________________
( ૩૬ ) જેતે, જેથી કરી સંશયને અવકાશજ રહે નહીં. આ પ્રમાણે અમુક નિયમને સિદ્ધાન્તરૂપે માનતાં પહેલાં જે અથાગ મહેનત તે લેતે તે તેની સત્યપરાયણતા, સત્યશોધક બુદ્ધિ અને ગંભીરતાના પુરાવા છે. સત્યપૂજક આવાજ હોય છે, અને આવા પુરૂષનું આવું શૈર્ય એજ વિજ્ઞાન માટે મનુષ્યમાં જે જીજ્ઞાસા હોય છે તેને એક પુરાવો છે. સૂક્ષ્મ જંતુની હિલચાલથી માંડીને સૂર્યના ભ્રમણ પર્યત સર્વનું અવલેકિન એક સરખી રીતે તેઓ કરે છે. કારણ કે નવું જ્ઞાન ક્યાંથી મળી શકશે એ કોણ જાણે છે? અને કઈ વસ્તુમાંથી, કયા પદાર્થમાંથી કુદરતના નવા નિયમનું જ્ઞાન થશે અને કઈમાંથી નહીં થાય એ કોણ જાણે છે ? પૂછડીઓ તારો આકાશમાં ભમતો ભમતે જ્યારે વિશ્વની અનંતતામાં ગુમ થઈ જાય છે ત્યારે તેનું અવલોકન કરતાં જે સત્ય જડવાનો સંભવ છે, તેના કરતાં એક રજકણ માત્રની ગતિનું અવલોકન કરતાં કુદરતને કોઈ મહાન નિયમ નહીં જડે એમ કેણ કહી શકે ? સુષ્ટિમાં કાંઈ ન્હાનું કે મોટું છે જ નહીં. સર્વ એકજ આત્માની વિભૂતિ છે અને તે દરેકમાંથી કુદરતના નિયમનું ભાન થઈ શકે છે. એક સૂર્યમંડળ બનાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com