________________
(૩૭) સૃષ્ટિની ઉત્પાદક શક્તિને જેટલી સંભાળ, જેટલી કાળજી રાખવી પડે છે, તેટલીજ સંભાળ અને તેટલીજ કાળજી એક સૂમમાં સૂક્ષ્મ પરમાણુ બનાવવામાં વાપરવી પડે છે. વિજ્ઞાન પ્રાપ્ત કરવાની સત્ય જીજ્ઞાસાવાળા પુરૂષ જ્યાંથી ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની ઈચ્છા રાખનાર હોય છે; અને તેના મનમાં એ પ્રથમ સેલું હોય છે કે સૃષ્ટિના અનેક પદાર્થોમાં કાંઈ સમવિસમતા છેજ નહીં. જ્ઞાનમાર્ગ ઉપર ચાલનાર જીજ્ઞાસુની જ્ઞાનાભિલાષાને ગ્ય
ખ્યાલ આવે એવી એક વાર્તા છે તે જાણ્યાથી સમજાશે કે એ સત્યપરાયણતા કેવી દઢ હોય છે.
સૃષ્ટિની ન્હાનામાં ન્હાનાથી મહેોટામાં મહટી રચના અને ક્રિયાઓ કરવામાં કુદરત કેવી એક સરખી કાળજી રાખે છે તે વિષે ટુચ્ચેનીફ નામને એકરશીયન વાર્તા લેખક એક વાત રૂપકરૂપે લખે છે. તે કહે છે કે “હું એકાદ ઘણુંજ ભવ્ય મંદીર જે પહાડમાંથી ખોદી કાઢેલું હતું ત્યાં ગયે હતો. એ મંદીરની હદ કયાં પૂરી થાય છે એ તો જણાતું જ ન હતું કારણકે તેની બેઉ બાજુએ સંપૂર્ણ અંધકાર વ્યાપી રહ્યો હતો. તેની આસપાસ સર્વ દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com