રહેલી છે તે છે એમ એ સિદ્ધ કરી આપે છે અને જીંદગી ઉપર દોષદષ્ટિ થવાથી તે પર જે કંટાળો આવે છે તે દોષદષ્ટિને એ દૂર કરી નાંખે છે. નૈતિક પ્રકરણમાં પણ એથી ઘણો લાભ થાય છે. દુઃખ શું છે, તેની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે છે, એ પણ બ્રહ્મવિદ્યાવડે બરાબર સમજાય છે. એ બ્રહ્મવિધા મનુષ્ય માત્રની ઐયતા સિદ્ધ કરી આપે છે, અને સર્વ મનુષ્યમાં સમભાવ રાખવો એ યુક્તિયુક્ત છે એમ સ્પષ્ટ બતાવી આપે છે. બ્રહ્મવિદ્યામાં પુનર્જન્મને જે સિદ્ધાન્ત છે, તે વડે નિશ્ચય થાય છે કે મનુષ્યમાં જે જે રવભાવ હોય છે તે તેણે પોતે જ ઉપજાવેલ હોય છે. એમાં જે કર્મને નિયમ છે તે સ્પષ્ટ સમજાવે છે કે, દરેક મનુષ્ય પોતાનું ભાવી પિતે જ બાંધે છે. પોતે જ પોતાને વિધાતા છે. કારણ કે એ નિયમ સિદ્ધ કરી બતાવે છે કે –મન, વાચા, અને કર્મવડે જે જે શુભ સંસ્કાર મનુષ્ય અહિં કરે છે તેના પ્રમાણમાં જ તેની ઉન્નતિ થતી જાય છે. કારણ કે હવે પછીના જન્મમાં તેને સ્વભાવ કે થશે તેને આધાર તેના આ સંસ્કાર ઉપર છે. મનુષ્યમાત્રને જન્મથી જ જે સ્વભાવ હોય છે તે આવા સંસ્કાર જ છે. ફરી ફરી જન્મ થવાનું પ્રયાજન શું છે તે આ પરથી સ્પષ્ટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Surratagyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ જ ભ્રાતૃભાવ, પેાતાને તથા પારકાને થતી પેાતાનાં કર્મ માટેની દરેક મનુષ્યની જવાબદારી અને એ જ નિયમવડે પેાતાને સ્વભાવ સુધારવાને મળતી પુષ્ટિ, અને એવા જ બીજા નીતિ નિયમેાને લીધે, સમસ્ત જનમ`ડળને એ બ્રહ્મવિદ્યાથી બહુ લાભ થાય છે, સામાજીક સ્થિતિ સુધારવા માટે, અથવા જ્યાં તે સારી હોય ત્યાં તેને પુષ્ટિ આપવા માટે જેવા સદાચારી જનેાની જરૂર છે તેવા સદાચારી મનુષ્યા, આ બ્રહ્મવિદ્યાની મર્યાદામાં રહેવાથી ઉત્પન્ન થઈ શકે છે. વળી બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્ત દ્વારા આપણાં સામાજીક દુ:ખેાનાં કારણ ચથાર્થ સમજાય છે એટલુ' જ નહીં, પણ તે દૂર કરવાનાં સાધના પણ એમાંથી મળી આવે છે. બ્રહ્મવિદ્યા, એ દુ:ખેા કરતાં, તેમનાં કારણાને વધારે અગત્યનાં ગણે છે. છતાં ભ્રાતૃભાવના સિદ્ધાન્તને અનુસાર આચાર રાખતાં, સામાજીક દુ:ખો દૂર કરવાનું બ્રહ્મવિદ્યાના જીજ્ઞાસુઓને પ્રાપ્ત થાય છે. જૂદા જૂદા ધર્મોમાં મૂલ ધર્મભાવના એક જ છે છતાં તેના બહારનાં રૂપ જ માત્ર જૂદાં છે, એવા જે બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્ત છે તેથી કરી ધર્મ વિરોધ નાશ પામે છે; અને જૂદા જૂદા ધર્મોના સારાસાર અગ્રેસરને પરસ્પર પ્રેમ થાય છે. વળી વિચાર પ્રકરણને એક પાસ રહેવા દઇ આચાર પ્રકરણને એમાં જે અગત્યતા આપી છે તેથી દુરાચાર, દ્વેષ, અને ભિન્નભાવરૂપી મનુષ્યજાતિના શત્રુઓ સામે એક સંપથી લડવાનું, સત્યનિષ્ઠ તથા ભાવિક જનોને સુગમ પડે છે. નીતિના નિયમા અને સૃષ્ટિનિયમ સંબંધી જે ખુલાસા બ્રહ્મવિદ્યામાંથી જડી આવે છે, તે પરથી જ એની તુલના થવી ઘટે છે; અને અ'ત એ ખેની તુલનાવડે જ મનુષ્ય માત્ર બ્રહ્મવિદ્યાની સાથકતા કે નિરર્થકતાને નિણય કરશે. અની બેસન્ટ. Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Sumatagyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ॐ तत् सत् परमात्मने नमः કર્મ,જ્ઞાન અને ભકિતમાર્ગ. (મિસિસ એની બેસન્ટકૃત. ) કર્મમાર્ગ, પ્રાચીન ઋષિઓએ મુક્તિ મેળવવાના ત્રણ માર્ગ બતાવ્યા છે. એ ત્રણે માર્ગની મર્યાદામાં રહેવાથી મનુષ્યને મુક્તિ મળી શકે છે. જો કે માર્ગ ત્રણ છે, છતાં તેમનું લક્ષ્ય એક જ છે. એ ત્રણે માર્ગની પદ્ધતિ જુદી જુદી છે તેથી એ માર્ગ જુદા છે એમ કહેવાય છે, પરંતુ એ ત્રણેને હેતુ તે એક જ છે. એમ જુદા છતાં તે બધા માર્ગ વડે આત્માનુસંધાન કરવાનો હેતુ છે. આ ત્રણ માર્ગ હિદુતત્વશાસ્ત્રમાં કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એવે નામે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Unwaxay. Surratagyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) એ ત્રણે માર્ગ અંતે એક જ ઠેકાણે મળે છે. એને પુરા એ જ છે કે કોઈ પણ માર્ગથી પૂર્ણ સ્થિતિને પમાય છે ત્યારે તે જીજ્ઞાસુમાં, તે વિનાના બીજા બન્ને માર્ગપરાયણ જીજ્ઞાસુનાં લક્ષણે આવે છે. કેમકે ગ–પછી તે કર્મગ , જ્ઞાન ગ હે, વા ભક્તિયોગ હે–પ્રાપ્ત થાય એટલે આત્માનુસંધાન થાય છે. યોગ પ્રાપ્ત થવા માટે જે અધિકાર જોઈએ છે તે પણ ત્રણેમાં એક એકને મળતા હોય છે, અને આ ત્રણે માર્ગમાંથી કોઈ પણ માર્ગે જે માણસ આત્માનુસંધાન કરે છે તેનામાં, બીજા બન્ને માગે આત્માનુસંધાન કરનારમાં જે લક્ષણે હોય તે પણ આવે છે જ. જુદી જાદી પદ્ધતિ છતાં એક જ લક્ષ્યવાળા આ ત્રણે માર્ગ વિષે શ્રીમદ્ભગવદ્ગીતામાં સારું વિવેચન કરેલું છે. ગીતાજીમાં એ ત્રણ માર્ગને વિષે સારે ખુલાસો આપે છે એટલું જ નહીં પણ એ માવડે કયાં જવાય છે તે સ્પષ્ટ બતાવેલું છે. પૂર્ણ ભક્તના હૃદયમાં જ્ઞાન કેવી રીતે ઉદ્દભવે છે તે તેમાં બરાબર સમજાવ્યું છે. વળી કર્મ કરવા છતાં તેનું બંધન કેવી રીતે બાંધતું Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) નથી તે પણ એમાં સારી રીતે સમજાવ્યું છે. વળી એ પણ સમજાવ્યું છે કે, આ ત્રણમાંના કઈ પણ માગે શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત્કાર થઈ શકે છે, અને પરમ આનન્દ પ્રાપ્ત થાય છે. ત્યારે કર્મ, જ્ઞાન કે ભક્તિ ગમે તે પ્રકારે જેઓ આત્માની શોધ કરે છે તેમને તેની પ્રાપ્તિ થાય છે. જેઓ આત્મશાધન કરે છે તેમને આત્મપ્રાપ્તિ થયા વિના રહેતી નથી. કારણ કે સર્વને આત્મા એક જ છે, અને ત્રણે માર્ગનું લય પણ એક જ છે. સુષ્ટિ તરફ દષ્ટિ કરતાં જણાય છે કે સર્વત્ર વસ્તુ માત્ર આત્માની શોધ કરી રહી છે. દરેક દિશામાં, દરેક સ્થળે, દરેક પ્રકારના નામરૂપવાળી વસ્તુઓ, જાણતાં કે અજાણતાં, સ્પષ્ટ રીતે કે અસ્પષ્ટ રીતે, પણ એ જ આત્માની ખેળ કરી રહી છે, અને એ જ માટે મહા ભગીરથ પ્રયત્ન સર્વત્ર ચાલી રહ્યો છે. સૂર્ય પોતાનાં કારણે પ્રસારે છે તે પણ એ જ માટે સમુદ્રના મોજાં ઉછળે છે તે પણ એ જ માટે વાયુ વાય છે તે પણ એ જ માટે; વનસ્પતિ ઉગે છે તે પણ એ જ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રાણી માત્ર જે જે ફાંફાં મારે છે તે પણ એ જ માટે; અને મનુષ્ય પણ ગમે તેવી આંધળી રીતે, ગમે તેવી મૂર્ખાઈથી, ગમે તેવી ભૂલ કરીને, પણ એ જ આત્માને શોધે છે. સૃષ્ટિની વસ્તુ માત્રમાં આ જે સામાન્ય ક્રિયા છે, અને જીવ માત્રની જે આ સત્ય પ્રવૃત્તિ છે તેને જ પ્રાચીન કાળમાં આત્મશોધ કહેતા હતા. અર્વાચીન શાસ્ત્રોને પણ સૃષ્ટિની આ પ્રવૃત્તિ માન્ય છે. તેઓ “ઇવોલ્યુશન” અથવા વિકાસકમ એવે નામે તેને ઓળખે છે. આ પ્રમાણે જ્યાં જોઈએ ત્યાં, પ્રાચીન કાળમાં કે અર્વાચીન કાળમાં, સર્વત્ર આ આંતર્રવૃત્તિ સ્પષ્ટ માલમ પડે છે. વસ્તુ માત્ર આત્માની શોધ શા માટે કરવી જોઈએ? આ સવાલ સહજ ઉઠે છે. પ્રયત્ન માત્ર એ આત્માને શેધી કાઢવા તરફ જ શા માટે થવો જોઈએ? એનો ઉત્તર એટલો જ છે કે એ આત્મા સર્વમાં વ્યાપી રહ્યો છે. સમુદ્ર, વનસ્પતિ, પથ્થર, જીવજંત તેમ જ મનુષ્ય એ સર્વમાં નામરૂપાદિ બાહ્ય માયાવી ઉપાધિનો અંતરાત્મા એ જ છે. જે આત્મા સૂર્યમાં છે તે જ આત્મા મનુષ્યના હૃદયમાં પણ છે, અને પ્રાણી માત્ર જે સુખ અથવા આનન્દ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) શોધે છે તે આ આત્મામાં જ છે. કારણકે ગમે તેવી ઉંધી રીતે પણ સુખને માટે ફાંફાં મારવાં એ આત્મશોધ જ છે; કેમકે આત્મા એ જ આનન્દ છે. સત્ય છે કે આત્મા એ જ આનન્દ છે અને એ આનન્દ નિત્ય અને નિરવધિ છે; અને જેને આપણે સાંસારિક સુખે કહીએ છીએ તે આપણું માયાવી ઉપાધિદ્વારા પડતા એ જ આત્માનાં પ્રતિબિંબ છે. સુખ શોધવાના માયાકૃત ભૂલભરેલા રસ્તાથી, આપણે ભ્રમમાં પડવું ન જોઈએ, કારણ કે દરેક બાહ્યા સ્વરૂપમાં જે મેહ છે તે ખરૂં જતાં પોતાના અંતરાત્માચરને જ પ્રેમ છે. આનન્દને માટેનાં તેમનાં ફાંફાં ગમે તેવાં ભૂલભરેલાં હોય છતાં સત્ય તે એ જ છે કે એ ફાંફાં આત્મશધન માટે જ છે; અને પરમાત્માના અવતાર શ્રી કૃષ્ણ ભગવાને ભ૦ ગી. અ. ૧૩ શ્લોક ૨૭ માં કહ્યું છે કે – समं सर्वेषु भूतेषु तिष्ठतं परमेश्वरम् । विनश्यत्स्वविनश्यंतं यः पश्यति स पश्यति ॥ “પરમેશ્વર સબ જગતમેં, બેઠે એક સમાન, તિખ્ત ન સતબિનસે નહિ, જે જાનિ ને સુજાન.” હવે આત્મશોધ કરવાના જે ત્રણ માર્ગ, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાણું માત્ર જાણતાં કે અજાણતાં પકડે છે તે આપણે જોઈશું. પ્રથમ તે આ શોધ અજાણતાં જ થવા માંડે છે, એટલે એ તરફ આપણી પ્રવૃત્તિ થાય છે ખરી, પણ તેને હેતુ સમજાતું નથી. એટલે પ્રથમ તે સુખ, આનંદ, હર્ષ વગેરે મેળવવાની ઈચ્છા થાય છે. પણ એ શું છે તે આપણે સમજતા નથી. એમ કરતાં કરતાં કેટલેક કાળે એ શોધ જાણીને, સમજીને કરવા મંડાય છે. ત્યારે આપણે જેની શોધમાં છીએ તે શું છે એ આપણે જાણીએ છીએ, તેમજ તે પ્રાપ્ત કરવાનો માર્ગ શું છે તે પણ આપણે જાણીએ છીએ. આ શેાધનો જે હેતુ છે તથા માર્ગ છે તે અમુક વ્યક્તિને કેટલે અંશે સમજાય છે, તેને આધાર તે વ્યક્તિની સ્થિતિ એટલે તેને કેટલો વિકાસ થયો છે તેના ઉપર છે. જેમ જેમ આ માર્ગોમાંથી અમુક અનુકૂળ માર્ગ પકડી તે પર જવાય છે તેમ તેમ જીજ્ઞાસુપર માયાના ત્રણે ગુણોની અસર ઓછી થતી જાય છે. આપણને ભ્રમમાં નાખનાર, આત્માને આવરણ કરનાર અને સત્યને સંતાડનાર આ ત્રણે ગુણે છે. પણ જેઓ આત્મશોધને માગે પડ્યા છે તેઓ ધીમે ધીમે એ ગુણેના સ્પર્શથી દષિત થતા અટકે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) છે અને કર્મ, જ્ઞાન કે ભક્તિદ્વારા ગુણાતીત થવા માંડે છે, અને બાહ્ય પ્રવૃત્તિથી આત્મા જૂદ છે, ઈન્દ્રિય તથા વિષય પ્રત્યે ભમતા મનથી પણ આત્મા ન્યા છે, એમ ધીમે ધીમે તેમને અનુભવ થતો જાય છે, અને જ્યારે તેઓ સર્જાશે સંપૂર્ણ ગુણતીત થાય છે એટલે એ ત્રિગુણોના સ્પર્શ જ ન થાય એવી સ્થિતિએ પહોંચે છે ત્યારે તેમને આત્માને સાક્ષાત્કાર થાય છે. પ્રથમ તો કર્મમાર્ગ શું છે તે આપણે જોઈશું. એ માર્ગ મનુષ્યમાત્રે ગ્રહણ કર્યો છે. પણ એ માર્ગ શું છે, તેનું અંત્ય પરિણામ શું છે, અને તેની રીતિ શું છે તે, તેઓ બીલકુલ સમજતા નથી. આપણી મનુષ્યજાતિને ઈતિહાસ તપાસતાં જણાશે કે કર્મમાર્ગે ચાલનારા મનુષ્યની પ્રવૃત્તિ દરેક પ્રકારના કર્મમાં હોય છે, તેઓ વિષયમાત્ર તરફ દોરવાય છે, અને બાહ્ય સૃષ્ટિના પદાર્થોમાં સુખ પ્રાપ્ત કરવાનાં ફાંફાં મારે છે. તેમ કરતાં દિન પ્રતિદિન વિષયમાં વિશેષ વિશેષ લપટાય છે, દિન પ્રતિદિન વિશેષ સંગ્રહ કરવામાં રોકાય છે, તેમજ પોતાની પ્રવૃત્તિ વધારીને એક જ વસ્તુમાટે પ્રયત્ન કરીને, એક પછી Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ એક પ્રયત્ન કરીને, આત્માની શોધમાં ફાંફાં મારે છે. તે કર્મમાત્રમાં પ્રવર્તે છે અને કહે છે કે “હું કરું છું, અનુભવું છું, મને લાગણીઓ થાય છે, અને મને સુખ અને દુઃખ થાય છે.” પણ તે જાણતો નથી કે આ કિયાએ, અનુભવ, લાગણીઓ અને સુખદુ:ખના અનુભવ પ્રકૃતિના ગુણેનાં પરિણામ માત્ર છે, અને આત્મા તો નિષ્ક્રીય છે, તેને લાગણી થતી નથી, તેને આવા અનુભવે નિત્ય થયાં કરે છે તે તો માત્ર પ્રકૃતિના ગુણોને લીધે જ છે. પ્રથમ તે મનુષ્ય, કર્મનાં ફલની ઈચ્છા રાખીને કર્મમાત્રમાં પ્રવર્તે છે, તેને સુખ મેળવવું હોય છે. જે તે કાંઈ પણ કર્યા વગર પડી રહે છે તે તે તેને ગમતું નથી, અને ઉલટું દુઃખ થાય છે. જે સંપૂર્ણ કિયાનો લેપ થાય તો શરીર પણ નાશ પામે છે. ત્યારે પ્રથમ તો તેણે તમે ગુણને વશ કરવાને છે એટલે પ્રકૃતિના જે ગુણને લીધે આળસ, કર્મ કરવા તરફ અભાવ, અને અચેતનતા વા જાણું વા ગ્લાનિ થાય છે તેને વશ કરવાનાં છે. ભ૦ ગી અ. ૩ બ્લેક ૮ માં કહ્યું છે કે, नियतं कुरु कर्म त्वं कर्म ज्यायोहकर्मणः । शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मणः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ “કર્મ અકર્મથી શ્રેષ્ઠ છે, તું કર કમ હમેશ; તુજ શરીર નિર્વાહ પણ, ને અકર્મથી લેશ.” મનુષ્યમાત્રની હાલની સ્થિતિ તપાસ અને જુએ કે એ સ્થિતિમાં તેમને ઉચ્ચ હેતુઓ તથા ભાગણીઓની કેટલી થેડી અસર થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા એ શું છે, એ તેઓ સમજતાજ નથી. કારણકે એ માટે તેમને ઈચ્છા જ નથી. માનસિક મંથનના પરિણામે જે આનન્દ અનુભવાય છે તેની તેમને કાંઈજ કદર નથી. તો પછી આધ્યાત્મિક અભિલાષાની કદર તે હાયજ ક્યાંથી. કારણકે હાલની મનુષ્યજાતિ તમે ગુણને વશ વતે છે, અજ્ઞાન અંધકારથી આવૃત્ત છે, અને તેમાં કોઈ પણ રીતનો ફેર પડેલે જેવા ઈચ્છતી નથી. ત્યારે એમને પ્રવૃત્તિ શી રીતે કરાવવી? એ સવાલ ઉઠે છે. એક નિષ્ક્રિય સ્થિતિમાં રહેવું તેના કરતાં કોઈપણ જાતની પ્રવૃત્તિ સારી છે. છેકજ આળસુ રહેવું તેના કરતાં ગમે તેવી બેટી પણ કિયા થાય એ ઠીક છે, એમને જાગૃત કરવાની જરૂર છે. ત્યારે પ્રથમ તે મનુષ્યના સ્વભાવની શુદ્રમાં શુદ્ર વાસનાઓ આ કામ કરવાને માટે બહુ ઉપયોગી થઈ પડે છે. એથી કરીને Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) આળસુ માણસ કામ કરવાને દ્વારવાય છે, અને તે કર્મમાં પ્રવૃત્ત થાય છે. મનુષ્યને સ્વાભાવિક લાગણીઓથીજ સારી અસર થાય છે, માટે તેમની ઇચ્છા અને તૃષ્ણાને લીધેજ તેઓ પ્રવૃત્તિમાં પડે છે. એમ કરતાં કરતાં કેટલેક કાળે આ ઇચ્છા અને તૃષ્ણાઓ ક્ષુદ્ર છે એવું તેને ભાન થાય છે. મનુષ્યજાતિનું તે દૂષણ છે અને તેથી પેાતાની વૃદ્ધિ થતી અટકાવે છે એમ તે સમજે છે. આમ છતાં મનુષ્યની મૂળ સ્થિતિમાં તા તેના વિકાસ માટે એ બહુ જરૂરની છે, અને તમેાગુણના પ ંજામાંથી તેને છેડવવા માટે એ ઘણીજ ઉપચાગી છે. મેાત કરતાં તે ઘણી સારી છે, ક્ષુદ્ર છતાં, છેક નિવૃત્તિ કરતાં, તે ઘણી સારી છે. આ પ્રમાણે ઇચ્છા અને તૃષ્ણાથી મનુષ્યની જે પ્રવૃત્તિ થાય છે, જેથી કાઈને કાઇપણ જાતની ક્રિયામાં મનુષ્ય પ્રવર્તે છે, જેથી કરીને તે સતાષ પામવા પ્રયત્ન કરે છે, અને જે ક્ષુદ્ર સુખ પ્રાપ્ત કરવામાં તેને પ્રવર્તાવે છે, તે ઇચ્છાએ અને તૃષ્ણાઓ સૃષ્ટિમાં એક પ્રકારના પરાણેા છે; તેથીજ માણસને ક્રિયામાં પરાણે જોડાવું પડે છે અને તેથીજ તેની વૃદ્ધિ થાય છે. આ ાષા ગમે તેવા ધિક્કારવા લાયક હાય છતાં પણ ઘણાજ ક્ષુદ્ર અને જડ સ્વભાવના મનુ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Somratagyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) એને માટે તો તે પણ ઘણાં ઉપયોગી છે. એટલાજ માટે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, “વિષયને વિષયે જે તેમને સક્રિય રાખે છે તે પણ હું છું.” કર્મમાર્ગે ચાલતાં, ધીમે ધીમે મનુષ્યને કાંઈક શ્રેષ્ઠ કર્મ કરી તેનાં ફળ મેળવવાની ઈચ્છા થાય છે, અને તેથી તેનામાં રજોગુણ પ્રવૃત્ત થવા માંડે છે. આમ થાય છે ત્યારે તેની પ્રવૃત્તિ ઘણીજ થવા માંડે છે. તે આમતેમ સર્વ દિશામાં દોડે છે, તેની ક્રિયાશક્તિ ઘણું પ્રબલ થાય છે અને કાંઈનું કાંઈ પણ કરવાનું તેને જોઈએ છે. ઇંદ્રિય અને મનથી દેરવાઈ તે બાહ્ય સૃષ્ટિમાં આમ તેમ ભમે છે, અને એમ કરી તેમને સંતોષવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે કર્મના ફળની ઈચ્છાથી તે કર્મમાં પ્રવર્તે છે. હવે કર્મનાં ફળ બે પ્રકારનાં છે, એહિક અને પારલૌકિક. એક આ દુનિયામાં ભેગવવાનાં, અને બીજાં હવે પછીની દુનિયામાં ભોગવવાનાં. જે કાળમાં મનુષ્યની વૃત્તિ આજ છે તેટલી અધમ નહતી, જે કાળમાં ધર્મનું જે સારું હતું, જ્યારે આત્મા અમર છે, એમ માની મનુષ્ય, તે પ્રમાણે વર્તતા હતા, માત્ર એમ માનતા એટલું જ નહિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) તદનુસાર આચાર રાખતા હતા, જ્યારે મનુષ્ય પોતે અમર છે એમ ખાતરીપૂર્વક માનતા હતા, ત્યારે સ્વર્ગમાં ફળ ભેગવવાને માટે કર્મ માત્ર થતાં. જે મનુષ્યની પ્રવૃત્તિ રજોગુણ પ્રેરિત હોય તે, ફળ માટે જ કર્મ કરતા હોય છે. તેથી તેઓ સ્વર્ગમાં કાંઈ ફળ મેળવવાના હેતુથી અહિં કાંઈક ભેગ આપે છે. સ્વર્ગમાં અનેક પ્રકારનાં સુખની ઈચ્છાથી દાન વગેરેમાં તે પિતાના પૈસાને અહિં ભેગ આપે છે. સ્વર્ગમાં સુખની આશાથી તે બીજી રીતે પણ ઘણા ભેગ આપે છે. આ પ્રમાણે એ કાળમાં કર્મના ફળની ઈચ્છાથી પણ જે કર્મ કરાતાં હતાં તેનાં ફળ આ દુનીયામાં નહીં પણ સ્વર્ગમાં ભેગવવાની ઈચ્છા હતી, એટલે તેઓ આ દુનીઆમાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કર્મ કરતા ન હતા. હવે જે આપણી પ્રવૃત્તિ આજે ચારે તરફ ચાલી રહી છે, જે કર્મમાર્ગ પશ્ચિમની હાલની મનુષ્ય જાતિએ ગ્રહણ કર્યો છે અને જેનું અનુકરણ પૂર્વના દેશમાં અધિકાધિક થઈ રહ્યું છે, તે જે આપણુ તપાસીએ તો જણાશે કે, કર્મનાં જે ફળની આશા તેઓ રાખે છે, તેઓ જે આશાથી Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) અથાક શ્રમ ઉઢાવે છે તે ઐહિક છે; અને તેમના હેતુ વિશેષે કરીને ઐહિક ભાગ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરવાના છે. હવે પશ્ચિમની પ્રજાની પ્રવૃત્તિ કેવી છે તે જરા તપાસીએ. તેએ અહેાનિશ પેાતાના હિક ભાગનાં સાધનામાં જેમ વધારે થાય એવાં પ્રયત્ના કરી રહ્યાં છે. આ તેમની પ્રવૃત્તિ ક્ષુદ્ર છે. જ્યાંસુધી માણસ પેાતાની પ્રવૃત્તિથી કાંઇ અહિક ફળ બતાવી આપતા નથી ત્યાંસુધી તે કેવળ આળસુ છે એમ તે લેાકેા માને છે. સ્થૂળ સૃષ્ટિમાં તેના કાર્યનું ફળ જણાય નહીં તેા તે આળસુ છે એમ મનાય છે. એ પ્રજામાં મેટે ભાગે વિજ્ઞાનશાસ્ત્રની શેાધમાં માણસા ગુંથાયલાં હાય છે. આવા માણસને આ કાર્ય કરવાના હેતુ માત્ર જ્ઞાન સંપાદન કરવાના ભલે હા, પરંતુ તેનો શેાધથી શું થાય છે તે જોવાની આકાંક્ષા, અને તેની શેાધનુ પરિણામ બહાર પડ્યા પછી તે તપાસવાની ઉત્કંઠા, એ બધાનું કારણ એજ છે કે, લેાકેાને જ્ઞાનની વૃદ્ધિ થતાં વિષયસુખની વૃદ્ધિ થાય, અને વિષયાપભાગનું સાધન જે પૈસા તે પ્રાપ્ત કરવાનાં નવાં નવાં સાધના જડે. આમ થતાં થતાં વિષય તૃપ્તિનાં સાધના વધતાં જાય છે. આથી કરી વિષયવાસના અને તેની તૃપ્તિનાં સાધના વચ્ચે એક Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પ્રકારની ચરસાચરસી ચાલી રહે છે. આથી કરી એકના એક વિષયને ઉપભોગ કરીને થાકી ગયેલા સંસારી પુરૂ, સમૃદ્ધિવાળા પુરૂષ અને વિષયાનંદી પુરૂષ જેઓ દિન પ્રતિદિન નવા નવા વિષયેની તૃષ્ણા રાખે છે, તેઓની વચ્ચે અને તેમને એ વિષ પૂરા પાડનાર જેઓ નવી નવી શોધ કરી તેમની ઈચ્છાને ઉશ્કેરે છે, ઉત્તેજન આપે છે અને પોતાના ધંધાને ચાલુ રાખે છે, તેઓ વચ્ચે હમેશાં એક પ્રકારની રસાકસી ચાલે છે. આ પ્રમાણે મનુષ્ય એકજ જાતના ભેગ ભેગવવા માટે નવાં નવાં સાધન માગે છે. હાલના મનુષ્યોએ મુસાફરી ત્વરાથી કરવાનાં સાધન શોધી કાઢ્યાં છે. જે મુસાફરીને પૂરી થતાં આગળ વરસ લાગતું તે હાલ માત્ર એક બે મહિનામાં પૂરી થાય છે, અને જ્યાં મહિના થતા તે માત્ર થોડા દિવસમાં થાય છે, પણ આથી કરી શું મનુષ્ય આગળ કરતાં વિશેષ સુખી છે ? શું એથી તેની ઇચ્છા સંતુષ્ટ થઈ છે? ના. હજી તો શેાધકોને તેઓ કહે છે કે કાંઈ એવી શક્તિ શોધી કાહાઢે કે જે વરાળ કરતાં પણ વિશેષ કામ કરી શકે, કાંઈ વિજળી જેવું, કે જેથી કરી હેટા દેશે અને સમુદ્ર એક બે દિવસમાં પસાર કરી શકાય અને પૃથ્વીપર ગમે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) વધારે ત્વરાથી જઈ શકાય. વરાળનાં સાધનથી તે હવે અમે કંટાળ્યા માટે વિજળી કે એવું જ બીજું કાંઈ શોધે કે જેથી ઝડપમાં વધારે થાય.” પણ આવી વિશેષ પ્રવૃત્તિથી મનુષ્યને ખરેખરે શું લાભ થા છે? જે કાર્ય એક વરસમાં કે એક મહિનામાં થતું તે થોડા કાળમાં થવાથી મનુષ્યને આધ્યાત્મિક લાભ શું થઇ શકે એમ છે? આ પ્રમાણે “તેના કરતાં કાંઈક વિશેષ” એવી બુમ પાડ્યાંજ કરે છે અને એક તૃષ્ણા પૂરી થઈ કે તેની પાછળ બીજી તૈયારજ હોય છે. થોડા વખત પર પેરીસના ન્યસ પેપરોમાં એવી બડાઈ ચાલી હતી કે નવી પૃથ્વીપર નવાં માણસે પિદા થશે. કેમકે તેઓ પિતાથી નહીં પણ રસાયણિક પ્રયોગથી અનાજ ઉત્પન્ન કરવાનું શોધી કહાઢવાના હતા, કારણકે તેઓના જ્ઞાનમાં વૃદ્ધિ થતી જાય છે અને તેમની દોલત પણ વધતી જાય છે. પણ એ પ્રયત્ન મિથ્યા છે. ક્રિયામાં વધારો કરી તૃષ્ણાને સંતોષવા પ્રયત્ન કરે એ કેવળ ભ્રમ છે. ગમે તેટલા વિષયો એકઠા થાય, પણ મનુષ્ય તે અસં. તુષ્ટ જ રહેશે. કારણકે આ કશામાંથી આત્માને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સાક્ષાત્કાર થવાનું નથી, અને મનુષ્યને આત્મા જે પરમાત્મા સાથે એક છે તેને આત્માને સાક્ષાત્કાર થાય નહીં ત્યાં સુધી બીજી વસ્તુથી ચેન પડતું નથી. જ્યાં સુધી તે સ્વરૂપાનુસંધાન કરતો નથી ત્યાં સુધી તેને કળ વળતી નથી. આથી કરીને આવાં કર્મથી સંતોષ થતું નથી. મનુષ્ય પિતાની આખી જંદગી પર્યત પૈસે એકઠો કરવા પ્રયત્ન કરે છે, છતાં તે અસંતુષ્ટ રહે છે. અનેક વિષયેની સામગ્રી હોવા છતાં વિશેષને માટે ફાંફાં મારે છે. મનુએ કહ્યું છે તે સત્ય છે કે “તૃષ્ણાને વિષય પૂરા પાડી તેને સંતોષવાની આશા રાખવી એ બળતામાં ઘી હોમી બળતું બુઝાવવા જેવું છે. આ પ્રમાણે તૃષ્ણને સંતોષવાથી આખરે કંટાળો ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તૃષ્ણાને સંતોષવાથી તેને પિતાનેજ અરૂચી થાય છે; અને આત્મા જે ઈન્દ્રિએના વિષયથી પર છે તે જીવને એથી પણ બીજે સ્થળે કાંઈ ઉચ્ચ સંતેષ શેાધવાને માટે પ્રેરે છે. આવા આવા અનુભવો થયા પછી કર્મમાગે ચાલનારને આ વાતનું ભાન થાય છે. તે જુએ છે કે તે હવે કંટાળે છે, અસંતોષ વધતો જાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) અને જેમ જેમ તેને વધારે ભેગ ભેગવવાનાં મળે છે તેમ તેમ તેને અસંતોષનાં કારણ પણ વધે છે. આ અનુભવ થાય છે ત્યારે તેને જે કંટાળો આવે છે તે ઘણેજ અંતિમ હોય છે. આમ થાય છે ત્યારે ઉલટી ક્રિયા થવા માંડે છે. હવે તેને બરાબર સમજાય છે કે આ તેની પ્રવૃત્તિથી તેને સંતોષ થવાને નથી, અને તે વિચારે છે કે “હવે હું આ સંસારનો ત્યાગ કરું, ઈન્દ્રિયેના વિષયથી વિરક્ત થાઉં, કારણકે આ કર્મમાર્ગમાં શાંતિ કે સંતેષ કશું નથી.” આ પ્રમાણે કંટાળો આવવાથી મનુષ્ય, ઈન્દ્રિયના વિષયથી કેટલેક કાળ એકદમ વિરક્ત થવાનું કરે છે, અને ત્યાગી બની શાંતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. પણ અહીં પણ તેને જણાય છે કે, ઈન્દ્રિયોના વિષ ને માત્ર ત્યાગ કરવાથી, તેને છોડી જતાં રહેવાથી શાંતિ થતી નથી, અને તે જ્યારે આમ જાણે છે ત્યારે તેને ઘણીજ દીલગીરી, નાસીપાસી, અને દુઃખ થાય છે. તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે વિષયવાસના જંગલમાં પણ તેને છેડતી નથી. ગુફા કે મલી, જ્યાં જાય છે ત્યાં એ વિષયવાસનાઓ તેની પાછળ ભમે છે, અને ત્યાં પણ આ વાસનાઓની વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૮) આકૃતિઓ સાથે તેનું મન વ્યવહાર કરે છે. વિષય સાથે શારીરિક સંબંધ છોડ્યા છતાં વાસનાઓ તેને છેડતી નથી, તેનો ક્ષુદ્ર સ્વભાવ તેને હજી કનડે છે. આનું કારણ એ જ છે કે માત્ર બાહ્ય વિરક્તિથી તૃષ્ણા નિર્દૂલ થતી નથી. કારણકે તૃષ્ણાએ જન સ્વભાવમાં ઘણું ઉંડા મૂળ ઘાલ્યાં છે અને તેને નિર્મુલ કરવા માટે કર્મ માર્ગ ઉપર હજી પણ આગળ ચાલવાની જરૂર છે. આમ થયા પછી જે નિવૃત્તિને તે પકડીને બેઠે હોય છે તે સ્થિતિની શાંતિમાં તે પોતાના આત્માને ગુપ્તનાદ સાંભળે છે. એ ગુપ્તનાદ માત્ર શાંતિ હોય ત્યારેજ સંભળાય છે, અને તે દ્વારા અવિનાશી જ્ઞાન તેને મળે છે. ભ૦ ગી. અ૦ ૩ શ્લોક ૪ માં કહ્યું છે કે – न कर्मणामनारंभान्नैष्कर्म्य पुरुषोऽश्रुते । न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ४-३ “કમેના અનારંભથી, નર પામે નહિ જ્ઞાન, તેમ માત્ર સંન્યાસથી, મેક્ષ ન પામે જાણ. ” નિષ્ક્રિય રહેવાથી મનુષ્યને મુક્તિ મળતી નથી, તેમજ બાહા ત્યાગથી પરપદ પ્રાપ્ત કરી શકાતું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Unnaway. Spratagyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ ) બાહ્ય વ્યવહારમાં શૂન્ય રહીને નહીં, પણ વાસનાને ત્યાગ કરીને આ કર્મમાગે રહેવાનું છે. માત્ર શરીર કિયા રહિત થાય તેથી કર્મબંધનથી છુટાતું નથી. જીવાત્મા પરંપદને પામે, જીવ મુક્ત થાય ત્યાર પહેલાં કર્મમાર્ગ બરાબર પસાર કરે જોઈએ. એજ માર્ગની મર્યાદામાં રહીને વસ્તીમાંથી જંગલમાં નાસી ન જતાં કાંઈ ઉચે અનુભવ લેવાનો છે. એ અનુભવ, એ ધર્મ, જે વસ્તીમાં રહીને વાસનાથી છુટવાને છે તે, દિવ્ય પુરૂષ તરફથી જ આવે છે. તે ધીમે ધીમે સમજે છે કે તેણે પ્રવૃત્તિ તો રાખવી જ જોઈએ, કેમ તે કરવા જ જોઈએ પણ કર્મ કરવાને હેતુ બદલવું જોઈએ. એણે કર્મમાર્ગમાં તે રહેવું જોઈએ, પણ કર્મ કરવાના હેતુ ઉચ્ચ અને દિવ્ય હોવું જોઈએ. એજ ગુમનાદ, એજ મહાન ગુરૂ, મુક્તિ ઈચ્છનાર જીજ્ઞાસુને બોધ આપે છે. ભ૦ ગીર અ. ૩ લેક ૨૫ માં કહ્યું છે કે – सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वति भारत । कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुलोकसंग्रहम् २५ અજ્ઞ, કર્મમાં સક્ત હૈ, કરે છે કર્મો જેમ, લેકાર્થે જ અસંગી બનિ, કરે જ્ઞાનિ પણ તેમ. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) જેમ અજ્ઞાની લેક કર્મથી બદ્ધ થઈને કર્મ કરે છે તેમ છે ભારત ! જ્ઞાની પુરૂષો સંસારના નિર્વાહને માટે કર્મનાં ફલનો ત્યાગ કરીને પણ કર્મમાં તેટલાજ પ્રવૃત્ત રહે છે. આ ખરેખર એક મોટો ફેરફાર છે. આથી એમ સમજાય છે કે પ્રારબ્ધ નિર્મિત જે દેશમાં અને જે સાગમાં આપણે જન્મ થયે હોય તેને ત્યાગ કરવો નહીં. આપણા જન્મથી કરીને આપણા કુટુંબ, જાતિ અને આપણા દેશ પ્રત્યે આપણને જે જે ધર્મો પ્રાપ્ત થયા છે તે છોડી દેવા નહીં. એ બધામાં પ્રવૃત્ત રહેવું જોઈએ, છતાં એ પ્રવૃત્તિના હેતુમાં ફેરફાર થવો જોઈએ. એમ ધારો કે આવા માણસને ધન મેળવવાને જ ધંધે હોય તે તેણે તે છોડી ન દેતાં તે ધર્મ બજાવવો જોઈએ; પણ ધન સંપાદન કરવામાં અજ્ઞાનીનો હેતુ તેને ભેગ ભેગવવાને હોય છે, તેને બદલે જ્ઞાનીને એવા ફલની ઈચ્છા હોતી નથી. જ્ઞાની જ્યારે ધન સંપાદન કરે છે ત્યારે તે તેના ધણ તરીકે તેને સંગ્રહત નથી, પણ લેકના ઉપયોગને માટે એક રક્ષક તરીકે તે તેમ કરે છે. જ્ઞાની જે કાંઈ કરે છે તે Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Suratagyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) લોકહિતાર્થે કરે છે, નહીં કે કર્મના ફલની આશાથી. આ માણસ પોતાનું ધન લેકહિતાર્થ ખરચે છે. તે નવી અને મોટી યોજનાઓ યોજે છે અને તેના માનસિક તેમજ શારીરિક સર્વ વ્યાપાર લોકહિતાર્થે જ થાય છે. જ્યારે જીજ્ઞાસુ આ પ્રમાણે લેક હિતાર્થે કર્મ કરે છે ત્યારે બીજા એવાજ કર્મ પિતાના અને પિતાના કુટુંબના ભલા માટે કરે છે. અહીં તેને એક આકરી લાલચ આવી નડે છે. આ પ્રમાણે લોકહિતાર્થે કર્મ કરવામાં પણ કોઈવાર સ્વાર્થ હોય છે, એટલે એ કર્મનું પણ કાંઈ જૂદાજ પ્રકારનું ફળ પોતાને માટે તે ઈચ્છતા હોય છે. કારણ કે જે મનુષ્ય કહિતાર્થ મહેટા મહેોટા કાર્યની ચેજના કરે છે, તે એવી પણ આશા રાખે છે કે તેની ચેજના સફલ થાય. તેને આ પ્રમાણે જયની ઈચ્છા હોય છે એટલે તેને હેતુ કાંઈક જય મેળવવાને પણ હોય છે, અને પોતાના કાર્યનું પરિણામ જોઈ સંતોષવાનું પણ તેને મન હોય છે, અથવા તો તે પોતાના જાતિભાઈઓ કે સ્વદેશીઓને પ્રેમ મેળવવા, અને તેમના પર ઉપકાર કરી તેમની પાસેથી પિતાનાં વખાણ કરાવવા ઈચ્છતો Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) હોય છે. આ પ્રમાણે કોઈને કઈ પ્રકારને સ્વાથ લોકહિતાર્થે કાર્ય કરવામાં પણ હોઈ શકે. પણ એમ હોવું જોઈએ નહીં, કારણ કે જેમાં સ્વાર્થને અંશમાત્ર પણ હોય તે કર્મ બંધનકર્તા નિવડે છે, અને ફળની વાસનાથી તે મનુષ્ય બંધનમાં પડ્યા વગર રહેતો નથી. આમ થાય છે ત્યારે, જે દિવ્યમૂર્તિએ, જે ગુરૂના ગુપ્તનાદે તેને આગળ સમજાવ્યું હતું કે બાહ્યકિયાને ત્યાગ તે સંન્યાસ નથી, કર્મને લેપ એ ત્યાગ નથી, અને મનુષ્ય જનહિતાર્થે કર્મ અવશ્ય કરવો જોઈએ; તેજ દિવ્ય ગુરૂ તેને પાછી પ્રેરણા કરે છે. એ નાદ તેને હવે કર્મમાર્ગમાં એક પગથીઉં આગળ ચલાવે છે, અને તે માટે તેને ગ્ય પણ ગુહ્ય ઉપદેશ કરે છે. એ ઉપદેશ એ છે કે, કર્મમાત્રનાં ફળની ઈચ્છાને તેણે ત્યાગ કરે, અને સ્વાર્થપરાયણતાને અંશમાત્ર પણ તેને સ્પર્શ કરે નહીં એવી તેણે સાવચેતી રાખવી જોઈએ. એજ ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને ભ૦ ગીરુ અ. ૨ ૨ શ્લોક ૪૭ માં આ પ્રમાણે કર્યો છે – कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ॥ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૩) અધિકારી કર્મમેં, નહી ફલન હેત. મનુષ્યને ધર્મમાત્ર કર્મ કરવાનું જ છે, તેના ફલની સાથે તેને કોઈ સંબંધ રાખવાની જરૂર નથી. જે મનુષ્ય પિતાનું શ્રેય ચાહતા હોય તે એવું બંધન તેણે કદી રાખવું જોઈએ નહીં. કર્મને હેતુ તેનાં ફળ પ્રાપ્ત કરવાને નજ હા જોઈએ. આટલું સમજાવી શ્રીકૃષ્ણ ભગવાન એજ ઉપલા લેકની બીજી લીટીમાં કહે છે કે – मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि ॥ કર્મનકે ફુલ છાંડી કે ગહી કર્મ કરી ચેત. આજ પરમ ત્યાગ છે. મનુષ્ય જ્યારે પોતાના કર્મનાં ફળ આ દુનિઓમાં તેમજ સ્વર્ગમાં ભેગવવાની ઈચ્છાને સંપૂર્ણ ત્યાગ કરે છે, તેમજ લેકને પ્રેમ કે ઉપકાર મેળવવાને સ્વાથી હેતુ છોડે છે, અને કેવળ કર્તવ્યબુદ્ધિથી જ અને કર્મનાં ફળની કિંચિત્ પણ આશા રાખ્યા વગર કર્મ કરે છે, ત્યારે જ તેને પરમવિરાગ પ્રાપ્ત થયે કહેવાય છે. આ પ્રમાણે કર્મ કરતાં જય થાય તેપણ શું તેથી એ કર્મના કર્તાને શું લેપ છે? જે પિતાને ધર્મ જ બજાવે છે તેને ય કે પરાજય Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) કશાથી લેપ થતો નથી. એ વિષે શ્રીકૃષ્ણ ભગવાને ભ૦ ગીવ અ ર લેક ૪૮ માં કહ્યું છે કે – योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय । सिध्यसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥ મૂહિક સંગ, રહી યુગમાં પાર્થ કર્મ કર સેજ, સિદ્ધિ અસિદ્ધિ સમગણી સમપણું યેગ કહેજ. જય કે પરાજય, માન કે અપમાન, પ્રેમ કે ધિક્કાર એ કશાથી તેની શાંતિમાં ભંગ થતો નથી. તેના શુદ્ર સ્વભાવને અનુકૂળ કઈ પણ હેતુ કર્મ કરવામાં તેને હોતો જ નથી. કર્મ કરવું એ ઈવર પ્રીત્યર્થે જ કરવું, કારણ કે એ કાર્ય પણ તેનું જ છે, તેને જ પ્રાપ્ત થાય છે. જનહિતાર્થ કામ કરવાં પડે તે તે કરવાં, તે માટે કરેલી યોજના નિષ્કલ થાય તો ભલે, સફલ થાય તો પણ ભલે. કારણ કે એ જનાએ જતી વખતે તેમની સફલતા કે નિષ્ફળતા એ કાંઈ તેના હેતુ નહતા. હેતુ માત્ર પિતાને ધર્મ બજાવવાનો હતો. તેનું પરિણામ ગમે તે આવે તેથી તેને કશે લેપ થતો નથી. કર્મ કરવું એજ તેનું કર્તવ્ય છે, એજ તેને ધર્મ છે. કર્મમાર્ગને ખરે ઉપદેશ એજ છે કે કર્મ કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) આવી પડે ત્યારે તે છોડી દેવું નહીં અને કર્મ કરવાનું ન હોય ત્યારે કાંઈનું કાંઈ શોધી કર્મ કરવાનું માથે હરી લેવું નહીં. આ પ્રમાણે કર્મ કરવાનું આવી પડે તો તે કરવા માટે તત્પર રહેવું અને કાંઈ કર્તવ્ય ન હોય તો નિવૃત્ત રહેવું એજ કર્મમાર્ગનો, કેવળ નિસ્પૃહીપણાને સત્ય માર્ગ છે. કર્મમાગી મહેલમાં રહે તોપણ ભલે, ઝુંપડામાં રહે તે પણ ભલે, તેને મિષ્ટાન્ન મળે તોપણ ઠીક; તેની આસપાસ વિષયના પદાર્થો હોય તે પણ ઠીક; ન હોય તે પણ ઠીક; કારણ કે એ કશાથી તેને લેપ થતો નથી. એ ભલે આવે કે જાય, હાય વા ન હોય. ભ૦ ગીઅ. ૫ લેક ૯ માં કહ્યું છે કે – ન્દ્રિયાળ જૂિર્ઘપુ તે” વર્તે ઇન્દ્રિય વિષયમાં. માત્ર ઈન્દ્રિય ઈન્દ્રિયોના વિષયમાં વર્તે છે, જીવ પિતે તે નિલેપ અને શાંત રહે છે.” વિષય કે ઈન્દ્રિયોથી તેને સંતોષ થતો નથી, તેમજ તેથી તેને અસંતોષ કે કંટાળે ઉપજતું નથી. વિષયે સમીપ હોય ત્યારે તેથી તે કંટાળતું નથી, તેમજ તેઓ હેય નહીં ત્યારે તેમની ઈચ્છા કરતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) તેને મહેલમાંથી કાઢી મઢુલીમાં લાવા; તેને સારા પેાશાક ઉતરાવી ચીથરાં પહેરાવેા, મીષ્ટાન્નને ઠેકાણે તેને ટુકડા કે ઉચ્ચષ્ટાન્ન આપે। તાપણુ એ કશાથી તેને લેપ થતા નથી. પદાર્થો હાય છે ત્યારે તેથી દૂર જતા નથી, તેમ ન હોય ત્યારે તે મેળવવાને ઇચ્છતા નથી. આ પ્રમાણે મહેલ કે મઢુલી બધું તેને મન સરખું છે. તે બરાબર સમજે છે કે એ સર્વ ત્રિગુણાત્મક માયાના વિકાર છે; એટલે જે પુરૂષ ક વ્યબુદ્ધિથી જ કર્મ માત્ર કરે છે, જેને પરમ ત્યાગ પ્રાપ્ત થયા છે, અને જેને ફળની સાથે કાંઇ સંબંધ નથી, એવા પુરૂષને ફળની શી દરકાર છે? વિષયમાત્રથી વિંટાયલા રહી તેથી વિરકત રહેવું એ રહેણી ઘણીજ દિવ્ય છે, પણ ઘણીજ કઠણ છે, અને તેથીજ ઘણી ભવ્ય પણ છે. જે મનુષ્યને પૈસેા, શ્રીમંતાઇ કે ગરીબી, સુખ કે દુ:ખ, માન અને અપમાન સઘળુ જ સરખું છે. અને તે સમાં જેને શાંતિ રહે છે, તે પુરૂષ કચેાગની ટોચે પહોંચી હવે કચેાગી થયા છે. યાગ કે જયાં ત્રણે મા એકઠા મળે છે, અને જ્યાં માયાતીત પુરૂષને આત્માના સાક્ષાત્કાર થાય છે તે પ્રાપ્ત કરવાની તે તૈયારીમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) આવી રહેણું કે જેમાં કશાની ઈચ્છા રહેતી નથી, કશું મેળવવાનું રહેતું નથી, કશું મારું છે એવી બુદ્ધિ રહેતી નથી, જે અનાયાસે પ્રાપ્ત થાય છે તેને ત્યાગ કરતો નથી, એવી રહેણથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કર્મ કરતાં તેના ફલને ત્યાગ કરી શરીરે અને આત્માની વચ્ચે ભેદ છે તે જાણવા જેટલો વિવેક જેનામાં ઉત્પન્ન થયે છે, તેને વિવેક કરનાર જ્ઞાની બન્યા વિના કેમ રહે? બીજા માણસો જ્ઞાનવડે, ધ્યાનવડે, જેમ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ આ મનુષ્ય કર્મવડે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ વળી એક બીજો માર્ગ છે જે ભક્તિમાર્ગ કહેવાય છે. એ માર્ગ એ છે કે, જીવની સંસારયાત્રા પૂરી થતાં પહેલાં કર્મ અને જ્ઞાનમાર્ગ એ બન્નેની સાથે તેને ગ્રહણ કરવો જોઈએ. આ પ્રમાણે થાય છે ત્યારે જ સ્વરૂપાનુસંધાન થાય છે. વાસના માત્રને ક્ષય કરવાથી તેને સર્વત્ર આત્માનાં દર્શન થાય છે. વાસનામાત્રના મળને હૃદયથી દૂર કરીને તે પુરૂષ, જે આત્મા, વસ્તુમાત્રમાં વ્યાપી રહ્યો છે તેનું, પોતાના હૃદયમાં દર્શન કરે છે. આ પ્રમાણે આત્માને સાક્ષાત્કાર થતાંજ કર્મ ગની છેલ્લી ટોચે પહોંચવાને વખત તેને સમીપ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) આવે છે, અને તેમ કરવાનું સાધન કર્મ અર્પણ કરવું એજ છે. આ બોધ પણ તેને એજ મહાત્માગુરૂ-તરફથી મળે છે. જે પુરૂષ શુદ્ધ થાય છે અને જે કર્તવ્યબુદ્ધિથી જ કર્મ માત્ર કરવામાં પ્રવૃત્ત રહે છે, જેણે ફળમાત્રનો ત્યાગ કરવાને બોધ લીધો છે, અને જે ઈશ્વરી નિયમને અનુસરવા માટેજ કાર્ય માત્ર કરે છે તેને આ છેલ્લો ઉપદેશ મળે છે. ભ૦ ગી અ. ૩ લેક ૯ માં કહ્યું છે કે, यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबंधनः । तदर्थ कर्म कौंतेय मुक्तसंगः समाचर ॥९॥ છે બંધન આ લોકને, કર્મયજ્ઞ સીવાય; તે અર્થે કર કર્મ તું, જેમાં સંગ વણ થાય. કર્મ જ્યાંસુધી અર્પણભાવથી ન થાય ત્યાં સુધી કર્મનું બંધન છુટતું નથી. ” હવેથી તે કર્મમાત્ર, તેનાં ફળની ઈચ્છા રહિત કરે છે એટલું જ નહીં, પણ ઈશ્વરપ્રીત્યર્થે કરે છે, બ્રહ્માર્પણબુદ્ધિથી જ તે કર્મ માત્ર કરે છે. મનુષ્ય ઈશ્વરના સહકારી થવું જોઈએ. એક સમય એવો હતો કે જ્યારે તે મનુષ્ય, ફળની આશાથી કર્મમાત્ર કરતે. કેટલાક સમય પછી તે કર્તવ્યબુદ્ધિથીજ કર્મમાત્ર કરતાં શિખે, એટલે ફલને ત્યાગ કરી, વસ્તુમાત્રને Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ ) સમાન માની તે કર્મમાં યોજાતો. અંતે બ્રહ્માર્પણબુદ્ધિથી તે કર્મ માત્ર કરે છે, અને તેમ થાય છે ત્યારે કર્મમાત્રથી ઈશ્વરનું યજન કરે છે, કર્મમાત્ર તેને અર્પણ કરે છે. આ કર્મમાર્ગ ઉપર આવી સ્થિતિએ પહોંચ્યા પછી જ તેને બ્રહ્માનન્દનો અનુભવ થાય છે. આમ થાય છે ત્યારે જ આત્માનંદની લહરી તેનામાં વહેવા લાગે છે. તે પોતાના ક્ષુદ્ર સ્વભાવથી મુક્ત થાય છે ત્યારે જ તેના ઉચ્ચ સ્વભાવથી તે પરિપૂર્ણ થાય છે અને પરબ્રહ્મ સાથે પોતાના આત્માની એકતાનો અનુભવ કરે છે. તે પરમ આન, ન્દમાં લીન થાય છે. બ્રહ્માર્પણ કર્મ કરવાથી બ્રહ્માનન્દ તેને પ્રાપ્ત થાય છે. તે ઈશ્વરસ્વરૂપ બની રહે છે, ઈશ્વરેચ્છા સંપૂર્ણ કરવાની એક પ્રણાલિકાસાધન–બની રહે છે, અને કર્તા માત્ર ઈશ્વર છે એમ તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. કર્મના ફલનો દાતા તથા ભોક્તા પણ એજ છે અને એના સિવાય બીજું કાંઈ છે જ નહીં એમ પણ તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જ્યારે સંપૂર્ણ ત્યાગબુદ્ધિ અને બ્રહ્માપણબુદ્ધિ ઉત્પન્ન થાય છે, જ્યારે સર્વને સર્વસ્વ આપે છે અને ઈશ્વર વિના બીજા કોઈ પાસેથી કંઈ લેતું નથી, જ્યારે દિવ્ય જ્યોતિ તેનામાં પ્રકાશે છે, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) છતાં પણ પિતાને માટે તે કશું માગતું નથી, જ્યારે સૂર્યની પેઠે પૃથ્વીના છેડા સુધી વ્યાપી રહી પિતાના પ્રકાશના બદલામાં તે કંઈ પણ આશા રાખત નથી અને પોતે ઈશ્વરને હોવા ઉપરાંત બીજે કંઈ દાવે કરતા નથી. આવી સ્થિતિ પ્રાપ્ત થયા પછી જ કર્મમાર્ગ, પરંપ, પરમ શાંતિએ પહોંચાડે છે. ત્યારે જે પરમ ગુરૂને બોધ સમજવા આપણે પ્રયત્ન કર્યો છે, તે જ પરમગુરૂને ઉપદેશ અહીં ટાંકીશું અને તેના આ સદુપદેશનું અનુકરણ કરવા પ્રયત્ન કરીશું. ભ૦ ગી. અ. ૨ કલેક ૬૪ અને ૭૨ માં કહ્યું છે કે, रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैविधेयात्मा प्रसादमधिगच्छति ॥ ६४ ॥ एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति । स्थित्वास्यामंतकालेऽपिब्रह्मनिर्वाण मृच्छति ॥७२॥ રાગદ્વેષકે જે તજે, ઔર વિષયક સેવક ઇંદ્રિય જે નિજ વશ કરે, લહે શાંતિકે ભેવ. ૬૪ બ્રહ્મજ્ઞાન સે કહો, જાતે મેહ ન હોય; સે બુદ્ધિ ગૃહે અંત સમે, મીલે બ્રહ્નામેં જોય. ૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Suratagyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમાર્ગ. કર્મમાગે રહી આત્માનુસંધાન કેવી રીતે થાય, તે આપણે આગળ જોઈ ગયા. ઘણા માણસે એ કર્મમાગે જ ચાલે છે. એ કર્મમાર્ગે ચાલતાં પ્રથમ રાગી મનુષ્ય વિરાગી કેવી રીતે થાય છે, વિરાગી થઈ ત્યાગી કેવી રીતે થાય છે અને અંતે યથાર્થ કર્મ કરતાં પરપ્રાપ્તિ કેવી રીતે થાય છે, તે આપણે જોઈ ગયા છીએ. હવે બીજો માર્ગ જે જ્ઞાનમાર્ગ તે શું છે તે આજે જોઈશું. એ માર્ગ ઘણા થોડા જ મનુષ્યને અનુકૂલ છે. એ માર્ગ અનધિકારીઓને ઘણે જ વિકટ છે. જેમના અંતઃકરણની શુદ્ધિ થઈ હતી નથી એવાને માટે એ ઘણેજ વિકટ છે. જ્ઞાનમાર્ગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચતાં અધિકાર પ્રાપ્ત થયેલ હોય તેવાને જે બુદ્ધિજમ, જે અનવસ્થા અને ભૂલ થવાને ભય છે, તે કર્મમાર્ગ કે ભક્તિમાર્ગમાં નથી. એ જ્ઞાનમાર્ગને અથથી ઇતિ સુધી તપાસીશું, અને સંસારી પુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર ) પિને એ માર્ગે સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે તપાસીશું. જે ભૂલથી એ માર્ગે ચાલનાર ઘણા મનુષ્ય એ માગથી ભ્રષ્ટ થાય છે અને ઘણાઓને અનેક પ્રકારના ભ્રમમાં પડવાથી ઘણે વિલંબ લાગે છે, તે ન થાય તે માટે આપણે એ માર્ગની એક પછી એક ભૂમિકાઓ લઈ તપાસીશું. આપણે ઉપર કહ્યું છે કે એ માર્ગના અધિકારી ઘણા થોડા જ છે. આ માર્ગ, જેમાં બુદ્ધિની વિશેષતા છે તે અંતે બુદ્ધિથી પર છે, છતાં પ્રથમ તો એ માર્ગે ચાલનારાઓની બુદ્ધિ બહુ તીક્ષણ અને ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ. ઈન્દ્રિયને વશ કરવી જોઈએ, મનને નિયમમાં રાખવું જોઈએ અને મનની એ કેલવણું જ્ઞાન પ્રાપ્તિ વિના બીજા કશાને માટે હેવી જોઈએ નહીં. મનુષ્યની મુદ્ર વાસનાઓ અને તૃષ્ણાના વિષયે પ્રાપ્ત કરવાના હેતુથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. કર્મમાર્ગનો વિચાર કરતાં આપણે જોઈ ગયા છીએ કે ઈન્દ્રિયના વિષયે પ્રાપ્ત કરવાના હેતુથી, વિષયતૃષ્ણા સંતોષવાના હેતુથી, જ્ઞાન પ્રાપ્ત કરવામાં બુદ્ધિનો ઉપગ ઘણું લેકે કરે છે. ઘણા લેકે જે પદાર્થવિજ્ઞાનની પાછળ મડે છે, તેમને હેતુ ઐહિક સુખનાં સાધને મેળવવાને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩ ) હોય છે. જેણે જ્ઞાનમાર્ગ પકડ્યો હોય છે તેમણે તો આ બધાને ત્યાગ કર જોઈએ. તેમણે ઈન્દ્રિચેના વિષયથી પર થવું જોઈએ, કારણ કે તે આત્માને અનુકૂલ નથી. તમે ગુણને વશ કરો જોઈએ અને તેની સત્તા જરાપણ ચાલે નહીં, એવું થવું જોઈએ, કે જેથી મનુષ્યને બંધન થાય નહીં. રજોગુણ જે પ્રવૃત્તિ કર્યા છે તે ઐહિક પદાર્થો પ્રત્યે મનુષ્યની પ્રવૃત્તિ કરાવતો બંધ થએલે હોવો જોઈએ; અને એ રજોગુણે મનુષ્યને જ્ઞાન પ્રાપ્તિ તરફ પ્રવૃત્ત કરવા જોઈએ. તેણે જ્ઞાન પ્રાપ્ત કરવા તત્પર રહેવું જોઈએ અને એમ થાય છે ત્યારે જ તે જ્ઞાનમાર્ગે ચાલવાને લાયક છે. - જ્ઞાનમાર્ગની પ્રથમ ભૂમિકામાં જ્ઞાન પ્રાસિને હેતુ જ્ઞાન જ હોવો જોઈએ. આવા માણસો જન્મથી જ જ્ઞાન પ્રાપ્તિ પાછળ મંડેલા હોય છે અને તેમ કરવામાં તેમને હેતુ જ્ઞાન પ્રાપ્તિથી મનને કેળવવાનો અને શોધ કરી આત્માને સંતોષવાને, અને જ્ઞાનાનન્દમાં ડુબવા ઉપરાંત બીજે કંઈ હેતે નથી. આવા જ્ઞાનનિષ્ઠ પુરૂષ પૃથ્વી પર ઘણા થોડા જોવામાં આવે છે. આવા માણસ આબરૂ, પૈસે, ૩. Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Soratagyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). પ્રતિષ્ઠા, કે વિષયવાસનાની તૃપ્તિ, એ કશું ઈચ્છતા નથી. તેઓ જ્ઞાનાનન્દને માટે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્તિ કરવા સિવાય એમને બીજે કશે હેતુ હોતો નથી અને મરણ પર્યન્ત જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ મચ્યા રહે છે. તેઓ વિશ્વ શું છે, મનુષ્ય શું છે, જીવન શું છે, સૃષ્ટિમાં શું શું રહસ્ય છે એ જ જાણવા માગે છે, અને બાહ્ય સૃષ્ટિમાંથી જે જ્ઞાન મળી શકે છે તે બધું તેઓ પ્રાપ્ત કરી લે છે. પણ વિજ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી. સૃષ્ટિમાં જે જે બનાવ બને, જે કાંઈ બને તે બધાનું અવલોકન કરવું, અવલોકન કરવાથી જે કાંઈ મળી આવે તેને એક બીજા સાથે સરખાવી તેમાં એક બીજા સાથે કાંઈ મળતાપણું અથવા સંબંધ છે કે નહીં, અને છે તે તે શું છે તે તપાસવું, અને કયા નિયમને અનુસરીને એ બનાવો બને છે તે શોધી કાઢવું, એ બધાનું નામ વિજ્ઞાન-સૃષ્ટિના પદાર્થોનું જ્ઞાન. આ પ્રમાણે જે કાંઈ અનુમાન પ્રાપ્ત થાય છે તેની સિદ્ધતા તપાસવા માટે જુદી જુદી રીતે પ્રયોગ કરવા, અને સૃષ્ટિમાં બનતા એવા જ બીજા બનાવો એ જ નિયમને અનુસરીને બને છે કે કેમ તે પણ જેવું અને પછી જે એ અનુમાન Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Suratagyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ખરું ઠરે તો તેને કુદરતના એક નિયમરૂપે માન. પદાર્થવિજ્ઞાની આ પ્રમાણે ઘણુંજ ધીરજથી એકના એક બનાવને જુદા જુદા સંસર્ગોમાં મૂકી તપાસે છે અને એ સર્વનું ઘણું જ બારીકીથી અવલોકન કરે છે. આમ કરવામાં તેને દિવસના દિવસ, મહિનાના મહિના અને કવચિત્ કવચિત્ તો વર્ષોનાં વર્ષ પણ વહી જાય છે. પણ જ્યાં સુધી એક અનુ. માનની સિદ્ધતાની તેને સંપૂર્ણ ખાતરી થતી નથી ત્યાંસુધી તે તેને સિદ્ધાન્તરૂપે માનતો નથી. દાખલા તરીકે પશ્ચિમદેશના પદાર્થવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનને દાખલો લઈએ. એ મહાન પુરૂષની પ્રયોગ કરવાની પદ્ધતિ તેના સમકાલિન પુરૂષને તથા ત્યાર પછીના પુરૂષને અજાયબી પમાડતી હતી અને હજુ પણ પમાડે છે. વનસ્પતિ વિદ્યાને અભ્યાસ કરવામાં તે અમુક વનસ્પતિને જુદી જુદી જમીનમાં વાવી જેતે, તેને જુદે જુદે વખતે થોડા કે વધારે અજવાળામાં રાખી તેની તેના પર શું અસર થાય છે તે નોંધતો. આ અને એવા અનેક પ્રકારના પ્રયોગ ફરીફરીને કરી જોઈ પોતે કરેલા અનુમાનમાં કાંઈ ખોડ ન રહે તે માટે અમુક નિયમ સિદ્ધાન્તરૂપ માનતાં પહેલાં અનેક પ્રયોગો કરી Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) જેતે, જેથી કરી સંશયને અવકાશજ રહે નહીં. આ પ્રમાણે અમુક નિયમને સિદ્ધાન્તરૂપે માનતાં પહેલાં જે અથાગ મહેનત તે લેતે તે તેની સત્યપરાયણતા, સત્યશોધક બુદ્ધિ અને ગંભીરતાના પુરાવા છે. સત્યપૂજક આવાજ હોય છે, અને આવા પુરૂષનું આવું શૈર્ય એજ વિજ્ઞાન માટે મનુષ્યમાં જે જીજ્ઞાસા હોય છે તેને એક પુરાવો છે. સૂક્ષ્મ જંતુની હિલચાલથી માંડીને સૂર્યના ભ્રમણ પર્યત સર્વનું અવલેકિન એક સરખી રીતે તેઓ કરે છે. કારણ કે નવું જ્ઞાન ક્યાંથી મળી શકશે એ કોણ જાણે છે? અને કઈ વસ્તુમાંથી, કયા પદાર્થમાંથી કુદરતના નવા નિયમનું જ્ઞાન થશે અને કઈમાંથી નહીં થાય એ કોણ જાણે છે ? પૂછડીઓ તારો આકાશમાં ભમતો ભમતે જ્યારે વિશ્વની અનંતતામાં ગુમ થઈ જાય છે ત્યારે તેનું અવલોકન કરતાં જે સત્ય જડવાનો સંભવ છે, તેના કરતાં એક રજકણ માત્રની ગતિનું અવલોકન કરતાં કુદરતને કોઈ મહાન નિયમ નહીં જડે એમ કેણ કહી શકે ? સુષ્ટિમાં કાંઈ ન્હાનું કે મોટું છે જ નહીં. સર્વ એકજ આત્માની વિભૂતિ છે અને તે દરેકમાંથી કુદરતના નિયમનું ભાન થઈ શકે છે. એક સૂર્યમંડળ બનાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૭) સૃષ્ટિની ઉત્પાદક શક્તિને જેટલી સંભાળ, જેટલી કાળજી રાખવી પડે છે, તેટલીજ સંભાળ અને તેટલીજ કાળજી એક સૂમમાં સૂક્ષ્મ પરમાણુ બનાવવામાં વાપરવી પડે છે. વિજ્ઞાન પ્રાપ્ત કરવાની સત્ય જીજ્ઞાસાવાળા પુરૂષ જ્યાંથી ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની ઈચ્છા રાખનાર હોય છે; અને તેના મનમાં એ પ્રથમ સેલું હોય છે કે સૃષ્ટિના અનેક પદાર્થોમાં કાંઈ સમવિસમતા છેજ નહીં. જ્ઞાનમાર્ગ ઉપર ચાલનાર જીજ્ઞાસુની જ્ઞાનાભિલાષાને ગ્ય ખ્યાલ આવે એવી એક વાર્તા છે તે જાણ્યાથી સમજાશે કે એ સત્યપરાયણતા કેવી દઢ હોય છે. સૃષ્ટિની ન્હાનામાં ન્હાનાથી મહેોટામાં મહટી રચના અને ક્રિયાઓ કરવામાં કુદરત કેવી એક સરખી કાળજી રાખે છે તે વિષે ટુચ્ચેનીફ નામને એકરશીયન વાર્તા લેખક એક વાત રૂપકરૂપે લખે છે. તે કહે છે કે “હું એકાદ ઘણુંજ ભવ્ય મંદીર જે પહાડમાંથી ખોદી કાઢેલું હતું ત્યાં ગયે હતો. એ મંદીરની હદ કયાં પૂરી થાય છે એ તો જણાતું જ ન હતું કારણકે તેની બેઉ બાજુએ સંપૂર્ણ અંધકાર વ્યાપી રહ્યો હતો. તેની આસપાસ સર્વ દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) ખડકો આવી રહ્યા હતા. એ મંદીરના સ્થંભ અને આર્કીઓ પણ એજ પથ્થરમાંથી ખોદી કાઢેલાં હતાં. હું એ મંદીરમાં જતો હતો એટલામાં મહને એક મહાન પ્રઢ દેવીનાં દર્શન થયાં. તેના મુખ ઉપર દિવ્ય તેજ પ્રકાશી રહ્યું હતું અને તેમાં પ્રેમ, બુદ્ધિ અને શક્તિનાં ચિન્હ સ્પષ્ટ જણાતાં હતાં. આ દિવ્ય મૂર્તિ બળ અને જ્ઞાનની પ્રતિમા જ હતી, અને આ પહાડમાંથી ખોદી કાઢેલા મંદીરમાં તે એકલી જ બીરાજતી હતી. તે કાંઈ કામમાં રોકાયલી હતી; તે કામમાં તે અત્યંત એકાગ્ર ચિત્તથી લાગેલી હતી અને તેની આંગળીઓ કંઈક વસ્તુને ઘાટ ઘડવામાં અને કોઈ પ્રાણી ઉત્પન્ન કરવામાં રોકાયલી હતી. તેની ભ્રમરો તેના તરફ દેરવાતી હતી અને તે જે કાર્ય કરતી હતી તેમાં જ લીન થઈ ગઈ હોય એમ જણાતું હતું. તેના વિચાર માત્ર તે વસ્તુ બનાવવામાંજ એકાગ્ર થયેલા હતા. તેની આસપાસ સર્વત્ર શાંતિ હતી. હું વિચારમાં સ્તબ્ધ થઈ હતો હતો તેની પાસે ગયે અને મને વિચાર આવ્યું કે, ખરેખર આ દેવી કઈ પરાક્રમી પુરૂષનું કે કોઈ મહાન બુદ્ધિશાળી પુરૂષનું મગજ ઘડવામાં રોકાયેલી છે, અને એ હેટા કાર્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ ) ગુંથાયેલી હોવાથી જ તે આટલી બધી એકાગ્ર વૃત્તિથી કાર્ય કરે છે. હું માનપૂર્વક તેની પાસે ગયો અને તે શું કરતી હતી તે પૂછ્યું. તેણે પોતાની ડેક ઉંચી કરી કહ્યું કે “હ એક ચાંચડનો પાછલે પગ ઘડું છું.” - વાર્તા ઉપર પ્રમાણે છે, એનો અર્થ સ્પષ્ટ છે. જ્ઞાનદેવીના ઉપાસકો એ દેવી પાસેથી પ્રથમ જે શિખે છે તે શું છે તે આ વાર્તા પરથી સ્પષ્ટ સમજાય છે. તે એ છે કે કુદરત જે કાંઈ ઉત્પન્ન કરે છે તે પિતાને સ્થાને સર્વાશે સંપૂર્ણ હોય છે. ન્હાનામાં ન્હાનું તેમજ મહેટામાં હેટું બધું એના મનને તો સરખું જ છે, કારણ કે સર્વમાં કુદરતનું સામર્થ્ય રહેલું છે. આ પ્રમાણે જ્ઞાનાભિલાષીઓ જેઓ સત્યપરાયણતાથી સૃષ્ટિની વસ્તુઓનું તત્વ શોધે છે તેઓને તે સર્વ વસ્તુ સરખી ઉપયોગી છે. આ પ્રમાણે તેઓ જ્ઞાન સંપાદન કરે છે, અને એક પછી એક પદાર્થવિજ્ઞાન શાસ્ત્રો ઉદ્ભવે છે. સૂક્ષ્મદર્શક યંત્રથી સૂક્ષ્મ પ્રાણીઓ અને વસ્તુએનું શેધન થાય છે અને દૂરદર્શક યંત્રથી મોટી વસ્તુઓનું શોધન થઈ શકે છે. સૃષ્ટિમાં સર્વ દિશાShree Sudharmaswami Gyanbhandar-Unnanay.Soratagyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) એમાં શોધ કરવાનાં નવાં નવાં ક્ષેત્રે એક પછી એક હમેશાં નિકળ્યા જ કરે છે, અને તેથી અભ્યાસી વિશેષ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતો જ રહે છે. એક ગ્રહ પછી બીજે ગ્રહ, એક સૂર્યમંડળ પછી બીજું, એમ શોધનાં સાધનો ઉત્તરોઉત્તર વધતાં જ જાય છે. ધારો કે કોઈ મનુષ્ય એટલું જ્ઞાન સંપાદન કર્યું છે કે સ્થલના અંતરાય તેને નડતા નથી અને તે આગળ જઈ સૃષ્ટિના સુક્ષ્મ દેશનું પણ અવલોકન કર્યા કરે છે. આ સાધક ભુવર્લોક જે સામાન્ય લોકોને હાલ અદષ્ય છે તેનું જ્ઞાન મેળવી શકે છે. ત્યાં તેને નવી નવી યોજનાઓ અને નવા નવા નિયમે અનેક રીતે તપાસવા પડે છે. જેમ જેમ બુદ્ધિ ખિલતી જાય છે તેમ તેમ જ્ઞાનના નવા નવા પ્રદેશે તે મનુષ્યની દષ્ટિએ પડતા જાય છે. ભુવલેંકમાં જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે તે કરી રહ્યા પછી તેથી ચઢતા કે તેને શોધવાના રહે છે. હવે તેને માનસલકનું શોધન કરવાનું આવે છે. અહીં પણ નવાજ વિષયે અનેક પ્રકારના હોય છે. ધારો કે આ સાધકે ભૂલેંક, સુવર્લોક અને માનસલોકમાં જે કાંઈ જ્ઞાન મેળવવાનું હોય તે મેળવ્યું છે. આ તે માત્ર આપણું આ ન્હાની સરખી પૃથ્વીના Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) સંબંધમાં આવતી ભૂમિકામાં છે. પણ એ ઉપરાંત અનંત વિશ્વ તે હજી બાકી જ રહ્યું છે. કલ્પના કરે કે તે એક પછી એક એમ દરેક ગ્રહોમાં પ્રવેશ કરી તે તે ગ્રહો સંબંધી જ્ઞાન મેળવે છે. એમ કરતાં તે આપણા સૂર્યમંડળના દરેક ગ્રહના બંધારણ, ત્યાની વસ્તી વગેરેની ઘણું માહિતી મેળવે છે. તે થઈ રહ્યા પછી બીજા સૂર્યમંડળનું જ્ઞાન મેળવ્યું જાય છે. પણ આવાં સૂર્યમંડળે તો અનંત છે. જ્ઞાનનો ભંડાર વધતો જ જાય છે અને બુદ્ધિ ખિલતી જ જાય છે પણ બુદ્ધિ તૃપ્ત થતી નથી. જ્ઞાનને અંત ક્યાં આવવાનો? જ્ઞાનને તેને ભંડાર વધતો જાય છે, એક પછી એક ગ્રહની અને સૂર્યમંડળની શોધ કર્યો છતાં પણ અસંખ્ય ગ્રહ અને સૂર્યમંડલે હજુ બાકી જ રહે છે. આ બધાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને તે હવે જરા ધીમે પડતે જીવ આગળ ચાલ્યા જ છે. હિંદશાસ્ત્રમાં એક એવી વાત લખેલી છે કે, અગ્નિના એક સ્થંભમાં મહાદેવ ઉચે નીચે ગયા, પણ તેને તાગ આવ્યું નહીં. તેની શોધ કરવા માટે બ્રહ્મા એક હજાર વર્ષ પર્યન્ત આકાશમાં ફર્યા, પણ તેનો છેડે આવ્યો નહીં અને વિષ્ણુ હજાર વર્ષ પર્યત પાતાળમાં રહ્યા, પણ અગ્નિને Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ). તા. તેમને પણ આવ્યું નહીં. આને સારાંશ એ જ છે કે બ્રહ્મ સર્વત્ર વ્યાપી રહ્યું છે અને સર્વમાં તેનો અંશ માત્રજ પ્રત્યક્ષ છે. અપરા વિદ્યાનો અંતજ નથી, વસ્તુના બાહ્ય સ્વરૂપની શોધને પારજ આવે એમ નથી. એમ કરતાં કરતાં જીવ અંતે થાકે છે અને અંતે હારીને તે છેક નિરાશ થઈ જાય છે. પણ જ્ઞાનની શોધ ચાલુ હતી તે દરમ્યાન આત્મા, સાધકના અંત:કરણને પ્રેરતે હતો. તે આત્મા તેને પ્રેરણા કરી રહ્યો હતો કે તે માયાથી વેષ્ટિત છે અને વિષય માત્ર માયાવી છે, અને જે અનંત છે તેજ નિત્ય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા પહેલાં આ અનેક વસ્તુઓનું જ્ઞાન મેળવવાની કોઈ જરૂર નથી. માયાથી ઢંકાયેલા આ આત્માનો સાક્ષાત્કાર થવા માટે પોતે સર્વવ્યાપી થવાની કાંઈ જરૂર નથી; અને જેથી વિજ્ઞાનને અભિલાષી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે વિજ્ઞાનની શોધ કોઈપણ કાળે કરી શકાય છે કારણકે આત્મા સર્વવ્યાપી છે. ભ૦ ગીઅત્ર ૧૦ ક. ૩૯ માં કહ્યું છે કે – न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥ થાય નહીં મુજવણ એ, ભૂત ચરાચર સાર. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩ ) આમ થતાં થતાં આ અનેક પ્રપંચમાં આત્માનું તેને ભાન થવા માંડે છે. જે માયાવડે આત્મા વેષ્ટિત છે તે ભેદી તે આત્માની કાંઇક ઝાંખી કરી શકે છે. એક પછી એક વધતા જતા પદાર્થોની શેાધમાં ક્રતા ફરતા, અને પદાર્થવિજ્ઞાનમાં મચ્ચા રહ્યા છતાં, બુદ્ધિને અસતાષ રહે છે. એથી કરી તે મનુષ્ય ધીમે ધીમે સમજે છે કે આ મહિવૃત્તિ છેડવી જોઇએ. બાહ્યસૃષ્ટિની પાછળ પડવું વ્યર્થ છે અને આંતવૃત્તિ કરવાની જરૂર છે; કારણ કે એક વર્તુ - ળના પરીઘના કેાઈ ભાગપર રહીને જોવાથી તેને ખરાઅર બધું દેખાતુ નથી પણ તેના મધ્યખિદુપર રહીને જોવાથી તે ખરાખર દેખી શકાય છે. આખા વિશ્વમાં ભ્રમણ કરવાથી પણ ખાદ્યસૃષ્ટિમાં આત્માને સાક્ષાત્કાર થતો નથી એ, તે ખરાખર સમજે છે. તેમ થવા માટે બધે સ્થળે તેણે પેાતાની વૃત્તિએને અંતર્મુખ કરવી જોઇએ. આમ થતાં થતાં ધીમે ધીમે તે મનુષ્યમાં વિવેક ઉત્પન્ન થાય છે, અને સત્ શુ છે, અસત્ શુ છે, નિત્ય શુ છે, અનિત્ય શું છે, આત્મા શુ છે અને તેમાં માયાવી અનેક આવરણે શું છે તે તે સમજે છે. વિજ્ઞાનમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથીઉં આ છે. આ પ્રમાણે સત્યા Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) સત્યને વિવેક કરવાથી જ્ઞાનની નિસરણીને પહેલે પગથીએ તે ચડે છે. એ વિવેક જ્યારે દૃઢ થાય છે ત્યારે તેનામાં બીજો જે એક ભાવ ઉત્પન્ન થઈ આવે છે તે વૈરાગ્ય છે. એથી વળી તે પદાર્થ માત્રથી કંટાળી જાય છે, તેમના ખાદ્યસ્વરૂપથી તેને કાંઈ ચેન પડતુ નથી, એટલે તેમનાથી દૂર જવાની વૃત્તિ થાય છે, અને તે બધાંના ત્યાગ કરી સૃષ્ટિના કઈ શાન્ત પ્રદેશ જેમાં તેની મહિવૃત્તિ ન થાય તેવે ઠેકાણે જઈ રહેવાના તેના નિશ્ચય થાય છે. ત્યાં પણ પદાર્થો તો છેજ અને આત્મા તે પદાર્થોમાં ગૂઢજ રહેલા છે. તેને ભાન થાય છે કે અત્યારસુધી તે બેવકૂફ બન્યા છે. આળકા પુતળીને લઇ તેની સાથે અનેક પ્રકારના વિહાર કરે છે અને તેથી સ તાષાય છે તેમ તેણે અત્યાર સુધી આ દુનિયાના વિષય સાથે કર્યું... એમ તેની ખાતરી થાય છે, અને જે દુનિયાની સાથેનું તેનું બંધન કાચા સૂતરનુ હતુ તેને તેણે લેાઢાની સીક જેવું માન્યુ હતુ તે જાણીને દુનિયા ઉપર તેને અત્યંત તિરસ્કાર આવે છે. વિવેકમાંથી ઉત્પન્ન થયેલા આ વૈરાગ્યમાંથી તેને એવી પ્રેરણા થાય છે કે હજી તેનેા વિકાસ થઇ શકે એમ છે; અને તેમ કરવા માટે–આત્મ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sorratagyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) સાક્ષાત્કાર કરવા માટે કેટલેક અંશે ષગુણ સંપન્ન થવાની જરૂર છે. જે આ દુનિયામાં મનુષ્યને કટ્ટામાં કટ્ટો વૈરી કઈ હોય તો તે પોતેજ છે, એટલે દરેક મનુષ્યની ક્ષુદ્ર વાસનાઓ જ તેને જ્ઞાન પ્રાપ્ત કરવા દેતી નથી. જ્ઞાનના ગપાટા ભલે મારે પણ જે શક્તિ વિના જ્ઞાનની ઉચ્ચ ભૂમિકાઓ પ્રાપ્ત થઈ શક્તી નથી તે શક્તિઓ ઉત્પન્ન થાય ત્યાંસુધીમાં તેને અનેક અનુભવના ફળરૂપ સંપૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થે જોઈએ. તેણે મનને તથા દેહને પોતાના તાબામાં જ રાખવા જોઈએ; તે એટલે સુધી કે બાહ્ય પદાર્થોની તેના પર અસરજ ન થાય. માત્ર આત્માથી પ્રેરાઈને જ તે ક્રિયા કરે. એકમાંથી જે અનેકતા પ્રસરી છે, એકની જ સર્વ વિભૂતિઓ છે અને એથી જ જુદાં જુદાં સ્વરૂપ છતાં, જુદી જુદી પદ્ધતિઓ છતાં, જુદા જુદા ધર્મ, માર્ગ, અને સંપ્રદાયે એ એક જ વસ્તુનું શોધન કરી રહ્યા છે એમ જાણવાથી મનમાં જે મહત્તા અને સમભાવ ઉત્પન્ન થાય છે તે તેણે પ્રાપ્ત કરવાં જોઈએ. એનું જ નામ ઉપરતિ. સહનશીલતા વિના આવા મહાન કાર્ય સફળ થતાં નથી, એટલે આત્મસાક્ષાત્કાર જેવા મહાન કાર્ય માટે એની વિશેષ જરૂર છે. એથી જ જીવ દઢ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૬) થાય છે, વીર્યવાન થાય છે. જ્ઞાનમાર્ગે રહી આત્મપ્રાપ્તિ થવામાં બળહીન જીવ નિષ્ફળ થયા વિના રહેતું નથી. એનું જ નામ તિતિક્ષા. એ માણસે ચેકસ માનવું જોઈએ કે હું દિવ્ય છું, કારણ કે હું ઈશ્વરને અંશ છું, અને તેથી જે ઈચ્છું તે કરવાની હારામાં શક્તિ છે. પોતે જાતે દિવ્ય હવા વિષે તથા પોતાની શક્તિ ઉપર આવો દ્રઢ વિશ્વાસ હોવે એનું જ નામ શ્રદ્ધા. આ બધા ગુણે સંપાદન થયા પછી અંતે એના ચિત્તની સ્થિતિ એવી થવી જોઈએ કે કશાથી પણ તેમાં ફરક પડે નહીં. એનું જ નામ સમાધાન. જે ચિત્તનું સમાધાન થયું ન હોય તો, વૃત્તિ ચંચળ જ રહે છે, તેની દષ્ટિ શુદ્ધ કેવી રીતે હાઈ શકે? અને જેની દષ્ટિ નિર્મળ નથી તેને આત્મદર્શન શાનું થાય ? જ્યારે આ બધા ગુણે તે સંપાદન કરે છે ત્યારે પરંપદને પંથે જવાને તે ગ્ય થાય છે; અને ત્યારે જ સાચા જ્ઞાનમાર્ગને અધિકાર પ્રાપ્ત કરવા માટે અનુભવે દ્વારા તે કેળવાય છે. ચિત્તશુદ્ધિથી, મનની તીવ્રતાથી, આ તેના મહા Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭ ) પ્રયાસના જુદા જુદા અનેક અનુભવેાથી અને ગુણા પ્રાપ્ત કરી તેણે પેાતાના શુદ્ધ માનસિક જીવનથી તૈયારી કરી છે, તેથી તે અધિકારી થયા છે. આવા મનુષ્યને જ અધિકારી કહી શકાય છે. એ જ પુરૂષ હવે જ્ઞાનમંદીરના દ્વાર આગળ એક જીજ્ઞાસુ તરીકે ઉભા રહે છે. તે ઉઘડ્યાથી સત્ય જ્ઞાનમાર્ગે જવાને તેને અધિકાર થાય છે. આવા અધિકારીને જ આત્મજ્ઞાનના રહસ્યના ઉપદેશ મળે છે. એ જ્ઞાન જેને માટે આટલે બધા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે તે જ્ઞાન ક્યું ? એ જ્ઞાન શુ છે ? એ જ આત્મજ્ઞાન. આત્મા જે એક છે, અનંત છે, નિત્ય છે અને સત્ય છે, તેનું જ્ઞાન એ જ આત્મજ્ઞાન. જ્યારે વસ્તુમાત્ર એ આત્માનીજ વિભૂતિ છે અને આત્મા તો એક જ છે અને તે સર્વવ્યાપક છે એવી દૃઢતા થાય ત્યારે જ આત્મજ્ઞાન સિદ્ધ થયુ કહેવાય. શ્રીકૃષ્ણુભગવાન જેમણે કર્મ માર્ગ અને ભક્તિમાર્ગ શું છે તે સારી પેઠે સમજાવ્યું છે, તેઓએ જ્ઞાનની ટુંકી વ્યાખ્યા આપી છે. Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૮) શ્રીકૃષ્ણ ભગવાન ગીવ અ ૧૦, શ્લોક ૨૦ માં કહે છે કે, अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः । अहमादिश्च मध्यं च भूतानामंत एव च ॥ २० ॥ હું આત્મા સે ભૂતમાં, રહેલ છું નિરધાર; આદિ મધ્ય ને અંત પણ, ભૂતોને હું સાર. ૨૦ હે ગુડાકેશ, જીવમાત્રમાં જે આત્મા રહેલો છે તે હું જ છું. જીવમાત્રને આદિ, મધ્ય અને અંત પણ હું જ છું.” આમ કહીને જ્ઞાન શું છે તે આગળ સમજાવવા ભ. ગી. અ. ૧૧, લેક ૭ થી ૧૩ માં અને ૧૭ માં કહ્યું છે કે, अमानित्वमदंभित्वमहिंसा क्षांतिरार्जवम् । आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥७॥ ક્ષાંતિ, અદંભ, અમાનિતા, શૌચ, સરળતા, સાર, ધૈર્ય, અહિંસા, દેહવશ, ગુરૂસેવા નિરધાર. ૭ इंद्रियार्थेषु वैराग्यमनहंकार एव च । जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥ ८ ॥ વિષયમાં વૈરાગ્ય વળિ, અનહંકારિ થવાય; જન્મ, મૃત્યુ, વ્યાધિ, જરા, દુઃખ જેવું તેમાંય. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) असक्तरनभिष्वंगः पुत्रदारगृहादिषु । नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥ ९ ॥ અસક્તિ, અસંગપણ, વાળ, પુત્ર દાર ગૃહમાંય; ઈષ્ટ અનિષ્ટનિ પ્રાપ્તિમાં સમચિત નિત રહેવાય. ૯ मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी। विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥ १० ॥ અનન્ય યોગે મુજ વિશે, દઢ ભક્તિ વળિ સોય, જનસમાજમાં પ્રીતિ નહિ, નિજન વાસ જ હોય. ૧૦ अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥ ११ ॥ દર્શન મોક્ષ તણું વળી, નિત અધ્યાત્મજ્ઞાન, એ સૌ જ્ઞાન કયૂ જ છે, ઉલટું તે અજ્ઞાન. ૧૧ ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते । ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्ठितम् ॥ १७॥ તિમાં તે તિ છે, તમથી પર કહેવાય જ્ઞાનગમ્ય, ય, જ્ઞાન એ, રહેલ છે સૈમાંય. ૧૭ નમ્રતા, પ્રમાણિકપણે, અહિંસા, સહનશીલતા, સરળતા, ગુરૂની સેવા, બાહ્ય અને આંતરશુદ્ધિ, Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Sorratagyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ઢેઢતા, આત્મસંયમ, વિષય તૃષ્ણાને અભાવ, અનહુંકાર, જન્મ, મરણુ, જરા, વ્યાધિ, દુ:ખ પ્રત્યે દોષષ્ટિ, અમમત્વ, પુત્ર, સ્ત્રી, ઘર, વગેરે પરથી મમતા ઉઠાવવી, ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિમાં સમચિત્તપણું, સર્વ ત્યાગી મ્હારી જ અનન્ય ભક્તિ, એકાંતવાસનુ સેવન, લેાકસમાજમાંથી દૂર રહેવુ, આત્મજ્ઞાનમાં મચ્યા રહેવુ, તત્વજ્ઞાનના હેતુ સમજવા, એનુ જ નામ જ્ઞાન છે; એથી ઊલટું અજ્ઞાન છે. પરમાત્મા તેજનું તેજ, અંધકારથી પર છે. તે જ્ઞાન છે, જ્ઞાનનેા વિષય છે, અને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, અને તે જ સર્વના હૃદયના વિષે વિરાજમાન છે.” જ્ઞાનના પ્રભુ શ્રીકૃષ્ણુભગવાને જ્ઞાનની આવી વ્યાખ્યા આપી છે, અને જ્યારે તે જ્ઞાનની શેાધમાં અચળ અને તલ્લીન જીજ્ઞાસુ વિષે ખેલતા હતા, ત્યારે તેઓ, આપણે જેને ઉપર અધિકારી કહ્યો છે તેને વિષે ખેલે છે. આ પ્રમાણે બ્રહ્મના સત્ય સ્વભાવને જાણવા તેજ જ્ઞાન છે. એમાં જરા પણ ખામી હોય તે તે જ્ઞાન નથી; તે અજ્ઞાનજ સમજવું. જે જાણવાથી માત્ર બાહ્ય સ્વરૂપ જ ઓળખાય તે અજ્ઞાન નહીં તો ખીજું શું ? જે કાંઈ બનાવ મને છે તેની બાહ્ય અને દૃષ્ય અસરો સમજાવે છે એવું જે પદાર્થ જ્ઞાન તે Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sorratagyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) આ પ્રમાણે અજ્ઞાન જ છે. આત્મજ્ઞાન જેથી એકજ આત્મા સર્વવ્યાપક છે એમ અનુભવસિદ્ધ થાય છે તેજ જ્ઞાન છે. આ આત્મજ્ઞાન જે ખરૂં જ્ઞાન છે તેનાં મૂળ તત્વ શું છે તે જાણવા અહિ પ્રયત્ન કરીશું. આત્મા એક છે. સૃષ્ટિમાં ભેદ જણાય છે, જે નાનાત્વ જણાય છે તે માત્ર વસ્તુઓના બાહ્ય સ્વરૂપને લીધે છે. એ ભેદ માયાકૃત છે માટે જ અસત્ય છે, અને એ માયાવી ભેદને લીધે જ જે સત્ય છે, જે સચ્ચિદાન્ટ સર્વત્ર છે, અને જગતના નાયક છે અને જેનાથી પર બીજું કાંઈ નથી, તેનું દર્શન આપણને થતું નથી. આત્મા સર્વદા નિષ્ક્રિય છે. ક્રિયા માત્ર પ્રકૃતિના વિકાર છે. એ પ્રકૃતિના ગુણોની લીલાથી પુરૂષ આવૃત્ત થયેલ છે. બાહ્યસૃષ્ટિમાં જે અનેક ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ જણાય છે તે આ એક નિત્ય વસ્તુના દશ્ય સ્વરૂપ છે. જીવમાત્રનાં જન્મ, પુખ્ત વય અને મરણ એ રીતે જે સંસારચક્ર ચાલે છે તે પ્રકૃતિના ગુણેને લીધે છે. તેમાં રહેલેં પુરૂષ તો સર્વદા અવિકારી હાઈ નિષ્ક્રિય જ રહે છે. આનેજ શ્રીવિષ્ણુની લીલા કહે છે, આજ પરમાત્માની કલ્પનાના તરંગો છે. વસ્તુ માત્રનાં રૂપ બદલાય છે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ( પર ) તેથી તેઓ માયાવી છે; તેમાં રહેલું જીવન એકજ છે, કારણ કે તે આત્મા છે. શ્રી ગીતા અ. ૧૩ લે. ૨૯માં કહ્યું છે કે – प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः । यः पश्यति तथाऽत्मानमकर्तारं स पश्यति ॥२९॥ ક્રિયમાણ કર્મોજ સે, થાય પ્રકૃતિથી એમ; જાણે છે, તે આત્મને, જુએ અકર્તા તેમ. ૨૯ જે પુરૂષ બરાબર સમજે છે કે આત્મા અકર્તા છે અને કર્મ માત્ર પ્રકૃતિનાં છે, તે જ સત્ય જુએ છે. વિવેક એ છે કે જેથી સત્યાસત્ય અને નિત્યાનિત્ય સમજાય છે. આ પ્રમાણે આત્મા તે કાંઈ કરતો જ નથી. જે કાંઈ થાય છે તે પ્રકૃતિના ગુણે જ કરે છે છતાં આત્મા સર્વત્ર વ્યાપી રહ્યો છે. જ્ઞાની પુરૂષ આત્માને સર્વત્ર એક સરખી રીતે વ્યાપી રહેલે જુએ છે. અહો ! આ જ્ઞાન પૂર્ણ રીતે પાચન કરવું કેવું કઠિન છે? આત્મા જે શુદ્ધ છે તે ઉત્તમમાં ઉત્તમ અને કનિષ્ઠમાં કનિષ્ઠ વસ્તુઓમાં તેમજ શુદ્ધમાં શુદ્ધ વસ્તુમાં પણ રહે છે અને અશુદ્ધમાં અશુદ્ધ વસ્તુમાં પણ એજ છે. હેટા ચગે Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ (૫૩) શ્વરને આત્મા અને અધમમાં અધમ માણસને આત્મા એકજ ? શ્રીકૃષ્ણનું આપેલું આ જ્ઞાન કાંઈક વિચિત્ર ભાસે છે. આનો અર્થ શું ? એને અર્થ એટલે જ કે આત્મા એક જ છે અને તે સર્વત્ર સમવસ્થિત છે, કારણ કે વસ્તુમાત્ર તેનાં દષ્ય રૂપ છે. ભ. ગી. અ. ૧૦ કલેક ૩૬માં કહ્યું द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ॥ છળ જનમાં છું તૂત વળિ તેજ તેજિમાં ધાર; આ જ્ઞાનને અર્થ હવે કાંઈક સમજાયે હશે. એનો અર્થ એટલેજ છે કે પૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ પ્રકારના, ઉત્તમ તથા કનિષ્ઠ અનુભવની જરૂર છે. કેઈ ભવ્ય વસ્તુ, કેઈ સુંદર વસ્તુમાં જે આત્મા છે તેજ હલકામાં હલકી વસ્તુમાં પણ છે, અને જે વસ્તુથી આપણને કંટાળો આવે છે તેમાં પણ તેજ છે. આપ ચિ આમ નહીં જણાય પણ, જ્ઞાનીને તે કઈ વસ્તુ સારી કે માઠી છે જ નહીં. કારણકે સર્વ એકજ આત્માની વિભૂતિઓ છે. સૃષ્ટિમાં જે કાંઈ છે તે અમુક કાર્યમાટે, અમુક સ્થળનેમાટે, અમુક અર્થને માટે, વેજાચલું છે અને તે માં રહીને પિતાને ગ્ય ભેગ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ભેગવી તે અનુભવનો સંગ્રહ કરે છે. આત્મા અનંત છે એટલે એની વિભૂતિઓ પણ અનંત જ હોવી જોઈએ; એનો અંશમાત્ર પણ અનંતજ છે. જુદી દેખાતી વસ્તુઓમાં જે ભેદ જણાય છે તે સત્ય માનવાથી તે અપૂર્ણ જણાય છે. કારણ કે આપણે જે જોઈએ છીએ તે માત્ર તેને એકજ અંશ છે. તે આખી વસ્તુ આપણને દેખાતી નથી. અમુક વસ્તુની એકજ બાજુ જેવાથી તેના આખા સ્વરૂપનું જ્ઞાન આપણને થતું નથી, તેમજ એક વસ્તુનું જુદું સ્વરૂપ તે જેને ભાગ છે તેનું સ્વરૂપ બતાવી શકાતું નથી. આત્મા જે એક છે તે સર્વત્ર છે. તેનાથી ભિન્ન કાંઈ છે જ નહીં કેમકે કઈ એક વસ્તુ લે તો તેને ગમે તેટલે નાનો અંશ પણ તે આખી વસ્તુને ભાગ છે. આપણું અર્ધ અંધ દષ્ટિને પૂર્ણ આત્મા જણાતો નથી, પણ તેનાં અપૂર્ણ રૂપ જણાય છે. એ અપૂર્ણતા પૂર્ણતા પામવાને સર્વત્ર અને સર્વદા પ્રયત્ન કરી રહી છે, અને અધમમાં અધમ વસ્તુ પણ કેઈ કાળે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ બનશે. વળી એક બીજી વાત શિખવાની છે તે એ કે, જે જે વસ્તુઓ છે અને જે આપણી વૃત્તિઓને તેની તરફ ખેંચે છે તે સર્વની આકર્ષણશક્તિ આ આત્માને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ (પપ ) લીધેજ છે. જે એમ બની શકે કે કઈ વસ્તુમાં આત્મા ન હોય તો તેની એ શક્તિ નાશ પામશે. મૈત્રેયીએ પોતાના પતિ પાસેથી જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છા બતાવી ત્યારે તેણે શું કહ્યું હતું ? તેણે કહ્યું કે સ્ત્રીને પતિ વહાલે છે તે તે પતિને ખાતર નહીં પણ તેમાં રહેલા આત્માને માટે છે. પત્ની પત્નીને ખાતર નહીં, પુત્ર પુત્રને ખાતર નહીં, સંપત્તિ સંપત્તિને ખાતર નહીં, એમ કોઈ વસ્તુ તે વસ્તુને માટે પ્રિય નથી, પણ દરેક વ્યક્તિમાં જે આત્મા રહેલો છે તેને માટે તે દરેક વ્યક્તિ પ્રિય લાગે છે. તેમજ દે પણ દેવા માટે નહીં, પણ તેમનામાં રહેલા આત્માને માટે જ પ્રિય છે. આ પ્રમાણે એ ઋષિએ પોતાની જીજ્ઞાસુ પત્નીને આત્મરહસ્યને ઉપદેશ દીધે હતો. આ પ્રેમ, આત્માનું આત્મા પ્રત્યે આકર્ષણ છે તે વિના બીજું કાંઈ નથી. મનુષ્ય પોતાના આત્માને પિતાનામાં અનુભવતો નથી, માટે તેજ આત્મા બીજાના આત્માને પ્રેમરૂપે અનુભવવાને પ્રયત્ન કરે છે. આ પ્રમાણે એ ઋષિએ અનેક દષ્ટાને આપી સિદ્ધ કર્યું કે કોઈ વસ્તુ તેના બાહ્યરૂપને લીધે પ્રિય નથી પણ તેમાં રહેલા આત્માને લીધેજ પ્રિય છે. આત્માનું દર્શન કરવું જોઈએ, તેને Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ (પ૬ ) સ્વર સાંભળવો જોઈએ અને તેનું મનન કરવું જોઈએ. અમરત્વનું રહસ્ય આજ છે. જે ઉપદેશ આ ઋષિએ પિતાની પ્રિય અને જીજ્ઞાસુ પત્નીને કર્યો હતો તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારેજ “તત્વમસિ” કહેવાને અધિકાર તેને મળે છે. આ ઉપદેશનો અમલ થયા પછી જ “ હે ” એ શબ્દ બોલી શકાય છે. જે મુક્ત, જે જ્ઞાની, ત્રિગુણાતીત થયે હોય છે તેની સ્થિતિ આવી હોય છે. આત્મા એકજ છે અને તેના વિના બીજું કાંઈ નથી તે હવે અનુભવ સિદ્ધ થયું છે. આ ઉપદેશ દઢ થવાથી સર્વ બંધન તૂટે છે અને જીવ મુક્ત થાય છે. આ પુરૂષ તૃષ્ણ રહિત થાય છે. તેનું ચિત્ત શાંત થાય છે. “હું કરું છું ” એવો ભાવજ તેને રહેતો નથી, કારણકે તેણે અનુભવ્યું છે કે આત્મા સર્વ કિયાએ તેની દ્વારા કરે છે. કર્મ કરતાં છતાં અક્રિય રહેવું તેને મર્મ આજ છે. સત્યજ્ઞાનનું રહસ્ય આજ છે. જ્ઞાની, દેહ અને મનવડે કિયા ભલે કરે, છતાં તેને આત્મા લેવાતો નથી. જે જ્ઞાની કાંઈ ક્રિયા કરતો નથી તે તે જીવન શી રીતે ગાળે છે ? સત્યજ્ઞાન અને મિથ્યા જ્ઞાન વચ્ચે શું ફેર છે તે બરાબર સમજવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫૭ ) એક દષ્ટાંત લઈએ. શ્રીકૃષ્ણ અને રોપીઓની કથાએમાં દુર્વાસા ઋષિના પ્રસંગમાં એક એવી કથા છે કે, એ ઋષિ વર્ષમાં એકવાર ભજન કરતા અને એ એક ભેજનમાં તેમને ઘણું ખાવાનું જોઈતું હતું. આ વાર્ષિક ભજન ગોપીઓ તેમને માટે લઈ જતી. આ ભજન લઈ જવાનો સમય આવ્યો ત્યારે ઘણાં મિષ્ટાન્ન બનાવી થાળમાં પૂરી પીઓ દુર્વાસા ઋષિના આશ્રમ પ્રત્યે જવા નીકળી. પણ ત્યાં જતાં રસ્તામાં એક નદી આવતી હતી, તેમાં પૂર આવ્યું હતું તેથી તેને પેલે પાર જઈ શકાય એમ ન હતું. દુર્વાસા ઋષિને ક્રોધ ચઢશે એવી બીકથી તેઓ શ્રીકૃષ્ણ પાસે પાછી ગઈ અને કહ્યું, હવે અમારે શું કરવું? પૂર ઘણું આવ્યું છે અને પાર જઈ શકાય એમ નથી; અને દુવાસા ઋષિ ક્રોધ કરશે તો બધા લોક બળીને ભસ્મ થઈ જશે. શ્રીકૃષ્ણ ભગવાનને હાસ્ય આવ્યું અને કહ્યું, તમે પાછાં તે નદીએ જાઓ અને તેને મારું નામ દઈને કહો કે “જે શ્રીકણ બ્રાચારી હોય તો અમને માર્ગ આપો.” તેઓએ વિચાર્યું કે આ શું ? શ્રીકૃષ્ણ આટલી બધી ગોપીઓ સાથે રહે છતાં તે બ્રહ્મચારી? પણ તેઓ જાણતી હતી કે શ્રીકૃષ્ણ જ્ઞાની છે, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) પાછા નદી પ્રત્યે જઈને આજ્ઞા પ્રમાણે મંત્ર જેવા શબ્દ તેમણે ઉચાર્યા. તરતજ નદીએ તેમને માર્ગ આપે અને તેઓ પાર ઉતરી દુર્વાસા ઋષિને આશ્રમે ગઈ. તેણે બધું મિષ્ટાન્ન આપ્યું અને જ્યારે પાછા ફરવાને સમય છે ત્યારે વળી પાછું ગેપીઓએ વિચાર્યું કે હવે કેમ થશે? તેઓએ દુર્વાસા પાસે જઈ હકીક્ત કહી. ત્રાષિએ કહ્યું, તમે જાઓ અને નદીને કહે કે “જે દુર્વાસાકષિ વા ભક્ષીને જ રહેતા હોય તો અમને માર્ગ આપ.” ચેપીએને ફરી આશ્ચર્ય થયું કે આ થાળની થાળ તે તેણે હમણા ખાલી કરી, છતાં કહે છે કે હું વા ભક્ષુ છું. છતાં તેઓ ગઈ અને જે કહેવાનું હતું તે કહ્યું કે તરતજ નદીએ તેમને માર્ગ આપે. ઘેર જઈ તેઓએ બધી વાત શ્રીકૃષ્ણને કહી અને તેને અર્થ પુછયે. તે પરથી શ્રીકૃષ્ણ તેમને કહ્યું કે, જ્ઞાનીને કર્મનું લેપન નથી, અને તેને કશાન પણ સ્પર્શ થતો નથી. જે ખરે જ્ઞાની છે તે કર્મ કરતાં છતાં તેને બંધન થતું નથી, અને બાહ્ય વિશ્વની વસ્તુઓને તેને સ્પર્શ થતો નથી. પણ આ બાબતનો અર્થ સમજવામાં ઘણુંવાર લોકો હેટી ભૂલ કરે છે. જેઓ જ્ઞાની હોવાને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ડળજ કરે છે, જેઓ જ્ઞાનના ગપાટા મારે છે પણ ખરેખરા જ્ઞાનની ભૂમીકાએ પહોંચ્યા નથી, તેઓ “ અહં બ્રહ્માસ્મિ ” એ વાક્યોચ્ચારમાંજ જ્ઞાનની પરિસીમા સમજે છે. તેઓ આમ કહેવા છતાં સર્વ વિષયોથી લેપાય છે, અને તેમાં આસક્ત થાય છે, કેમકે તેમને ખરેખર વિરાગ ઉત્પન્ન થયે નથી. તેથી ગમે તેવો ભ્રષ્ટાચાર કરતાં તેઓ કહે છે કે ઈન્દ્રિઓ ક્રિયા કરે છે, મને કાંઈ તેનું લેપન નથી. આવા મનુષ્ય કેવળ ભ્રમમાં છે, અને અજાણતાં કે કેટલીકવાર તે જાણીને મિથ્યા ઢોંગ કરે છે. કારણ કે તેઓ જાણતા નથી કે જ્ઞાની ગુણને વશ ન હેઈ તેને પિતાને વશ રાખે છે. એ ગુણોની સત્તા તેમના પર કદી ચાલતી નથી, પણ સૃષ્ટિના કમને અર્થ એ ગુણેના પતે ઉપયોગ કરે છે. જે માણસ દેહ અને ઇંદ્રિયને વશ છે છતાં, દેહ તથા ઈન્દ્રિય પોતાનાં કાર્ય કરે છે, અને તેથી કાંઈ લેપન નથી, એવું મિથ્યા ભાષણ કરનારની સ્થિતિ ખરેખર દયા પાત્ર છે. જ્ઞાનીઓ કઈ પણ કાર્ય માથે લઈ તે યથાર્થ જ કરે છે અને એ પ્રમાણે કાર્ય કરી તેઓ લોકસંગ્રહ કરવા માટે ઇશ્વરના એક સાધન બને છે. તે પોતાના અંત:કરણની પ્રેરણાથી કાર્યમાત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને એક માલીકની પેઠે કાર્ય કરવા મંડે છે. ગુલામની માફક કામ કરવા કોઈ તેમના પર જોર જુલમ કરતું નથી. તેઓ સ્વતંત્ર છે, પરતંત્ર નથી. જ્ઞાનના વાક્યનો ઉચ્ચાર માત્ર કરે અને તેથી ઉલટીજ રહેણી કરણી રાખવી એના કરતાં હેટી માયા, મોટો ભ્રમ બીજે ક્ય હોઈ શકે ? એથી જીવની ઉન્નતિ થતાં વાર લાગે છે. આજકાલ આવા મિથ્યાચારીઓ બહુ વધી પડ્યા છે અને મહાન ઋષિમુનીઓના આ જ્ઞાનરહસ્યનો કે ઉંધો અર્થ કરે છે! પિતાના ભ્રષ્ટ જીવનના બચાવમાં વેદાન્તના રહસ્યને, તે સમજ્યા વિના ઉપયોગ કરે છે. પૂર્ણ રાગી હોઈ વિરાગીનાં વચન ઉચારે છે. આ દુરૂપયેગ થતો અટકાવવાને માટે જ પુરાતન કાળમાં અધિકારી વિના બીજા કેઈને આવે ઉપદેશ આપવામાં આવતો ન હતો. જેની સર્વ ઈચ્છાઓ શાન્ત થઈ ગઈ હોય, જેના સર્વ મનેવિકારો નષ્ટ થયા હોય, અને જેમને પૂર્ણ વિરાગ પ્રાપ્ત થયો હોય, તેમનેજ અધિકારી ગણ ગુરૂઓ આ રહસ્યને ઉપદેશ આપતા. જ્ઞાનમાર્ગ આવો છે અને તે માર્ગે જતાં શી શી અડચણ પડે છે તે આપણે જોયું. એ માર્ગે રહી મનુષ્ય સંસારથી મુક્ત થઈ પરંપદને પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૬૧ ) અહીં લક્ષમાં રાખવાની જરૂર છે કે, જે આ મુક્તિ કેવળ પરાર્થે પ્રાપ્ત કરી હોય તોજ એ ખરી મુક્તિ સમજવી; પણ એથી ઉલટું જે એમાં સ્વાર્થને લેશમાત્ર પણ પાસ હોય, તો તેથી અનેક યુગ સુધી સુખ ભોગવ્યા પછી પણ ખરી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ફરી ફરી જન્મ લેવો પડે છે. મુન્ડકેપનિષમાં કહ્યું છે કે, જ્ઞાન એકલાથી જ આત્માનુસંધાન થતું નથી. જ્ઞાન અને ભકિત એ બે સાથે હોય તોજ આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. જાનવડે મોક્ષ મળી શકે છે, અને એ પ્રમાણે મુક્ત થયેલે જીવ જનલોકમાં જઈ વસે છે. પણ જ્યાં સુધી સૃષ્ટિ ચાલુ રહે, જ્યાં સુધી ઈવર સૃષ્ટિનિર્વાહ કરે, ત્યાં સુધી ક્રિયાવાન રહી સૃષ્ટિનિર્વાહના કાર્યમાં ઈવરના સહકારી થવારૂપ જે પરમ મુક્તિ, તે તો જ્ઞાન અને ભક્તિ એ બેથી જ મળી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Unnamay. Burratagyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ. मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते । श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ||२|| ભજે મને નિત યુકત જે, મન રાખી મુજમાંય; પરમ શ્રદ્ધાથી યુકત તે, યાગી શ્રેષ્ઠ મનાય. ર. क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥ ५ ॥ તે અન્યકતે સતને, શ્રમ અધિકતર થાય; ટ્રુડુ માનિએ દુ:ખથી, ગતિ અવ્યકત પમાય. ૫ येत सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः । अनन्येनैव योगेन मां ध्यायंत उपासते ॥ ६॥ સર્વ કર્મી અપી મને, મ૫ર જે રહેનાર ધતાં ધ્યાન ભજે મને, અનન્ય ચેાગે સાર, ૬ तेषामहं समुद्धर्त्ता मृत्युसंसारसागरात् । भवामि न चिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Somratagyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩) મુજમાં તત્પર તેમને, ઉદ્ધર્તા હું સાર; મૃત્યુ યુક્ત સંસારથી, તરત બનું નિરધાર. ૭ ભ૦ ગી- અ. ૧૨ મ. શ્રીકૃષ્ણ યોગેશ્વરે પિતાના પ્રિય શિષ્ય અને નને ઉપર પ્રમાણે બોધ આપે છે. જેઓ ઈશ્વર ઉપર ચિત્ત ચોટાડે છે, જેઓ ઈશ્વરનું યજન કરે છે; જેઓ ઈશ્વરનું જ ધ્યાન ધરે છે, તેવા આ સંસારસાગરમાં ડૂબેલ અને તેને તરવા ઈચ્છતા જીવને શ્રીકૃષ્ણ ભગવાન એ સાગરમાંથી તારે છે. આ અનન્યાગ, એકાગ્રધ્યાન, શ્રદ્ધાયુકત પરમેશ્વરનું યજન, એજ ભક્તિ અથવા પ્રેમ. હવે એ પ્રેમમાર્ગ અથવા ભક્તિમાર્ગ શું છે તે આપણે જોઈશું. - જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એ બેમાં એક મહા ભેદ આદિથી અંત સુધી આપણને સ્પષ્ટ જણાય છે. એ ભેદ એ બેના ઉદ્દેશમાં સાદ્યવસ્તુમાં છે. વસ્તુત: એ બેને હેતુ એક છતાં એક રીતે એ બે એક બીજાથી જુદા છે. ઉપર જે ક કહ્યો છે તેમાંજ કહ્યું છે કે નિર્ગુણ-અવ્યક્તને વિષે ચિત્ત લગાડનારાઓને ઘણું દુઃખ થાય છે, અને તેમને વિકાસ થતાં ઘણો શ્રમ વેઠવો પડે છે. જ્ઞાનમાર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬૪ } જનારા જીજ્ઞાસુ સત, નિત્ય, અવ્યક્ત, અને સર્વના આધારરૂપ આત્માની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. પણ જ્ઞાનમાર્ગને વિષે વિચાર કરતાં આપણે જોયું છે કે આત્મપ્રાપ્તિ, જ્ઞાનવડે, વિવેકવડે સિદ્ધ થાય છે, અને એ પ્રાપ્તિનું ચિન્હ સેહને પ્રત્યક્ષ અનુભવ છે, જેથી પરમ અદ્વૈતનો સાક્ષાત્કાર થાય છે. હવે ભકતોને હેતુ શું છે તે તપાસીએ, તેમના પ્રેમનું સ્થાન તપાસીએ, તેમની પૂજાની મૂર્તિ જોઈએ, અને તેમની શ્રદ્ધાનું સ્થળ તપાસીએ તો જણાય છે કે એ પરમેશ્વરજ છે. આ પરમેશ્વર સગણ. વ્યકત, અને નામ રૂ૫ ગુણથી યુકત છે. તેથી જ તેની મૂર્તિનું ધ્યાન કરવું, તેનું વજન કરવું સુગમ પડે છે. ભક્તિ ઉત્પન્ન થવા માટે જેના પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરવી હોય તેમાં સર્વોત્તમ પુરૂષનું આજે પણ થવું જોઈએ. મનુષ્ય સંબંધે જે ઉત્તમ ભાવના આપણને સાધારણ રીતે જાણીતી છે તેની મર્યાદા ગમે તેટલી વધારીએ અને તેને ગમે એટલી ભવ્ય કરીએ છતાં, તે ભવ્ય પુરૂષની ભાવનાનું જ સ્વરૂપ અવશેષ રહે છે તે ભવ્ય છતાં મર્યાદિત હોય છે. ઈશ્વર જે સર્વોત્તમ છે તેણે વિશ્વોત્પત્તિ માટે વ્યક્તભાવ ધારણ કર્યો છે, અને સ્વભાવે અમર્યાદિત થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૬૫ ) આપણી સર્વ ભાવનાઓના, પ્રેમના, અને પૂજનના અધિપતિ આ વિધેશ્વર છે. આ સર્વેશ્વર, જેમનામાં પરમ પુરૂષની ભાવના આરોપિત થાય છે તેજ સમયાનુસાર જુદા જુદા અવતાર ધારણ કરી મનુષ્યની સંકુચિત વૃત્તિઓને વિરામવાનું, મનુષ્યના પ્રેમને ઠરવાનું, અને મનુષ્યની ઉચ ભાવનાને તૃપ્ત કરવાનું એક સાધન થાય છે. અવતારરૂપે ઈશ્વરનું પૂજન કરવું, અને પિતાનું હૃદય તેમના ચરણકમળમાં મુકવું એ મનુષ્યને વિશેષ સુગમ પડે છે. હિંદુ તેમજ બીજા ધર્મોમાં પણ જોઈએ છીએ કે સર્વેશ્વર, મનુષ્ય અવતાર ધારણ કરે છે અને તે દેહ ધારણ કરેલ હોય છે ત્યારે મનુષ્યનાં પ્રેમ, પૂજન, અને ભક્તિના ભાવો તેમના પ્રત્યે વિશેષ પ્રકટ થાય છે. કારણકે મનુષ્યના હૃદયને સંતોષ પમાડે અને તેની સર્વ ઉચ્ચ ભાવનાઓને તૃપ્ત કરે એવું સ્વરૂપ તે ધારણ કરે છે. મનુષ્યની સંકુચિત બુદ્ધિ, અને તેના વિચારના મર્યાદિતપણા પર દયા લાવી તેની અક્કલમાં ઉતરી શકે, તેના અંધપ્રેમનું સ્થાન થઈ શકે, એવું સ્વરૂપ ધારણ કરી સર્વેશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Sorratagyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ (૬૬) અવતાર ધારણ કરે છે, અને એ અવતારરૂપે ઈશ્વરના કેઈ લક્ષણને સંપૂર્ણ રીતે પ્રકટ કરે છે. સૃષ્ટિના જુદા જુદા ધર્મો જે મનુષ્યને આપવામાં આવ્યા છે તે તપાસતાં જણાય છે કે, આવા અવતારની માન્યતા દરેક ધર્મમાં છે અને દરેક ધર્મમાં કઈને કઈ દિવ્ય માનુષી સ્વરૂપથી પણ પર એવો ઈશ્વર છે એમ પણ માન્ય છે, અને વળી તેનાથી પણ પર એક અદ્વૈત તત્વ છે એમ પણ મનાય છે. છતાં મનુષ્યના પ્રેમ અને ભક્તિના ઉલ્લાસ તો આવા કોઈ દિવ્ય અને માનુષી સ્વરૂપના ચરણકમળમાંજ વિરામ પામી સંતોષાય છે. મનુષ્યજાતિના હેટા ભાગને અવ્યક્તનું ધ્યાન કરવાથી જે સંતોષ મળતો નથી તે સંતોષ તે આવા કઈ દિવ્ય અને માનુષી સ્વરૂપથી મેળવે છે, પછી ભલે તે શ્રી રામચંદ્રને નામે ઓળખાય કે શ્રીકૃષ્ણને નામે ઓળખાય, ક્રાઈસ્ટને નામે ઓળખાય, કે બુદ્ધને નામે ઓળખાય. આ પ્રમાણે ભક્તિ માર્ગના પ્રવાસીઓને તે પોતાની ભક્તિનો આવો અધિષ્ઠાતા એજ પિતાનું સાધ્ય છે. કારણકે મનુષ્ય જેની બુદ્ધિ મર્યાદિત છે તે અમર્યાદિત સની ભાવનાથી કેમ સંતોષાય? અને જ્યારે તેને આ પરમ સની ભાવના જ ન આવી શકે તે તે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭ ) પ્રત્યે પ્રેમ અને ભક્તિ તો કયાંથી જ આવે? જ્યાં સુધી આપણું ભાવનાઓને અધિષ્ઠાતા, આપણે જેને સત્ય અને પ્રત્યક્ષ કહીએ છીએ તે ન હોય, ત્યાંસુધી તેમાં તેઓ વિરામતી નથી. આ પ્રમાણે આ પ્રેમ માગે પ્રવાસ કરનારા ભકતે પિતાના ઇશ્વરને શોધતા જણાય છે. જે પ્રેમ અને ભક્તિથી પ્રેરિત થઈ તેઓ આ શોધ કરે છે તે શું હશે ? જે સત્તા આવા ભકતમાં સવશે વ્યાપી રહી તેમના જીવનના દરેક કાર્યમાં પ્રેરિત થાય છે, અને એટલા બધા તેમનામય બનાવી દે છે કે તેઓને પિતાના ઈષ્ટદેવ વિના બીજું કાંઈ સત્ય છે એમ ભાસતું જ નથી, અને તે સિવાય બીજું બધું અંધકારમય ભાસે છે તે શું છે? પ્રેમની પ્રતિમારૂપ ભક્તશિમણું નારદજી આ પ્રેમને બેધ આપી ગયા છે, તેમાં પ્રેમનાં અને સત્ય સ્વરૂપનાં ચિન્હો શું છે તે સારી પેઠે સમજાવ્યું છે. તે પરથી ભક્તોએ શું શોધવું, અને પ્રાપ્ત કરવું તે યથાર્થ સમજાય છે. શ્રી નારદજી કહે છે કે “અમુક વ્યક્તિ પ્રત્યે અનન્યભાવ” એજ ભક્તિ. અમુક વ્યક્તિ પ્રત્યે આ અનન્યભાવ ચાલુ રાખે એજ ભક્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ (૬૮) એજ સૂત્રમાં આગળ ચાલતાં પ્રેમની ઘણું વ્યાખ્યાઓ આપીને અંતે તેમણે પોતાની વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યામાં નારદજી જે પરમ ભક્તિની મૂર્તિ ગણાય છે તેમણે તેવી ભકિતનાં સર્વ લક્ષણે આપ્યાં છે. વ્યાસ, ગાર્ગ, અને શાડિલ્યની ભક્તિની વ્યાખ્યાઓ આપી, નારદજી કહે છે કે, “કર્મમાત્રને ઈશ્વરને અર્પણ કરવાં, અને ઈશ્વરની લેશ માત્ર પણ વિસ્મૃતિથી મહાન દુઃખ થયું ” એજ ભક્તિ છે. સત્ય ભક્તિ આવી જ હોય છે. સત્ય ભક્તનું જીવન જ ઈષ્ટદેવને અર્પણ કરેલું હોય છે, અને ઈષ્ટદેવનું સહજ વિમરણ તે તેને મહા દુઃખદાયક લાગે છે. આવા ભક્તના હૃદય અને તેની પૂજ્ય મૂર્તિ વચ્ચે કાંઈ પણ અંતરાયકારક વિષય આવે, અને તેને જરા પણ સ્થલ કે માનસિક ગમે તેવી રીતે પણ દૂર કરે કે તરત જ તેને અત્યંત દુઃખ થાય છે. પિતાના ઈષ્ટદેવના વિસ્મરણ જેવું મહેતું દુઃખ સાચા ભક્તને બીજા કશાથી થતું નથી. નારદજી આમ કહી ગયા છે, અને જેમના હૃદયમાં ભક્તિએ વાસ કર્યો હોય છે તેવા ભક્તો એ શું છે તે જાણે છે. આટલું ભક્તિ વિષે કહ્યા પછી, જે ભકતે પરમ પ્રેમ અનુભવ્યું છે તેનું વર્ણન કરે છે. એ પ્રેમ પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯ ) થયાથી “મનુષ્ય સંપૂર્ણ થાય છે, અમરત્વ મેળવે છે અને સંતોષ પામે છે. એ મળ્યા પછી બીજું કાંઈ મેળવવાની ઈચ્છા તેને રહેતી નથી. તેને શોક થતો નથી; કઈ પણ વસ્તુને તે ધિક્કારતો નથી, વિષયમાં તે આનન્દ માનતો નથી અને સ્વાથી કર્મમાત્રથી મુક્ત થાય છે. એ પ્રેમ અનુભવીને તે આનન્દથી મસ્ત બને છે, અને આત્મરત થઈ તેમાંજ નિમગ્ન રહે છે. વળી એ કાંઈ તૃષ્ણા સંતોષવાનું સાધન નથી, કારણ કે એજ પરમ ત્યાગ છે. ” ભક્તિની સાક્ષાત મૂર્તિ નારદજી ભક્તિનું સ્વરૂપ આ પ્રમાણે સમજાવે છે. આવી ભક્તિ શી રીતે પ્રાપ્ત કરવી? ભક્તિમાર્ગનાં પગથી કેટલાં છે? મનુષ્યનાં હૃદય જેમાં ઐહિક પ્રેમ વ્યાપી રહ્યો છે તેમાં પરમ પ્રેમ કેમ વ્યાપે ? મનુષ્ય જેમનું મન આ વિષય પાછળ ભમે છે તેમને પરમ પ્રેમનું ભાન, જે થવાથી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે, તે કેવી રીતે થાય? મનુષ્યો જે માયામાં ડૂબી ગયેલા છે, ક્ષુદ્ર પ્રેમના બંધનમાં જકડાઈ ગયેલા છે, અને તેથીજ આ પૃથ્વી પર કર્મબદ્ધ થઈ વારંવાર આવ્યા કરે છે, તેમને નારદજીના જેવી સત્ય ભક્તિ કેવી Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Sorratagyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ (૭૦ ) રીતે પ્રાપ્ત થાય? પરમ ભક્તની સ્થિતિએ તેમનાથી શી રીતે પહોંચાય ? આ અને આવા સવાલોને કાંઈક વિચાર હવે કરીશું. બીજા માર્ગોનાં પ્રથમ પગથી આપણે આગળ તપાસ્યાં તેમ આ માર્ગમાં પણ તપાસીશું. પૂર્ણ પ્રેમને ચિતાર માત્ર આપીને બેસી રહેવું એ કેવળ નિરૂપગી છે. અપૂર્ણ પ્રેમ કેવો હોય છે તે જોયા પછી પૂર્ણ પ્રેમ શું છે તે જોવાથી એ અપૂર્ણતાને બદલે પૂર્ણતા કેવી રીતે લાવવી એ સહજ સમજાશે. સત્ય ભક્તિ અને અનન્ય પ્રેમની સ્વાભાવિક સૌંદર્યતાથી કદાચ આપણે મેહ પામીએ ખરા; પણ આપણો હેતુ એ છે કે એવી સત્ય ભક્તિ અને અનન્ય પ્રેમ આપણામાં કેવી રીતે ઉદ્દભવે તથા તેનું પોષણ શાથી કરવું તે જેવું, જેથી આપણું જીવન પણ સર્વાશે એ સત્ય ભક્તિ અને અનન્ય પ્રેમમય બની રહે. આ દૈવી પ્રેમ કેવો હોય તેને કાંઈક ભાસ માનુષી પ્રેમ ઉપરથી આવી શકે છે. પ્રેમી મનુષ્યનાં લક્ષણો કેવાં હોય છે તે જાણવાથી ભક્તનાં કાંઈક લક્ષણ સમજાશે. તમારી આખી જીંદગી સુધીમાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧ ) તમને કાષ્ઠ મનુષ્યના ઉપર ગાઢ, શુદ્ધ, અને ઉચ્ચ પ્રેમ રહ્યો હેાય તે તે યાદ કરો. તમારા જીવનના જુદા જુદા પ્રસંગેા તપાસી જીવેા, અને જીવે કે આવા અપ્રતીમ પ્રેમની શું અસર થઈ હતી. એ પ્રેમના પ્રભાવમાં ત્રીજી ખધી વસ્તુ ઘણી ઝાંખી પડી જાય છે. તમારા પ્રેમ દ્રવ્યપર હાય, સાહિત્ય પર હાય, મુમુક્ષાપર હાય, ગમે તે પર હાય, છતાં એને પેલે પાર કાઈ એવી મૂર્તિનાં દર્શન થાય છે કે તે પ્રત્યે તમે તમારા સંપૂર્ણ પ્રેમ અર્પણ કરવા તત્પર થાઓ છે, જાણે કે તે તમને પેાતાની પાસે પરાણે આકર્ષે છે. આ ભવ્ય મૂર્તિના દર્શનથી જ તમારા મનની વૃત્તિ માત્ર બદલાઈ જાય છે. તેવા પ્રેમના પ્રમાણમાં દ્રવ્ય શી વિસાતમાં છે, એમ લાગે છે. તેની સાથે વાત કરવામાં જે રસ પડે છે, તેની સાથે સરખાવતાં સાહિત્ય નિરસ લાગે છે. તેના પ્રેમરસમાં જ્ઞાન માત્ર નિરૂપયાગી દેખાય છે. તેના સાનિધ્યમાંજ તમારા આનંદની સીમા આવી રહે છે; કારણ કે તમારૂ અંતરજ તેના પ્રેમથી રસસ થઈ રહે છે. ખીજા દરેક વિષયના બંધન તેની સમક્ષ ઢીલા થઈ જાય છે, તેના તેજોમય પ્રતાપ આગળ વર્ણ માત્ર ઝાંખા પડી જાય છે. તે તમારા મિત્ર થાય Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Sumatagyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) છે એટલું જ નહીં, પણ તમારે ગુરૂ, માર્ગદર્શક, અને પ્રેમી છે, અને તેનામાં મનુષ્યના જે સર્વ ગુણ હોઈ શકે તે બધા એકઠા થયા છે. એને માટેના તમારા પ્રેમથી તમારા જીવનમાં કેવો હોટ ફેરફાર થઈ ગયા છે તે જુઓ. તેના તેજમાં વસ્તુમાત્રનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. હવે આવા માનુષી પ્રેમની પરાકાષ્ટારૂપ ભાવના સ્વર્ગ પર્યત પહોંચાડે ઉંડામાં ઉંડા સમુદ્ર કરતાં પણ તેને ઉંડે બનાવે; પ્રેમની વસ્તુ સર્વાશે સંપૂર્ણ ધારો અને તેમાંજ સર્વનો સમાસ થયેલો સમજે. કલ્પના કરો કે તેથી કાંઈ કંટાળો આવતો નથી, તેને જોઈ બસ થયું એમ થતું નથી, આવી ભાવના આવશે ત્યારે જ સમજાશે કે સત્ય ભક્ત પિતાના પ્રેમ અને ભકિતના સ્વરૂપને કેવી ભાવનાથી જુએ છે. ખરેખરૂં જોઈએ તો મનુષ્યને, ઈશ્વરને મળવાની ઈચ્છા કેટલી થોડી છે, તે બરાબર સમજાવવા માટે સ્વામી વિવેકાનન્દ અમેરીકામાં ભાષણ આપતાં જે વાત કહી હતી તે ઘણી જ અસરકારક હતી. એક દિવસ એક યુવાન કોઈ ગુરૂ પાસે ગયે અને કહ્યું કે મહારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે. તે સાંભળી ગુરૂ હસ્યા, પણ કાંઈ બોલ્યા નહીં. તે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) ફરીફરીને આવતો, અને ઈશ્વરપ્રાપ્તિનાં સાધનની તેની જીજ્ઞાસા વધતી ગઈ, પણ ગુરૂ કાંઈજ બેલે નહીં. આમ કરતાં દિવસો વીત્યા પછી એક દિવસે ગુરૂ પ્રાતઃસ્નાન માટે નદીએ જતા હતા તે વખતે તેણે પિતાની સાથે આવવા પેલા જીજ્ઞાસુને કહ્યું. નદીએ પહોંચી ન્હાવાનું શરૂ કર્યા પછી, ગુરૂએ પેલા જીજ્ઞાસુને પકડી પાણીમાં દાખે અને થોડીવાર એજ સ્થિતિમાં રાખ્યું. તેણે છૂટવાને બહુ ફાંફાં માર્યા. અંતે તેણે તેને પાણીમાંથી બહાર આવવા દોધો અને કહ્યું “હે પુત્ર! તું પાણીમાં નીચે હતો ત્યારે તને વધારેમાં વધારે શાની ઈચ્છા હતી?” જીજ્ઞાસુએ કહ્યું “Aવાસ લેવાની.” ગુરૂએ કહ્યું “જે જીજ્ઞાસુ પરમેશ્વરને પ્રાપ્ત કરવા માગતો હોય તેની જીજ્ઞાસા, પાણીમાં વાસ લેવા માટે તારી ઈચ્છા જેટલી તીવ્ર હતી, તેટલી તીવ્ર હોવી જોઈએ. તારી જીજ્ઞાસા જે એટલી દઢ અને પ્રબલ હશે તો તને પરમેશ્વર મળશેજ. ” પણ આવી જીજ્ઞાસા કેટલાને હોય છે ? ઈશ્વરપ્રાપ્તિ કેટલા થડા ચાહે છે? એકજ વિષય પ્રત્યે માણસનું મન દોડતાં તેઓ એને ભૂલી જાય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) તેને વિચાર પણ ફરીથી તેમને થતો નથી. ઉપલી વાતમાં, પેલાએ જ્યાં એક શ્વાસની ઈચ્છા કરી હતી ત્યાં સત્ય ભક્ત હતા તે તે ઈશ્વરનું ધ્યાન કરત, અને વિચાર કરતા કે હવે મૃત્યુ આવ્યું એટલે ઈશ્વર પ્રાપ્તિનો સમય પાસે આવ્યો. મનુષ્યને વિષયમાત્ર ભેગવવાની ઈચ્છા હોય છે, પછી કોઈને દ્રવ્ય, કોઈને માન, કેઈને સુખ, એમ કઈને કાંઈ અને કેઈને કાંઈ તૃષ્ણ હોય છે. આવા વિષયાસક્ત હૃદયમાં ઈશ્વરને સમાસ કેમ સંભવે ? બાઇબલમાં કહ્યું છે તેમ આપણું હૃદય એક ધર્મશાલા છે, જેમાં જુદી જુદી અનેક આશા અને તૃષ્ણારૂપી વટેમાર્ગે આ આવજા કરે છે તેથી તે એવી તો ખીચખીચ ભરાઈ ગયેલી હોય છે કે તેમાં આ દેવી પણાને રહેવાની જગ્યા મળતી પણ નથી. આમ છતાં આપણે હિંમત હારવાનું કાંઈ કારણ નથી. હવે ભક્તિમાર્ગે જવાને કઈ દ્વાર છે કે નહીં તે આપણે જોઈશું. આ વિષયમાં આપણે ધર્મપ્રવતકમાંના એક મહાપુરુષ શ્રી રામાનુજની સહાય લઈશું. ભક્ત થવાને અધિકાર પ્રાપ્ત કરવામાટે, શું શું કરવું જરૂરનું છે તે એમણે સારી રીતે બતાવ્યું છે. તે પ્રમાણે વર્તવાથી અંતે તે ખરા પ્રેમનું પાત્ર બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫) જૂદી જૂદી ભૂમિકાઓનું વર્ણન આપતાં પ્રથમ તે સાધારણ મનુષ્યનો વિચાર તેમણે કર્યો છે. પ્રથમ તે મનુષ્ય પોતાના દેહ પ્રત્યે કેવી દષ્ટિથી જેવું જોઈએ તે તેઓ સમજાવે છે. દેવી પ્રેમના પ્યાલા પીવાની ઈચ્છા રાખનારને સ્કૂલ દેહ કેવો હોવો જોઈએ તેને તેઓ પ્રથમ વિચાર કરે છે. તેઓ કહે છે કે પ્રથમ તો મનુષ્ય વિવેક કરવો જોઈએ. રાજગમાં વિવેકને જે અર્થ કર્યો છે તેજ અર્થ અહિં કરવાને નથી. અહિં એને અર્થ ભક્ષ્યાભક્ષ્યનો વિચાર એટલો જ છે. જે મનુષ્ય પિતાના દેહને દેવી પ્રેમવાળા જીવને રહેવા માટે મંદીર બનાવવા ઈચ્છતા હોય તેણે તે પિતાને દેહ ઘણે જ શુદ્ધ કરવો જોઈએ, અને તેથી શું ખાવું અને શું નહીં, તેને વિચાર તેણે કરવો જોઈએ. પ્રથમ તે નજીવા જેવા દેખાતા આ વિષય પર તેણે ધ્યાન આપવું જોઈએ. જે ખેરાક મેળવવા માટે પશુવર્ગને દુ:ખ આપવું પડે એવા ખોરાકનો તેણે ત્યાગ કરવો જોઈએ. પિતાના કરતાં નીચી એનિના પ્રાણુઓને દુઃખ થાય એમ સાચા ભક્ત કદિ પણ કરવું જોઈએ નહીં. જીવવાળી કઈ પણ વસ્તુ ખોરાક તરીકે વાપરવી નહીં. એટલું જ નહીં પણ તેને સ્પર્શ પણ કરવો નહીં. આવો ખેરાક Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) લેવાથી તે પિતાનું શરીર ભ્રષ્ટ કરે છે. એટલું જ નહીં પણ તે પોતાના જીવને પણ ભ્રષ્ટ કરે છે. કારણ કે આમ કરવાથી તે દયાને બદલે ધિક્કાર, અને પરમાર્થને બદલે સ્વાર્થ બતાવે છે. નિરાધાર પશુને સહાય કરવાને બદલે તેને દુઃખ દે છે, પોતાના સ્વાદને સંતોષવા માટે સુંદર પ્રાણીઓના જીવ લે છે કે લેવરાવે છે. આ બધાં શું પ્રેમનાં લક્ષણ હોઈ શકે? આટલા માટે ભક્ષ્યાભઢ્યને નિયમ અત્યંત ઉપગને છે, અને તેથી જ તેને પ્રથમ વિચાર કર્યો છે. આથી ભક્ત પિતાને ખોરાક પસંદ કરવામાં શુદ્ધાયુદ્ધને પ્રથમ વિચાર કરવો જોઈએ, એટલું જ નહીં પણ તેનાં સૂક્ષ્મ શરીરે જે બાહ્ય સ્પર્શથી તેમજ આંતરવૃત્તિઓથી અશુદ્ધ થઈ શકે છે, તેમને શુદ્ધ રાખવાં જોઈએ. આ પ્રમાણે બહારની અને અંદરની શુદ્ધિ સાચત્યાથી જીજ્ઞાસુ પિતાના દેહને, પ્રેમમાં લીન થયેલા જીવને રહેવાનું યોગ્ય સ્થાન બનાવે છે. વિવેક શું છે તે આ પ્રમાણે સમજાવ્યા પછી, તેમણે કહ્યું છે કે શુદ્ધ ભજન, શુદ્ધ ચિત્ત, અને નિરંતર ઈશ્વરનું સ્મરણ, એ બીજો નિયમ છે. ભક્ત થવા ઈચ્છનારે આને પિતાનું જીવનસૂત્ર બનાવી રાખવું જોઈએ. આ દેવી પ્રેમનો રસ પીવા ઈચ્છનારે પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) તે ઉપર કહેલા નિયમો પ્રમાણે ચાલવાનું છે. ત્યાર પછી તેણે વાસના માત્રને ત્યાગ કરી ઈશ્વર પ્રત્યેજ સર્વ ઈચ્છાઓને દરવી જોઈએ. એ સિવાય બીજી કઈ ઈચ્છાને તેણે પોતાના હૃદયમાં અવકાશ આપવો જોઈએ નહીં. આ ઈછા તેની રગે રગે પ્રસરવી જોઈએ, અને આ પરમ ઈચ્છા આગળ બીજી સર્વ ઈચ્છાઓ અદશ્ય થવી જોઈએ. તેણે પોતાના વિચારમાત્ર ઈશ્વર પ્રત્યે દોરવવા પ્રયત્ન કરે જોઈએ. આ પ્રયોગ હરઘડી થવો જોઈએ. ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરતાં તેને જણાશે કે મન ભ્રમિત થઈ બીજા વિષયે પ્રત્યે દોડશે. અર્જુનને પણ આવો અનુભવ થતાં તેણે શ્રીકૃષ્ણને ભ૦ ગી અ. ૬ લોક ૩૪ માં પુછયું હતું કે, चंचलं हि मनः कृष्ण प्रमाथि वलवदृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ ३४ ॥ મન ચંચલ બલવાન, દઢ વિક્ષેપજ કરનાર, નિગ્રહ તેને વાયુવતું, દુષ્કર માનું સાર. ૩૪ આ સાંભળી શ્રીકૃષ્ણ ભગવાને ભ૦ ગીઅત્ર ૬ શ્લોક ૩૫માં કહ્યું હતું કે – असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । સ્થાન તુ તેય વૈાથે જ વૃત્તિ છે રૂડા Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) ચંચલ દુર્નિગ્રહજ મન, સંશય કે ન લગાર, પણ અભ્યાસ વિરાગથી, કરાય વશ નિરધાર. ૩૫ આ પ્રમાણે ભક્ત થવાની ઇચ્છા રાખનારે ફ્રી ફ્રીને મનને એકાગ્ર કરવા તત્પર રહેવું જોઇએ. મન બીજા વિષય તરફ જાય કે તેને ત્યાંથી પાછુ ફેરવી ઇશ્વરપ્રત્યે દ્વારવું જોઇએ. નિયમસર મુકરર કરેલે વખતે ઇશ્વરભજન કે પૂજામાં રોકાયલા રહેવુ જોઇએ, અને તે વખતે ખીજા કેઇ પણ વિચાર મનને વ્યગ્ર ન કરે તેમ કરવુ જોઈએ. આ તે માત્ર પ્રાથમિક પગથિઆં છે. તે મુકરર કરેલે સમયે હમેશાં પૂજા કરે છે તેનુ કારણ એટલુંજ છે કે તેથી હમેશાં પૂજનમાં રોકાવાની ટેવ તેને પડે. તે ધ્યાન પણ મુકરર કરેલે વખતે કરે છે, અને તેમ કરવાથી સર્વકાળ, સર્વ દેશ, અને સર્વ સ્થિતિમાં ધ્યાનનિષ્ઠ રહેવુ ખની શકે. શરૂઆતમાં તે અમુક સમયેજ તે ધ્યાન કરે છે, કારણ કે તે હજી શિખાઉ છે, તે પેાતાનું ચિત્ત પરમેશ્વર ઉપર ચાંટાડે છે, પણ એટલુ જ ખસ નથી. માત્ર એમ કરવાથી જ ખરા ભક્ત થવાતું નથી. કારણકે ધ્યાનના આનન્દમાં લીન થઈ ખીજાં બધાંને તે વિસરી જાય અને Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Somratagyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ( ૭૯ ) ધ્યાનના આનન્દને માટે જ ધ્યાનમાં મચા રહે એ સંભવ છે. પણ જે ખરો ભક્ત ધ્યાન કરે છે તે પિતાના લાભ માટે નથી, તે તે મનુષ્યમાત્રના સ્વભાવમાં જે સ્વાર્થબુદ્ધિ રહેલી છે તેને ઉછેદ કરવા માટે જ ધ્યાન કરે છે, તેને હેતુ પિતાને માટે છે જ નહીં. એટલા માટે બીજું જે કર્તવ્ય છે તે એ છે કે, તેણે જનહિત કરવામાં તત્પર રહેવું જોઈએ. ધ્યાનમાત્રથી તે કૃતાર્થ થાય છે એમ તેણે સમજવું જોઈએ નહીં. તેને પ્રેમ તેના જાતિ ભાઈઓ પ્રત્યે દેરવે જરૂર છે. પછી તેણે પિતાનું જીવન જનકલ્યાણ માટે અર્પણ કરવું જોઈએ. આ પ્રમાણે અર્પણબુદ્ધિ થાય નહીં, ત્યાં સુધી તે સ્વાર્થ બુદ્ધિથી છૂટતો નથી. એટલા માટે બીજાના સુખને માટે તે પોતાનું સર્વસ્વ સર્વદા અર્પણ કરતા રહે છે. અર્પણ બુદ્ધિ રાખવી, દાન કરવું, એજ પ્રેમનું રહસ્ય છે. પ્રેમી જને આવા અર્પણ સિવાય બીજા કશા પર પોતાને હક છે એમ કહેતાજ નથી. પિતાનું દ્રવ્ય, પિતાનું સર્વસ્વ જનહિતાર્થે અર્પણ કરવામાં જ પ્રેમીઓની પ્રેમભાવના વિરામે છે અને તેમને તેના બદલામાં કશું મેળવવાનું હોતું નથી. તેઓ માત્ર એટલું જ માગે છે કે તેમને પ્રેમ મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) માત્ર પ્રત્યે દ્વારવાય, એટલુ જ નહીં પણ જીવમાત્રને તે પેાતાના પ્રેમાલિંગનમાં લઈ લે, અને તે દરેકને જેટલું સુખ તેનાથી અપાય તેટલું તે આપે. મનુષ્યના હૃદયમાં સ્વાર્થ બુદ્ધિ એટલી ઊંડી ઉતરેલી છે, અને તેથી તેના હૃદયની કઠારતા એટલી બધી વધી ગઇ છે, કે તેથી ધર્મ પ્રકરણમાં પણ સૂક્ષ્મ પ્રકારની સ્વાર્થ બુદ્ધિ હાય છે અને તેથી તેને પણ અશુદ્ધ કરે છે. આથી ધર્મ જે સર્વોત્તમ છે તે ઘણી વાર ભ્રષ્ટ થઈ જાય છે, અને હૃદયરૂપી પેાતાના મંદીરમાં વણિકબુદ્ધિ-સ્વાર્થ બુદ્ધિને—પ્રવેશ કરવા દઇ તેને બજાર જેવું આપવા લેવાનું સ્થાન બનાવી દે છે. તેઓ ધ્યાન કરે છે, કારણકે તેમને તેથી આનંદ થાય છે. જેનામાં શુદ્ધ અર્પણબુદ્ધિ હાતી નથી, તેના હૃદયમાં ઇશ્વર માટે સ્થાન નથી. આટલા માટે જનહિતાનાં કાર્ય કરવાં એ ખરા ભકતને માટે તાલીમ છે. મનુષ્યવર્ગ માં પેાતાના જાત ભાઇઓપર ખરા પ્રેમ રાખનાર કેટલા છે ? જ્યાં જ્યાં પ્રેમ જેવુ કઇં જણાતુ હશે ત્યાં ત્યાં કાંઇની કાંઇ સ્વાર્થ સાધના હશેજ. બીજા પાસે કાંઇક કામ કરાવવાને માટેજ મનુષ્ય મનુષ્યને ચાહે છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sorratagyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) પ્રમાણે સાધારણ રીતે પ્રેમ માત્રમાં વણિક વૃત્તિ હેાય છે. એ વણિકુ વૃત્તિ એક પ્રકારની સ્વાર્થ બુદ્ધિનું સૂક્ષમ સ્વરૂપ છે. શુદ્ધ પ્રેમની લહરીઓ સ્વતજ વહે છે. પ્રેમનો હેતુ પ્રેમ છે. સત્ય પ્રેમીજને પ્રેમાર્પણ કરીને જ સંતોષ પામે છે. આ પ્રમાણે આચરણ રાખવાથી ભકિતરસને સ્વાદ અનુભવવાની શક્તિ આવે છે. આટલું કર્યા પછી, શુદ્ધિ, સત્ય, પ્રમાણિપણું, દાન, અહિંસા, અને દયા, એટલા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ. દિવ્ય પ્રેમ એટલે ભક્તિ શું છે તે જેને જાણવું હોય, તેણે આટલા ગુણે તે અવશ્ય પ્રાપ્ત કરવા જોઈએ. આમાંથી આપણે કેટલું કરી શકીએ એમ છે તે જેવું જોઈએ. અધિકારીનાં આ લક્ષણે ધ્યાનમાં રાખી આપણે આપણાં હૃદય તપાસી જેવાં જોઈએ, અને આપણામાં એમાંના કયાં છે અને ક્યાં નથી તે તપાસવું જોઈએ. એમાંનાં જે લક્ષણ આપણામાં ન હોય તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા માંડશું એટલે જ ભકિત માગે ચડશું, એટલે જ ભકિતમાર્ગ પર પ્રયાણ કરવાની શરૂઆત થઈ સમજવી. Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Soratagyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ) સતસંગ પણ આ માર્ગનું એક સાધન છે. વિષયાલુબ્ધ અને કેવળ સંસારી મનુષ્યોના સહવાસમાં રહેવા કરતાં, ભક્તિમાર્ગમાં આગળ વધેલા, આધ્યાત્મિક વિષયનું શ્રવણ મનન, અને નિદિધ્યાસન કરનાર અને કરાવનાર, અને ધ્યાનનિષ્ઠ પુરૂ ને સંગ કરવો એ ઘણું જરૂરનું છે. માટે સંત સમાગમ શોધે. મનુષ્યને જેમ સંગતિદોષ લાગે છે તેમ સંગતિથી લાભ પણ થાય છે. બીજા મનુષ્યના વિચારની અસર તેના પર થાય છે, તેથી કરી જેવા મનુષ્યના સહવાસમાં આપણે રહેતા હોઈએ તેવા મનુષ્યના જેવાજ આપણા વિચાર પણ થાય છે. તેથી જે મનુષ્ય સર્વદા વિષયાસક્ત અને સ્વછંદાચારી મનુષ્યના સહવાસમાં રહે, તેણે ધ્યાનનિષ્ટ થઈ આત્માનુસંધાન કરવાની ઈચ્છા રાખવી વ્યર્થ છે. તેને ઈશ્વર પ્રાપ્તિ કેમ સંભવે ? એથી ઉલટું તેણે શાંત રહેવું જોઈએ, સર્વદા પિતાને ધર્મ બજાવતા રહેવું જોઈએ; પણ કાંઈ કરવું જોઈએ માટે જ કરવું એવી મુદ્ર પ્રવૃત્તિ કરવી નહીં. સાધુ, સંત, અને પવિત્ર પુરૂષોને સમાગમ કરી તેમની ઉચ્ચ ભાવના અને વિચારનું અનુકરણ કરવું જોઈએ. ભક્તોને સમાગમ કરવાથી ભક્તિમાર્ગના પ્રવાસીઓને ઘણું ઉત્તેજન મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) ભક્તિ પ્રેરે એવાં અને સૃષ્ટિમાં થઈ ગએલાં અનેક સાધુસંતનાં ચારિત્ર મળી શકે એવાં પુસ્તકા તેણે વાંચવા જોઇએ. નિરૂપયાગી પુસ્તક વાંચવામાં કાળ નિર્ગમન કરવા નહીં. એવા નિરૂપયાગી અભ્યાસ અને ક્ષુદ્ર પુસ્તકાના વાંચનમાં કદી ગુથાવું જોઇએ નહીં. કારણકે સમય અમૂલ્ય છે અને કરવાનું ઘણું છે, એટલે સમય બ્ય ગુમાવવા એ ઘણુ ખાટુ છે. એવાં પુસ્તક વાંચવા કે જે આપણા હેતુમાં આપણને મદદ કરે. વકીલ થવા માટે કાયદાનાં પુસ્તકે વાંચવા જોઇએ, ઇતિહાસ અથવા વાર્તા વાંચ્યાથી વકીલ થવાતું નથી; તે માટે તેા કાયદાનાં પુસ્તકા, જુદા જુદા દેશના કાયદાઓમાંથી માત્ર ઉપયાગી મામતાના અભ્યાસ કરવા જોઇએ. ઇશ્વરને એળખવા માટે પણ એમજ કરવું જોઇએ. જેટલી ખતથી મનુષ્ય વિષય પ્રત્યે દ્વારવાય છે તેટલી જ ખંતથી ઇશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કયારે કરશે ? એ માર્ગ બતાવવા માટે ગુરૂએ કાંઇ થાડા નથી, તેનાં સાધનેા કાંઇ ગુસ નથી. પણ એ માર્ગે જવાની અને એ સર્વને ઉપચેાગ કરવાની ઇચ્છા મનુષ્યને નથી અને તેમ કરવાની વૃત્તિ પણ નથી. વળી ઇશ્વરપ્રત્યે પ્રેમ પણ નથી, તેથી આપણને અંતરાય નડે છે; નહીં કે એ માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ ) વિષેના આપણા અજ્ઞાનથી. ભક્તશિરોમણું નારદજીએ પણ એજ ઉપદેશ કર્યો છે કે નિરૂપયોગી પુસ્તકો અને મિથ્યાવાદ છોડી દેવાં શાસ્ત્રોનું અને ભક્તોના પ્રસાદરૂપી પુસ્તકનું જ મનન કરવા યોગ્ય છે. ઉપર બતાવેલાં સાધને ધીમે ધીમે પ્રાપ્ત કરતાં કરતાં, બુદ્ધિપૂર્વક, આગ્રહપૂર્વક અને પૂજ્યભાવથી ભક્તિ કરતાં, ઈશ્વર જે પ્રથમ અદશ્ય હતો તેને સાક્ષાત્કાર થાય છે. આમ થયા પછી તેનું જીવન જ પલટાઈ જાય છે, તેના હૃદયમાં કાંઈક નવિન તત્વ ઉમેરાય છે, અને તેનામાં કાંઈક નવી ઉર્મીઓને એવો વેગ થાય છે કે તે હતો તેના કરતાં કાંઈક જુદેજ થઈ જાય છે. ઈશ્વર સાક્ષાત્કારની ઝાંખી માત્ર થવાથી, મનુષ્યને અંતરાત્મા કેવળ બદલાઈ જાય છે, તેનું હદય કેવળ પલટાઈ જાય છે, બાહ્યસૃષ્ટિને ત્યાગ કરીને તે અંતર્મુખ થઈ રહે છે અને પ્રયત્ન સિવાય તે ઈશ્વરપરાયણ થઈ રહે છે. શ્રીમદભગવદગીતા અ. ૨ ક. ૫૯ માં કહ્યું છે કે – विषया विनिवर्तते निराहारस्य देहिनः । रसबर्ज रसोऽप्यस्य परं दृष्वा निवर्तते ॥ ५९॥ Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Soratagyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫ ) વિષય ટળે ઉપવાસિને, પણ નહિ રાગ ટળેજ પરબ્રહ્મને જોઈને, એને રાગ મટેક. ૫૯ ઉપવાસ કરવાથી દેહધારીઓના વિષયે વિરામ પામે છે ખરા, પણ વિષયાસક્તિ દૂર થતી નથી, પણ પરમેશ્વરને સાક્ષાત્કાર થયા પછી આ આસક્તિ પણ દૂર થાય છે. આમ થયા પછી ભક્તને પોતાને માર્ગ દિવ્ય પ્રકાશ વડે ઉજવળ થયેલ લાગે છે. આત્માના પૂર્ણ આનંદની લહરીઓથી રસબસ થઈ તેમાં તે લીન થઈ જાય છે. એ ભક્ત કેટલે કાળ થયાં ઈશ્વરપ્રાપ્તિના પ્રયત્નમાં પ્રવૃત્ત થયે હતો? આત્મસાક્ષાત્કાર માટે તેનું હૃદય કેટલા કાળથી તલપી રહ્યું હતું? અજુનની પેઠે તેણે કેટલી વખત પૂછયું હતું કે – कथं विद्यामहं योगिस्त्वां सदा परिचिंतयन् । केषु केषु च भावेषु चिन्त्योसि भगवन्मया ॥१७॥ જાણિ શકું હું આપને, સદા ચિતતાં કેમ કે કે ચીજે ચિત્ય છે, આપ જનાર્દન તેમ. ભ૦ ગીર અ. ૧૦. લેક ૧૭ મે. હે ગી! સર્વદા ચિંતન કરતો એ હું તને કેવી રીતે જાણું? હે ભગવન્ કયા કયા સ્વરૂપે તારૂં Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કરવા યોગ્ય છે? ઈશ્વર જ્યારે પોતાના દાસને પ્રત્યક્ષ થાય છે ત્યારે તેના દિવ્ય સ્વરૂપના તેજમાં વસ્તુમાત્રને લેપ થઈ જાય છે. આવું દર્શન થયા પછી વિશ્વ પણ કાંઈક જુદા જ પ્રકારનું ભાસે છે. આમ થયા પછી પણ તેને કદી કદી ઝાંખ વળે છે. કદી તે કાંઈ ભૂલ કરી દે છે, છતાં એકવાર તેને દિવ્યદર્શન થઈ ચૂક્યું છે, તેને જ્ઞાન થયું છે, તેનું તેને ભાન છે, અને એજ સ્મૃતિ તેને ત્યારપછી એક મહાન થંભરૂપે ઉપયોગમાં આવે છે. આમ થાય છે ત્યારેજ શ્રીકૃષ્ણ ભ. ગી. અ. ૧૮ લેક ૫૩ માં કહે છે તે પ્રમાણે મનુષ્ય, अहंकारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्यति निर्ममः शांतो ब्रह्मभूयाय कल्पते ॥५३॥ ક્રોધ પરિગ્રહ દર્પ બળ, અહંકાર ને કામ; મૂકી બ્રહ્મજ થાય કે, નિર્મમ શાંત અકામ. ૨૩ અહંકાર, દુરાગ્રહ, કપટ, માયામાં પ્રવૃત્તિ, કામ, ક્રોધ, સંગ્રહબુદ્ધિ છેડી દઈ, મમતા રહિત થઈ બ્રહ્મભાવને પામવાને, બ્રહ્મત્વ પ્રાપ્ત કરવાને તે યુગ્ય થાય છે. ત્યારે જ તે બ્રહ્મભાવમાં સ્થિર થાય છે. મમતા રહિત અને શાંત ચિત્તવાળો તે બ્રહ્મના દર્પણરૂપ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) બ્રણાસ્વરૂપ થાય છે, બ્રહ્મ સાથે એકીભૂત થાય છે, ભૂતમાત્રને વિષે સમતાવાળે થઈ બ્રહ્મમય બની રહે છે. શ્રીકૃષ્ણ ભ. ગી. અ. ૧૮કલેક ૫૪ માં કહ્યું છે કે, ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥५४॥ બ્રહ્મભૂત આનન્દ નહિ, શેચે ઈચછે કાંઈ પામે ઉત્તમ ભક્તિ મુજ, સમ હૈ સની માંઈ. ૫૪ જેણે આ પ્રમાણે આચરણ કર્યું હોય, જેણે પિતાની ક્ષુદ્રવાસનાઓને શુદ્ધ કરી હોય, જે ધ્યાનમાં અચલ થયે હોય, જે રાગદ્વેષાદિ રહિત અને શાંત હાય, જે કેઈને પણ દુ:ખ દેતે ન હોય અને પ્રાણ માત્રના કલ્યાણમાં ર પ હેય છે, જે પ્રાણું માત્ર પર દયા રાખે છે, ભૂતમાત્રને માતાના જેટલા પ્રેમથી જુવે છે, તે જ ઈશ્વર સાક્ષાત્કારને યોગ્ય છે. તેજ અવ્યય પદ પ્રાપ્ત કરે છે, તેજ નિત્ય શાંતિ પ્રાપ્ત કરે છે, કારણકે જે પ્રેમમય બની રહે છે તેજ સાક્ષાત ઈશ્વર છે. જેનું જીવનમાત્ર પ્રેમથી ભરપૂર થઈ રહે છે તે પ્રભુના સ્વરૂપની સાક્ષાત્ મૂર્તિ છે, કેમકે પ્રેમ એજ ઈશ્વર અને ઈશ્વર એજ પ્રેમ છે. આમ છે તે પછી જે પોતે જાતેજ છે તેનાથી તેને જૂદો કેણ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) રાખી શકે છે ? પછી જીવ અને ઇશ્વર વચ્ચે શુ ભેદ રહ્યો ? તે જીવજ ઇશ્વર પ્રત્યેના પ્રેમથી ભરપૂર થઈ ગયા છે, પોતેજ આ નિ:સીમ પ્રેમરૂપ બન્યા છે, અને જેવી રીતે એક નદી અનેક નદીએ સાથે મળી સમુદ્રમાં વહે છે,તેમ તે જીવ જે પ્રેમનીજ મૂર્તિ છે તે પ્રેમના સાગરરૂપ બ્રહ્મમાં મળે છે. તે નદીનાં પાણી સમુદ્ર સાથે મળી, સ્વભાવ અને ગુણુ બેઉમાં એકરૂપ થઇ રહે છે. તેમને છૂટાં કાણુ પાડી શકે ? તેમજ જીવ અને ઇશ્વરને જુદાં કાણ પાડો શકે ? તે જીવે પાતાના અધિષ્ઠાતા બ્રહ્મને આળખ્યા છે, અને તેનું યજન કરતાં તેને તે અનુભવે છે અને તન્મય બની તે શિવરૂપેજ રહે છે. આમ થાય છે ત્યારે શ્રીકૃષ્ણ, પહેલાં જે કહેતા કે આવે ભક્ત મારે માર્ગે ચડશે, તેને હું મળીશ, તે મારા પરમ ધામને પામશે, તેને બદલે તે કહે છે કે, જ્ઞાની મારા રૂપજ છે જ્ઞાની વામૈય. આજ ભક્તિમાર્ગની પરાકાષ્ઠા છે. પ્રેમનુ પરિણામ આજ છે. પ્રેમજ પરમેશ્વર છે, અને જેમ જેમ એ પ્રેમ સંપૂર્ણ થતા જાય છે તેમ તેમ પરમેશ્વર તે દ્વારા વિશેષ સ્ફુટ થાય છે. મનુષ્યના પ્રેમ પણ કેવા અમર્યાદ છે તે આપણે અનુભવીએ છીએ, કેમકે તે પ્રેમમાં Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯ ) અને મારૂં' ઘણે અંશે નાશ પામે છે. મનુષ્ય પણ પ્રેમના આવેશમાં પરસ્પરને ભેદ ભૂલી જાય છે, અને પતિ અને પ્રિયા એક બની રહે છે. એવે સમયે તમારૂં સર્વસ્વ તે તમારા પ્રિયજનનું છે એમ શું નથી માનતા ? એજ પ્રમાણે જીવ અને ઈશ્વર સંબંધે પણ થાય છે. સાધક દશામાં જીવની શક્તિએને વિકાસ કરવાના સાધનરૂપ પૂજન અને યજન વેળાએ બેઉમાં ભેદભાવ રહે છે, પણ સિદ્ધ દશામાં એ ભેદ જતો રહે છે; કારણકે તેમ થવાથી પ્રભુના જગદુ ઉદ્ધારણના કાર્યમાં તે સંપૂર્ણ રીતે ભાગ લઈ શકે છે. પતિ પ્રિયાને આ એકયભાવ એવો છે કે, તે સ્થિતિમાં એકના કાર્યનું શ્રેય બેઉને મળે છે. એકબીજાના સંપૂર્ણ ભાગીદાર છે. આ પ્રમાણે જે પરમ ભક્ત છે તે જગત્રાતા થાય છે તે બ્રહ્મમય બને છે અને જગનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંબધે તેની શક્તિ પ્રભુના જેટલી જ હોય છે. માત્ર કહેવાના જ નહીં, પણ ખરેખરા ભક્તો જે હિંદુસ્થાનમાં જન્મે તે તેની ઉચ્ચ દશા થતાં શી વાર લાગે ? અરે ! પોતાના અગાધ અને અમર્યાદ પ્રેમરૂપી સમુદ્રની છેળમાં ભૂતમાત્રને સમાવેશ થાય એવા પરમ પ્રેમી ભક્તજને જે એક બેજ હોય તો Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૯૦ ) હિન્દના એક ક્ષણમાત્રમાં ઉદ્ધાર થાય. પ્રેમનું પરિણામ આવ્યા સિવાય રહે જ નહીં. પ્રહ્લાદને પ્રેમ કેવા હતા તે જરા યાદ લાવેા. ઝેર તેને મારી શકયુ નહીં, પહાડ તેને છુંદી શકયા નહીં, અગ્નિ તેને ખાળી શકયો નહીં, કશાથી તેને ઇજા થઇ શકી નહીં. કારણકે તે પરમ પ્રેમી ભક્ત હતા, અને ગમે તેટલી અડચણા અને મુસીખતા આવ્યા છતાં તેને પ્રેમ અચળ રહ્યો હતા. તેજ પ્રમાણે સત્ય ભક્તોને અને સત્ય પ્રેમી જનાને કશાથી ઇજા થઇ શકતી નથી, અગ્નિ તેને ખાળતા નથી, પાણી તેને ડૂમાવતું નથી. તે બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ એજ પ્રેમરૂપી અમૃતનુ સ્થાન છે. નારદજી જેમના શબ્દોથી આ વિષય શરૂ કર્યા હતા તેમનેજ કી યાદ કરી આજના વિષય પૂરા કરીશુ. મનુષ્યના સ્વભાવજ એવા છે કે કાઇને કેાઇ પ્રત્યે પરમભક્તિ તેની છે. પ્રેમ અમર છે. અરે, આવા પ્રેમી પુરૂષ આપણને કયારે સહાય કરશે ! આવા પ્રેમી પુરૂષ આપણને કયારે ઉપદેશ કરશે ! આપણે એ સ્થિતિ પ્રાપ્ત કરવાને હજી લાયક થયા નથી. જે પ્રેમથી બ્રહ્મરૂપ થવાય છે તે હજી આપણામાં રેલાયા નથી. પણ તેથી શું આપણે આપણા યત્કિંચિત પ્રેમથી, જે આપણા કરતાં શ્રેષ્ઠ હાય Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ (૯૧) તેમને સહાય કરી તેમને આગળ વધવા મદદ નહીં કરીએ? ઘણું નાના ઝરા એકઠા મળી એક ધોધ બને છે. એ યાદ રાખી આપણું દરેકના પ્રેમરૂપી ઝરાને એકઠા કરી પ્રભુ પ્રત્યે રેડવા જોઈએ. આમ છે તે પછી આપણે પ્રેમ ગમે તેવો નિર્જીવ હોય, આપણું ઉચ્ચ ભાવનાઓ ગમે તેવી અદઢ હાય, અને આપણું ભક્તિ ગમે તેવી નિર્બલ હોય, છતાં તે સર્વને પ્રેમમૂર્તિરૂપ પ્રભુના ચરણકમલમાં અર્પણ કરીએ. શું આપણા બધાને પ્રેમ એકઠા થઈ તેમાંથી એ પ્રેમ ઉત્પન્ન ન થાય કે જેથી આપણું ભરતભૂમિને ઉદ્ધાર થઈ શકે ? અને આપણું જાતિ ભાઈઓ શુદ્ધ અને પવિત્ર થાય? એવી ઉચ્ચભાવના હોય તે એ બનવું શક્ય છે. આ મહાન કાર્યમાં સેજપણ ભાગ લેવાની આપણી ફરજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Buratagyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ વાચકની યાદી. Shree Sudharmaswami Gyanbhandar-Unmaray.Burratagyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Sorratagyanbhandar.com